ઇતિહાસ – ભારત
શાસ્ત્રી, નીલકંઠ કે. એ.
શાસ્ત્રી, નીલકંઠ કે. એ. (જ. 12 ઑગસ્ટ 1892, તિરૂનેલવેલી, તમિલનાડુ; અ. 15 જૂન 1975, ચેન્નાઈ) : દક્ષિણ ભારતના અગ્રણી ઇતિહાસકાર. તેઓ યુનિવર્સિટી ઑવ મદ્રાસના ઇતિહાસના તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ દક્ષિણ ભારતની ભાષાઓ જાણતા હતા અને અગ્નિ એશિયાના અભ્યાસ વાસ્તે તેમણે ડચ અને ફ્રેન્ચ ભાષા શીખી લીધી હતી. કેટલોક સમય તિરૂનેલવેલીમાં…
વધુ વાંચો >શાહ ઇસ્માઇલ શહીદ
શાહ ઇસ્માઇલ શહીદ (જ. ?; અ. ઈ.સ. 1505) : સોળમી સદીના મહત્વના મુસ્લિમ સંત. મુઘલકાલીન તવારીખકાર બદાઉનીએ તેમનો ઉલ્લેખ કરી તે સમયના મહત્વના સંત તરીકે નોંધ કરી છે. આમ છતાં સૈયદ મુહમ્મદ જૉનપુરીની વિચારધારા સાથે તેમને મતભેદ હોય કે કેમ, પણ તેમના મકબરાને શાહ ઇસ્માઇલે શાહ ધનેશના સહયોગથી નુકસાન કરવાનો…
વધુ વાંચો >શાહજહાં
શાહજહાં (જ. 15 જાન્યુઆરી 1592, લાહોર; અ. 22 જાન્યુઆરી 1666, આગ્રા) : શહેનશાહ જહાંગીરનો પુત્ર અને પાંચમો મુઘલ સમ્રાટ. તેનું મૂળ નામ ખુર્રમ હતું. તેની માતા મારવાડના નરેશ ઉદયસિંહની પુત્રી હતી. ખુર્રમ અકબરને બહુ પસંદ હતો. તેણે સૂફી વિદ્વાનો પાસે અભ્યાસ કર્યો હતો. તેને તીરંદાજી, પટ્ટાબાજી અને ઘોડેસવારીમાં વધુ રસ…
વધુ વાંચો >શાહજી
શાહજી (જ. 15 માર્ચ 1594; અ. 23 જાન્યુઆરી 1664) : છત્રપતિ શિવાજીના પિતા અને પુણેના જાગીરદાર. તેમનાં લગ્ન દેવગિરિના લુખજી જાધવની હોશિયાર પુત્રી જિજાબાઈ સાથે 1605માં થયાં હતાં. શિવાજીનો જન્મ 1627માં, જુન્નર પાસે આવેલા શિવનેરના કિલ્લામાં થયો હતો. શાહજીએ જિજાબાઈને છોડીને, સુપાના મોહિતે કુટુંબની તુકાબાઈ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં.…
વધુ વાંચો >શાહ, બારકુલ્લા ચિશ્તી
શાહ, બારકુલ્લા ચિશ્તી : દિલ્હીના નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય. તેમનું મોટાભાગનું જીવન અમદાવાદમાં પસાર થયું. તેમની દરગાહ દિલ્હી દરવાજાની બહાર પેન્ટર ગાર્ડન પાસે આવેલી છે. અમદાવાદના પ્રસિદ્ધ સંત શાહઆલમસાહેબનું ‘શાહઆલમ’ નામ તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. આ બાબત પર પ્રકાશ પાડતાં ‘મિરાતે અહમદી’ના કર્તા નોંધે છે કે, શાહઆલમસાહેબ એમના પિતાશ્રીની આજ્ઞા અનુસાર…
વધુ વાંચો >શાહી રાજ્ય
શાહી રાજ્ય : ઈ.સ.ની નવમી સદીના ઉત્તરાર્ધમાં, કાબુલની ખીણ અને ગંધાર પ્રદેશમાં કલ્લર નામના બ્રાહ્મણ મંત્રીએ સ્થાપેલું રાજ્ય. તુર્કી શાહી (અથવા શાહીય) વંશના રાજા લગતુરમાનને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, તેના બ્રાહ્મણ મંત્રી કલ્લરે હિંદુ શાહી રાજવંશ સ્થાપ્યો. કલ્હણે ‘રાજતરંગિણી’માં લલ્લિય શાહીનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કલ્લરને સમાન ગણી શકાય.…
વધુ વાંચો >શાહૂ
શાહૂ (જ. 1682 રાયગઢ, મહારાષ્ટ્ર; અ. 15 ડિસેમ્બર 1749, શાહુનગર, મહારાષ્ટ્ર) : સાતારાનો છત્રપતિ. તે શિવાજીના પુત્ર સંભાજી અને યેશુબાઈનો જ્યેષ્ઠ પુત્ર હતો. તે સાત વર્ષનો હતો ત્યારે મુઘલોએ રાયગઢ જીતી લીધું અને નવેમ્બર 1689માં શાહૂ અને તેની માતા યેશુબાઈને કેદ કરી ઔરંગઝેબ પાસે દિલ્હી લઈ જવામાં આવ્યાં. મુઘલ કારાવાસમાં…
વધુ વાંચો >શાહૂ-2
શાહૂ-2 (જ. ?; અ. 4 મે 1808, સાતારા, મહારાષ્ટ્ર) : સાતારાનો છત્રપતિ (ઈ.સ. 1777-1808). તારાબાઈએ છત્રપતિ રામરાજાને ધૂર્ત અને કપટી જાહેર કરીને કેદી તરીકે રાખ્યો હતો. રામરાજાએ તેના મૃત્યુ પહેલાં જેલમાં જ એક કિશોરને દત્તક લીધો, જે શાહૂ બીજા તરીકે સાતારાનો છત્રપતિ બન્યો. છત્રપતિ શાહૂ(1682-1749)ના અવસાન પછી મરાઠા સામ્રાજ્યની તમામ…
વધુ વાંચો >શાંકલ
શાંકલ : ભારતનું એક પ્રાચીન નગર. પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’માં તેનો ઉલ્લેખ કર્યો છે. તે નામ ‘શાંગલ’ નામના નગરને મળતું આવે છે અને ઍલેક્ઝાંડરે તેનો નાશ કર્યો હતો. પાણિનિ આ બનાવ બન્યો, તે પહેલાં થઈ ગયો હશે. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >શિમૂક
શિમૂક : દક્ષિણ હિંદની આંધ્ર જાતિના સાતવાહન રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજવી. કણ્વ વંશના છેલ્લા રાજવી સુશર્મનને હરાવીને શિમૂકે દક્ષિણ હિંદમાં પોતાના સાતવાહન કુળના રાજવંશની સ્થાપના ઈ. પૂ. 30માં કરી હતી. અભિલેખોમાં એનો ઉલ્લેખ ‘શિમૂક’ તરીકે, જ્યારે પુરાણોમાં એનો ઉલ્લેખ ‘શિશૂક’ ‘શિપ્રક’ અને ‘સિન્ધુક’ તરીકે થયેલો છે. નાનાઘાટ, નાસિક, સાંચી…
વધુ વાંચો >