ઇતિહાસ – ભારત

રાજ્યશ્રી

રાજ્યશ્રી (જ. આશરે ઈ. સ. 590) : થાણેશ્વરના રાજા પ્રભાકરવર્ધનની પુત્રી અને સમ્રાટ હર્ષની બહેન. તેનાં લગ્ન કનોજના મૌખરિવંશના શાસક ગ્રહવર્મા સાથે થયેલાં. લગ્નસમયે તે માત્ર 12-13 વર્ષની હતી તો ગ્રહવર્મા આધેડ વયના હતા. સ્પષ્ટતયા આ એક રાજકીય લગ્ન-સંબંધ હતો. આનાથી થાણેશ્વર અને કનોજ વચ્ચે મૈત્રી સ્થપાઈ. ભારતનાં આ બંને…

વધુ વાંચો >

રાઠોડ

રાઠોડ : રાજસ્થાન તથા ગુજરાતમાં એક કાળે શાસન કરનાર રાજવંશ. રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેર રાજ્યમાં રાઠોડ રાજવંશનું શાસન હતું. આ રાઠોડ રાજાઓના પૂર્વજો ‘રઠડ’, ‘રઠૌડ’ અથવા ‘રાઠૌડ’ તરીકે ઓળખાતા હતા. મારવાડના રાઠોડ રાજવંશનો પૂર્વજ સીહ પોતાને ‘રઠડ’ તરીકે ઓળખાવતો હતો. એનું મૃત્યુ ઈ. સ. 1273માં થયું. એ પછી એના…

વધુ વાંચો >

રાઠોડ, દુર્ગાદાસ

રાઠોડ, દુર્ગાદાસ (જ. 13 ઑગસ્ટ 1638; અ. 22 નવેમ્બર 1718, રામપુર) : દક્ષ સેનાપતિ, દૂરદર્શી રાજનીતિજ્ઞ તથા નિષ્ઠાવાન રાજભક્ત. તે મારવાડના રાજા જશવંતસિંહના મંત્રી અશકરણનો પુત્ર હતો. વાયવ્ય (ઉત્તર–પશ્ચિમ) સરહદ પર 1678માં જમરૂદ મુકામે જશવંતસિંહનું મૃત્યુ થયું, ત્યારે કૂટનીતિજ્ઞ મુઘલ બાદશાહ ઔરંગઝેબે મારવાડ કબજે કરવા વાસ્તે તેના બાળપુત્ર અજિતસિંહને દિલ્હીમાં…

વધુ વાંચો >

રાણા, સરદારસિંહ

રાણા, સરદારસિંહ (જ. 1870, કંથારિયા, લીંબડી; અ. ડિસેમ્બર 1955, પૅરિસ, ફ્રાન્સ) : વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે ઝૂઝનાર ગુજરાતી ક્રાંતિકાર. તેમના પિતા રેવાભાઈ રાણા તત્કાલીન લીંબડી દેશી રાજ્યના ભાયાત હતા. સરદારસિંહે પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને સારંગપુરમાં તથા માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું. તેઓ મૅટ્રિકની પરીક્ષા 1891માં પાસ કરીને મુંબઈની એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

રાણી ચન્નમ્મા

રાણી ચન્નમ્મા (જ. 1778; અ. 21 ફેબ્રુઆરી 1829, બૈલહોંગલ કિલ્લો) : અંગ્રેજો સામે સ્વતંત્રતા વાસ્તે વીરતાથી લડનાર બેલગામ જિલ્લાના કિત્તૂર રાજ્યની રાણી. તેણે ધનુર્વિદ્યા, તલવારબાજી, ઘોડેસવારી તથા રાજવહીવટનું શિક્ષણ મેળવ્યું હતું. રાણી ચન્નમ્માનું લગ્ન બેલગામ જિલ્લાના એક નાના રાજ્ય કિત્તૂરના રાજા મલ્લસર્જા સાથે થયું હતું. તે એક પતિવ્રતા સ્ત્રી હતી.…

વધુ વાંચો >

રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 :

રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 : ઇંગ્લૅન્ડના તાજની ભારત માટેની નીતિવિષયક જાહેરાત. 1857ના વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઇંગ્લૅન્ડના તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો અને લૉર્ડ કૅનિંગ ભારતના પ્રથમ વાઇસરૉય અને ગવર્નર-જનરલ બન્યા. વાઇસરૉય લૉર્ડ કૅનિંગે 1 નવેમ્બર, 1858ના રોજ ભારતના રાજાઓનો અલ્લાહાબાદ મુકામે દરબાર ભર્યો અને તેમાં રાણી વિક્ટોરિયાનો…

વધુ વાંચો >

રામગુપ્ત

રામગુપ્ત (ઈ. સ.ની ચોથી સદી) : ગુપ્ત વંશના સમ્રાટ સમુદ્રગુપ્તનો વારસદાર અને જ્યેષ્ઠ પુત્ર. સમ્રાટ સમુદ્રગુપ્તનું શાસન ઈ. સ. 375માં પૂરું થયું, ત્યારબાદ ગુપ્ત વંશાવળી અનુસાર ચંદ્રગુપ્ત બીજો ગાદીએ બેઠો; પરંતુ કેટલાક વિદ્વાનોના મતાનુસાર સમુદ્રગુપ્ત પછી રામગુપ્તે પાંચ વર્ષ રાજ્ય કર્યું હતું અને ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો સમ્રાટ બન્યો. વિશાખદત્તે ‘देवीच-द्रगुप्तम्’…

વધુ વાંચો >

રામપાલ

રામપાલ (શાસનકાળ : ઈ. સ. 1077-1120) : બંગાળ(ગૌડ)ના પાલ વંશનો રાજા અને વિગ્રહપાલ ત્રીજાનો પુત્ર. વિગ્રહપાલ ત્રીજાના અવસાન બાદ મહીપાલ બીજો ગાદીએ બેઠો અને પોતાના ભાઈઓ સુરપાલ અને રામપાલને વિરોધી માની લઈને કેદમાં પૂર્યા; પરંતુ સામંતોનો બળવો દબાવવા ગયેલ મહીપાલ પોતે મરણ પામ્યો. આ તકનો લાભ લઈને બંને ભાઈઓ જેલમાંથી…

વધુ વાંચો >

રામરાજા (રામરાય)

રામરાજા (રામરાય) (1530-65) : કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્યના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવનાર શાસક અને કૃષ્ણદેવરાયનો જમાઈ. કૃષ્ણદેવરાયે વારસ તરીકે પોતાના સગીર પુત્રને બદલે, પોતાના સાવકા ભાઈ અચ્યુતને પસંદ કર્યો હતો, અને તે ગાદીએ બેઠો; પરન્તુ રામરાજાએ કૃષ્ણદેવરાયના સગીર પુત્રને સમ્રાટ જાહેર કરીને તેના નામે રાજ્ય કરવા માંડ્યું. તેથી રામરાજાને…

વધુ વાંચો >

રામશાસ્ત્રી

રામશાસ્ત્રી (જ. 1720, માહુલી, જિ. સાતારા; અ. 25 ઑક્ટોબર 1769, પુણે) : મહારાષ્ટ્રમાં પેશવાઓના શાસનકાળ દરમિયાન થઈ ગયેલા નીડર અને બાહોશ ન્યાયાધીશ. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતાનું નામ વિશ્વનાથ, માતાનું નામ પાર્વતીબાઈ અને અટક પ્રભુણે. બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી. થોડાક સમય માટે કાકાએ ભરણપોષણ કર્યું, પરંતુ ઉંમર વધવા છતાં દ્રવ્ય-ઉપાર્જન…

વધુ વાંચો >