ઇતિહાસ – ભારત

હોયસળ

હોયસળ (ઈ. સ. 11મીથી 14મી સદીનો પૂર્વાર્ધ) : મૈસૂરમાં ગંગવાડીની વાયવ્યે પર્વતાળ પ્રદેશના હોયસળ વંશના રાજાઓ. હોયસળો યાદવકુળના હતા. હોયસળ વંશના રાજાઓએ શિલાલેખોમાં પોતાને ‘યાદવકુલતિલક’ અથવા ‘ચંદ્રવંશીય ક્ષત્રિય’ જણાવ્યા છે. તેમના રાજ્યનો વિસ્તાર હાલના મૈસૂર પ્રદેશમાં હતો અને તેમનું પાટનગર દ્વારસમુદ્રમાં હતું. તેઓ કોઈ વાર દક્ષિણના ચોલ તથા કોઈ વાર…

વધુ વાંચો >

હોલકર સરદારો

હોલકર સરદારો : હોલકર કુળના સરદારો તથા ઇન્દોરના શાસકો. ઈસુની 18મી સદી દરમિયાન મરાઠી પેશ્વાના ચાર મુખ્ય સરદારો હતા – હોલકર, સિંધિયા, ભોંસલે અને ગાયકવાડ. હોલકર પરિવારના મૂળ પુરુષો ભરવાડ જ્ઞાતિના હતા અને ગુજરાન માટે વિવિધ સ્થળોએ વસવાટ કરતા હતા. હોલકર પરિવારના પ્રથમ મુખ્ય પુરુષ મલ્હારરાવ હોલકર હતા. પુણે નજીકના…

વધુ વાંચો >

હોશંગાબાદ (Hoshangabad)

હોશંગાબાદ (Hoshangabad) : મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 77° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,037 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અનિયમિત લંબચોરસ જેવો છે. તેની ઉત્તરમાં નર્મદા નદીથી અલગ પડતા શિહોર અને રાયસેન…

વધુ વાંચો >

હોશિયારપુર

હોશિયારપુર : પંજાબ રાજ્યના ઈશાન ભાગમાં હિમાચલ પ્રદેશની સીમા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 32´ ઉ. અ. અને 75° 54´ પૂ. રે.ની આજુબાજુનો 3,403 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર લંબગોળ છે અને પૂર્વમાં સતલજ નદીથી ઉત્તરમાં બિયાસ નદી…

વધુ વાંચો >

હ્યુમ એલન ઑક્ટેવિયન

હ્યુમ, એલન ઑક્ટેવિયન (જ. 6 જૂન 1829, મોન્ટરોઝ, ફોરફારશાયર, સ્કૉટલૅન્ડ; અ. 31 જુલાઈ 1912, લંડન, ઇંગ્લૅન્ડ) : ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સ્થાપક – તેના પિતા. એલન હ્યુમના પિતા જૉસેફ હ્યુમ નીડર દેશભક્ત અને સુધારક હતા. કેટલોક સમય તેઓ ઇન્ડિયન સર્વિસમાં હતા. તે પછી તેઓ આમની સભાના ઉદ્દામવાદી સભ્ય બન્યા. એલનને પોતાના…

વધુ વાંચો >