ઉદ્યોગો
કોલાર
કોલાર : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે. 13° 08′ ઉ.અ. અને 78° 08′ પૂ.રે. 8,223 ચોકિમી. વિસ્તાર છે. આ જિલ્લાની પશ્ચિમ તરફ બેંગલોર અને તુમ્કુર જિલ્લા આવેલા છે, જ્યારે બાકીની બધી સીમા આંધ્રપ્રદેશ અને તામિલનાડુ રાજ્યોથી ઘેરાયેલી છે; ઉત્તર અને પૂર્વ તરફ અનુક્રમે આંધ્ર પ્રદેશના અનંતપુર…
વધુ વાંચો >કોંકણ રેલવે
કોંકણ રેલવે : ઇજનેરી સિદ્ધિ સમો રોહાથી મૅંગલોર સુધી 760 કિમી. પથરાયેલો એશિયાભરનો અનન્ય બ્રૉડગેજ રેલમાર્ગ. કોંકણ રેલવેની સ્થાપના પૂર્વેના પ્રયાસો પર નજર નાંખીએ ત્યારે જોઈ શકાય છે કે બ્રિટિશ ભારતમાં ડેલહાઉસીના વડપણ હેઠળ રેલવેનું માળખું બિછાવવામાં આવેલું અને કોંકણ-મલબારના પશ્ચિમી તટ પર રેલવે લાઇન ઊભી કરવાનું આયોજન થયું હતું.…
વધુ વાંચો >ખેતરસાયણ-ઉદ્યોગ
ખેતરસાયણ-ઉદ્યોગ પાકના સંરક્ષણ (protection), પરિરક્ષણ (preservation) તથા ખેતપેદાશોની ઊપજ વધારવા માટે ઉપયોગમાં લેવાતાં રસાયણોનો ઉદ્યોગ. વધતી જતી વસ્તીની વપરાશ માટે અન્ન અને ખેતીઆધારિત અન્ય ચીજોનું ઉત્પાદન વધારવું અનિવાર્ય છે. તે માટે દિન-પ્રતિદિન રસાયણોના ઉપયોગનું મહત્વ વધતું જતું હોવાથી આધુનિક ખેતીને રાસાયણિક ખેતી પણ કહેવામાં આવે છે. વધુ ઉત્પાદન મેળવવા કૃષિમાં…
વધુ વાંચો >ગરવારે, ભાલચંદ્ર દિગંબર
ગરવારે, ભાલચંદ્ર દિગંબર (જ. 21 ડિસેમ્બર 1903, સતારા; અ. 2 નવેમ્બર 1990, પુણે) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા ગરવારે ઉદ્યોગ સંકુલના સ્થાપક. અત્યંત વિપરીત આર્થિક પરિસ્થિતિને લીધે મૅટ્રિક સુધી પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકેલા નહિ. 1921માં મુંબઈ આવ્યા અને તે વખતની બી.બી.સી.આઈ. રેલવેના રોકડ ખાતામાં કારકુન તરીકે જોડાયા. પરંતુ બાળપણથી…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…
વધુ વાંચો >ઘડિયાળ અને ઘડિયાળ-ઉદ્યોગ
ઘડિયાળ અને ઘડિયાળ-ઉદ્યોગ સમય દર્શાવવાનું યંત્ર. હાલમાં વપરાતાં ઘડિયાળો મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય : (1) ક્લૉક (clock) અને (2) વૉચ (watch). (1) ક્લૉક (ભીંત-ઘડિયાળ) : ભીંત પર અથવા ટાવર પર લગાડવામાં આવતાં ઘડિયાળો. clock-નો મૂળ અર્થ ઘંટ થાય છે. તેમને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાતાં નથી. (2)…
વધુ વાંચો >ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર
ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર (bulk handling of solids) : પૅક નહિ કરેલાં, વિભાજિત દ્રવ્યોની મોટા જથ્થામાં હેરફેર માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ. પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તે માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘન પદાર્થના જથ્થાને…
વધુ વાંચો >ચર્મઉદ્યોગ
ચર્મઉદ્યોગ મૃત પ્રાણીઓની ચામડીને કમાવવા(tanning)ની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા લાંબો વખત જાળવી શકાય અને ટકાઉ, સુર્દઢ તથા મુલાયમ બનાવીને ઉપયોગમાં લઈ શકાય તે માટેની પ્રક્રિયાનો તેમજ તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ. શાહમૃગ અને કાંગારું જેવાં વિશિષ્ટ પ્રાણીઓની ચામડી ઉપરાંત સામાન્ય પ્રાણીઓ જેવાં કે ગાય, ઘેટાં, બકરાં, ભેંસ, ઘોડા, ઊંટ, ઝીબ્રા, ડુક્કર,…
વધુ વાંચો >ચા ઉદ્યોગ
ચા ઉદ્યોગ પીણા માટે ઉપયોગમાં લેવાતી, ચાના છોડનાં પાંદડાંમાંથી સૂકી અને પ્રક્રિયા કરેલી ચાની પત્તી અથવા ભૂકીના ઉત્પાદન માટેનો ઉદ્યોગ. આવી પત્તી અથવા ભૂકીને ઉકળતા પાણીમાં નાંખવાથી તૈયાર થતા પીણાનો ઉપયોગ દુનિયાના મોટા ભાગના દેશોમાં બહોળા પ્રમાણમાં થાય છે. હાલમાં ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. બીજા નંબરે…
વધુ વાંચો >