ઇતિહાસ – ભારત
સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી
સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી : દેશને માટે જીવન સમર્પણ કરે એવા માણસોને તાલીમ આપવાના હેતુથી ગોપાળ કૃષ્ણ ગોખલેએ 12 જૂન, 1905ના રોજ સ્થાપેલી સંસ્થા. તેના હેતુઓ ગોખલે દ્વારા પાછળથી વિકસિત કરવામાં આવ્યા હતા. લોકોમાં ઉદાહરણ દ્વારા અને ઉપદેશ આપીને માતૃભૂમિ માટે ઊંડી અને ઉત્કટ ભક્તિ પેદા કરવી, જેથી તેને માટે…
વધુ વાંચો >સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526)
સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526) સલ્તનતનું વહીવટીતંત્ર : ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વીનો રાજા ઈશ્વર છે. તેનો કાયદો સર્વોચ્ચ છે અને માણસ તેના વતી ફરજો બજાવે છે એમ દિલ્હીના સુલતાનોએ સ્વીકાર્યું હતું. પયગંબરસાહેબના અવસાન પછી આગેવાનોએ અબુ બક્રને ખલીફા તરીકે પસંદ કર્યા. દિલ્હીના સુલતાનોએ બગદાદના…
વધુ વાંચો >સવિનય કાનૂનભંગની લડત (૧૯૩૦’૩૨)
સવિનય કાનૂનભંગની લડત (1930-32) : પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે કૉંગ્રેસે ગાંધીજીની આગેવાની હેઠળ માર્ચ, 1930માં શરૂ કરેલી અહિંસક ચળવળ. 1908માં મહાત્મા ગાંધીએ પોતાના પ્રથમ જેલવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં અમેરિકાના હેનરી ડેવિડ થૉરોનો નિબંધ ‘સિવિલ ડિસઓબીડિયન્સ’ વાંચ્યો. તે સત્યાગ્રહનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાંનો એક ગણાયો. તેનું નામ રખાયું ‘સવિનય કાનૂનભંગ’. તેનો અમલ…
વધુ વાંચો >સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી)
સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી) (જ. 24 ઑક્ટોબર 1914, ચેન્નાઈ) : સ્વાતંત્ર્યસેનાની અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની ‘આઝાદ હિંદ ફોજ’(INA)ની મહિલાપાંખનાં સેનાપતિ. પિતા એસ. સ્વામીનાથન્ ડૉક્ટર અને માતા અમ્મુ સ્વામીનાથન્ સામાજિક અને રાજકીય કાર્યકર હતાં. રાજકીય ક્ષેત્રે અમ્મુ સ્વામીનાથન્ ભારતના બંધારણસમિતિનાં સભ્ય (1946-49), પ્રથમ લોકસભાના સભ્ય (1952-57) તથા રાજ્યસભાના સભ્ય…
વધુ વાંચો >સહસ્રાર્જુન
સહસ્રાર્જુન : માળવામાં માહિષ્મતીનો રાજધાની બનાવી રાજ કરતો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. તે હૈહય વંશના રાજા કૃતવીર્યનો પુત્ર હતો. એનું મૂળનામ અર્જુન હતું. દત્તાત્રેયની ઉગ્ર ઉપાસના કરવાથી તેને સહસ્ર ભુજાઓ તેમજ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, આથી તે સહસ્રાર્જુનને નામે પ્રસિદ્ધ થયો. નર્મદા નદીમાં એ પોતાની રાણીઓ સાથે જલક્રીડા કરી રહ્યો…
વધુ વાંચો >સહાયકારી યોજના
સહાયકારી યોજના : ભારતમાં બ્રિટિશ સત્તાને બિનહરીફ બનાવવા ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ (1798-1805) ઘડેલી યોજના. બ્રિટિશ કંપની તેની લશ્કરી તાકાતથી દેશની બીજી સત્તાઓને હરાવી શકે અથવા તેમના ઉપર આધિપત્ય સ્થાપી શકે તેમ ન હતી. તેથી વેલેસ્લીએ દીર્ઘદૃષ્ટિ તથા રાજકીય કુનેહ દ્વારા એક યોજના ઘડી, જે સહાયકારી યોજના તરીકે જાણીતી થઈ.…
વધુ વાંચો >સંગ્રામસિંહ (રાણા)
સંગ્રામસિંહ (રાણા) (જ. 1482; અ. 30 જાન્યુઆરી 1528, ચિતોડ) : ઉત્તર ભારતમાં આવેલ મેવાડનો પ્રસિદ્ધ રાજા. તે રાણા સાંગા નામથી જાણીતો હતો. તેના પિતા રાયમલ્લના અવસાન બાદ 27 વર્ષની વયે તે 1509માં ગાદીએ બેઠો. તેણે મેદિનીરાયના આમંત્રણનો સ્વીકાર કરીને મહમુદ ખલજીના કબજા હેઠળનું માળવાનું રાજ્ય 1519માં જીતી લીધું. ઈ. સ.…
વધુ વાંચો >સંઘમિત્રા
સંઘમિત્રા : મગધના મૌર્યવંશના રાજા અશોક(ઈ. પૂ. 273 – ઈ. પૂ. 232)ની પુત્રી. બૌદ્ધ સાહિત્યના જણાવ્યા મુજબ અશોક અવંતિનો સૂબો હતો ત્યારે તે એક શાક્ય શ્રેષ્ઠીની દેવી નામની પુત્રીને પરણ્યો હતો. તેનાથી તેને મહેન્દ્ર નામનો પુત્ર તથા સંઘમિત્રા નામની પુત્રી થયાં હતાં. કલિંગના યુદ્ધ પછી અશોકનો હૃદયપલટો થયો. તેણે બૌદ્ધ…
વધુ વાંચો >સાચર ભીમસેન
સાચર, ભીમસેન (જ. 1 ડિસેમ્બર 1893, પેશાવર, વાયવ્ય સરહદ પ્રાંત, હાલ પાકિસ્તાન; અ. 1978) : સ્વાતંત્ર્યસેનાની, પંજાબના મુખ્યમંત્રી, ઓરિસા અને આંધ્રપ્રદેશના ગવર્નર તથા શ્રીલંકામાં ભારતના હાઈકમિશનર. તેમના પિતાજીનું નામ રાય સાહેબ નાનકચંદ સાચર અને માતાનું નામ માયાદેવી હતું. તેઓ પ્રતિષ્ઠિત હિંદુ પરિવારના સભ્ય હતા. તેમણે હાઈસ્કૂલનો અભ્યાસ પેશાવર, ક્વેટા તથા…
વધુ વાંચો >સાતવાહન વંશ
સાતવાહન વંશ : પ્રાચીન સમયમાં ઈ. પૂ. 235થી ઈ. સ. 225 સુધી આંધ્રપ્રદેશમાં શાસન કરતા રાજાઓનો વંશ. ‘કથાસરિત્સાગર’, જિનપ્રભસૂરિ રચિત ‘પ્રતિષ્ઠાનપુરકલ્પ’ વગેરેમાં સાતવાહનોની ઉત્પત્તિની કથાઓ આપેલી છે. વૈદિક સાહિત્ય અને પુરાણોમાં આંધ્ર તરીકે તેમના ઉલ્લેખો મળે છે, જ્યારે શિલાલેખોમાં તેમનો ઉલ્લેખ ‘સાતવાહનો’ તરીકે થયો છે. તેઓ આંધ્રના સાતવાહનો કહેવાતા અને…
વધુ વાંચો >