ઇતિહાસ – ભારત

વિગ્રહરાજI, II, III, IV

વિગ્રહરાજ-I : રાજસ્થાનમાં જયપુર પાસે આવેલ શાકંભરી પ્રદેશના ચાહમાન વંશનો રાજા. આ વંશનો સ્થાપક વાસુદેવ હતો. તેનું પાટનગર શાકંભરી હતું. તે વંશમાં સામંત, પૂર્ણતલ્લ, જયરાજ અને વિગ્રહરાજ પ્રથમ  એક પછી એક રાજા થયા. વિગ્રહરાજનો વારસ અને પુત્ર ચન્દ્રરાજ આઠમી સદીની મધ્યમાં થઈ ગયો. ઈસવી આઠમી સદીના અંતભાગમાં દુર્લભરાજ પ્રથમ થયો.…

વધુ વાંચો >

વિજયનગરમ્ (Vizianagaram)

વિજયનગરમ્ (Vizianagaram) : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´થી 19° 15´ ઉ. અ. અને 83°થી 83° 45´ પૂ. રે. વચ્ચેનો 6,539 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં શ્રીકાકુલમ્ જિલ્લો, દક્ષિણ અને પશ્ચિમમાં વિશાખાપટનમ્ જિલ્લો, અગ્નિ…

વધુ વાંચો >

વિજયનગર સામ્રાજ્ય

વિજયનગર સામ્રાજ્ય ઈસુની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ ભારતમાં, માધવ વિદ્યારણ્ય નામના વિદ્વાન સંન્યાસીની પ્રેરણાથી, પરધર્મીઓની ધૂંસરીમાંથી દેશને મુક્ત કરવા, હરિહર અને બુક્ક નામના ભાઈઓએ સ્થાપેલું હિંદુ રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુક વતી ગુંદી પ્રદેશના વહીવટદાર હરિહરનો રાજ્યાભિષેક ઈ. સ. 1336માં કરી, તે જ દિવસે તુંગભદ્રા નદીને કિનારે તથા ગુંદી(હૈદરાબાદ રાજ્યમાં…

વધુ વાંચો >

વિજયપાલ (૧) (૨) (૩)

વિજયપાલ (1) : રાજસ્થાનના પ્રતીહાર વંશનો રાજા. પ્રતીહારોની રાજધાની કનોજમાં હતી. વિજયપાલ ઈ. સ. 960માં ક્ષિતિપાલના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ બેઠો. દસમી સદીમાં પ્રતીહાર સામ્રાજ્યનું વિઘટન થયું અને માત્ર કનોજ તથા તેની આસપાસનો પ્રદેશ તેની સત્તા હેઠળ રહ્યો હતો. તે સમયના પ્રતીહાર સમ્રાટોની વધુ માહિતી મળતી નથી. વિજયપાલ (2) : રાજપુતાનામાં…

વધુ વાંચો >

વિજયરાઘવાચારી, સી.

વિજયરાઘવાચારી, સી. (જ. 18 જૂન 1852, પોન વિલેઇન્ધ કાલાતુર, જિ. ચિંગલપુટ, તમિલનાડુ; અ. 19 એપ્રિલ 1944, સાલેમ) : 1920માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની નાગપુર બેઠકના અને 1931માં ઑલ ઇન્ડિયા હિંદુ મહાસભાની અકોલા બેઠકના પ્રમુખ. તેમનો જન્મ ધર્મચુસ્ત વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સદાગોપાચારી અને માતા કન્કાવલ્લી અમ્મલનાં બાર…

વધુ વાંચો >

વિજયાદિત્ય

વિજયાદિત્ય (શાસનકાળ ઈ. સ. 696-733) : ચાલુક્ય વંશનો રાજા અને વિનયાદિત્યનો પુત્ર. વિનયાદિત્યના અવસાન પછી તે ગાદીએ બેઠો. તે ‘સત્યાશ્રય’, ‘સમસ્તભુવનાશ્રય’ અને ‘શ્રીપૃથ્વીવલ્લભ’ ઉપરાંત તેના પિતા અને પિતામહના શાહી ખિતાબો ધરાવતો હતો. તેનો શાસનકાળ ઘણુંખરું શાંતિનો સમય હતો; પરંતુ પલ્લવો સાથે તેને સંઘર્ષ થયો હતો. તેમાં ઘણુંખરું તે આક્રમક હતો.…

વધુ વાંચો >

વિતસ્તા

વિતસ્તા : કાશ્મીરમાં અત્યારે ‘જેલમ’ તરીકે ઓળખાતી નદી. એ પ્રાચીન સમયમાં ‘વિતસ્તા’ તરીકે ઓળખાતી હતી. ગ્રીકોએ એનો ઉલ્લેખ ‘હાયડેસ્પીસ’ (Hydaspes) તરીકે અને ટૉલેમીએ એનો ઉલ્લેખ ‘બિડાસ્પેસ’ (Bidaspes) તરીકે કર્યો છે. એ પછી મુસ્લિમો એનો ઉચ્ચાર ‘બિહત’ અથવા ‘વિહત’ તરીકે કરતા હતા. ઋગ્વેદમાં પંજાબની જે પાંચ નદીઓનો ઉલ્લેખ છે તેમાં આ…

વધુ વાંચો >

વિદર્ભ

વિદર્ભ : હાલના મહારાષ્ટ્ર રાજ્યનો અગ્નિ (દક્ષિણ-પૂર્વ) ખૂણે આવેલો વરાડનો પ્રદેશ. ‘ઐતરેય બ્રાહ્મણ’ ગ્રંથમાં ત્યાંના રાજા ભીમના ઉલ્લેખને લીધે વિદર્ભ જાણીતું થયું. આધુનિક વરાડનો પ્રદેશ વિદર્ભ તરીકે ઓળખાતો હતો. ઉપનિષદોમાં વિદર્ભના ઋષિ ભાર્ગવનો ઉલ્લેખ અશ્વલાયન તથા વૈદર્ભી કૌન્ડિન્યના સમકાલીન તરીકે કરવામાં આવ્યો છે. હાલના અમરાવતી જિલ્લાના, ચંડુર તાલુકામાં, વર્ધા નદીના…

વધુ વાંચો >

વિદિશા

વિદિશા : મધ્યપ્રદેશના પશ્ચિમ-મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 20´થી 24° 15´ ઉ. અ. અને 77° 15´થી 78° 15´ પૂ. રે. વચ્ચેનો 7,371 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો ભોપાલ મહેસૂલ વિભાગમાં આવેલો છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ…

વધુ વાંચો >

વિદેહ

વિદેહ : ‘ઐતરેય બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે હિંદના પૂર્વીય પ્રદેશોમાં આવેલ રાજ્ય. એની સરહદ ‘સદાનીરા’ નદી (ગ્રીકોએ જેને ‘કોન્ડોચેટસ’ નદી તરીકે ઓળખાવી છે એ વર્તમાન ‘ગંડક’ નદી) સુધી હતી. પ્રાચીન વિદેહ રાજ્ય અર્વાચીન તિરહૂત પ્રદેશની જગ્યાએ આવેલું હતું. હાલના ઉત્તર બિહાર અને એની નજીકના વિસ્તારનો એમાં સમાવેશ થતો હતો. ‘મિથિલા’ (નેપાળની…

વધુ વાંચો >