ઇતિહાસ – ભારત
માળવા
માળવા : ભારતના મધ્યભાગમાં આવેલ નર્મદાની ઘાટી સુધીનો ઐતિહાસિક પ્રદેશ. તેની રાજકીય સરહદો વખતોવખત બદલાતી રહી છે; પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરાઓના આધારે તેની સરહદો નિશ્ચિત થયેલી છે. પૂર્વમાં ચંદેરી, વિદિશા, ભોપાલ અને હોશાંગાબાદનો માળવામાં સમાવેશ થાય છે. પશ્ચિમમાં માળવા અને ગુજરાતની સરહદો દોહદ નગરથી અલગ પડે છે. તેની ઉત્તરે…
વધુ વાંચો >માંડવ્યપુર (મંડોર)
માંડવ્યપુર (મંડોર) : ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગૂર્જર રાજા રજ્જિલનું પાટનગર. તે રાજપૂતાનામાં જોધપુરથી ઉત્તરમાં આશરે 9 કિમી. દૂર આવેલું હતું. તે મંડોર નામથી પણ ઓળખાતું હતું. છઠ્ઠી સદીના મધ્યમાં હરિશ્ચન્દ્ર નામના બ્રાહ્મણ રાજાએ ગૂર્જર રાજ્ય સ્થાપ્યું હતું. તેને ચાર પુત્રો હતા. તેમણે માંડવ્યપુર (મંડોર) જીતીને તેને કિલ્લેબંધી કરી હતી.…
વધુ વાંચો >માંડુ (માંડવગઢ)
માંડુ (માંડવગઢ) : પંદરમી સદીમાં માળવાના સુલતાનોનું પાટનગર. માળવાના સુલતાન હૂશંગશાહ(ઈ. સ. 1405–1435)ને બાંધકામનો ઘણો શોખ હતો. તેણે માંડુનો કિલ્લો એવો મજબૂત બંધાવ્યો હતો કે તે ભારતના અજેય કિલ્લાઓમાંનો એક લેખાયો હતો. તેણે માંડુને ભવ્ય અને શાનદાર નગર બનાવ્યું હતું. તેણે તેને પાટનગર બનાવ્યું અને પોતાનો દરબાર ત્યાં ખસેડ્યો હતો.…
વધુ વાંચો >માંડ્યા
માંડ્યા : કર્ણાટક રાજ્યના દક્ષિણ વિભાગના મધ્ય પટ્ટામાં આવેલો જિલ્લો. તે 12° 13´થી 13° 04´ ઉ. અ. અને 76° 19´થી 77° 20´ પૂ. રે. વચ્ચેનો 4,961 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં તુમકુર, પૂર્વમાં બૅંગાલુરુ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં ચામરાજનગર, મૈસૂર તથા પશ્ચિમ અને વાયવ્યમાં હસન જિલ્લાઓ…
વધુ વાંચો >મિઝોરમ
મિઝોરમ : ભારતની ઈશાન દિશામાં ઈ. સ. 1987થી અસ્તિત્વમાં આવેલું 23મું રાજ્ય. સ્થાનિક ભાષામાં ‘મિઝો’ શબ્દનો અર્થ ‘ડુંગરવાસીઓ’ (highlanders) તેમજ આ રાજ્યના નામનો અર્થ ‘ડુંગરવાસીઓનો પ્રદેશ’ એવો થાય છે. તેની રાજધાની ઐઝવાલ છે. તે પૂર્વમાં અને દક્ષિણમાં મ્યાનમાર (બર્મા) તેમજ પશ્ચિમમાં બાંગ્લાદેશ વચ્ચે વિસ્તરેલું છે, તેથી વ્યૂહાત્મક ર્દષ્ટિએ તેનું સ્થાન…
વધુ વાંચો >મિત્રદત્ત બીજો
મિત્રદત્ત બીજો (શાસનકાળ – ઈ. સ. પૂ. 123–88) : પૂર્વ ઈરાનનો પહલવ (પાર્થિયન) જાતિનો સમ્રાટ. પહલવ સમ્રાટ મિત્રદત્ત બીજા(Mithradates II)એ શકોને પાર્થિયામાંથી હાંકી કાઢ્યા તે ઘણી મોટી સિદ્ધિ ગણાય છે. તેના સિક્કા પરથી જાણવા મળે છે કે તેણે ‘ગ્રેટ કિંગ ઑવ્ કિંગ્ઝ’(મહારાજાધિરાજ)નો ખિતાબ ધારણ કર્યો હતો. શક-પહલવોએ પ્રથમ ઈરાનમાં અને…
વધુ વાંચો >મિથિલા
મિથિલા : રાજા જનકના વિદેહ જનપદની રાજધાની. અધ્યાત્મજ્ઞાન માટે સુપ્રસિદ્ધ રાજા જનક વૈદેહી વિદેહ જનપદ પર રાજ્ય કરતા હતા. આ જનપદ લગભગ ઉત્તર બિહારમાંના હાલના તિરહુતના સ્થાનમાં આવેલું હતું. એનો ઉલ્લેખ વેદસંહિતાઓમાં ઉપલબ્ધ નથી, પરંતુ જાતક-કથાઓમાં તથા રામાયણ-મહાભારતમાં એના વારંવાર નિર્દેશ આવ્યા કરે છે. પ્રાચીન મિથિલા નગરીને હાલના જનકપુર તરીકે…
વધુ વાંચો >મિદનાપુર
મિદનાપુર : જુઓ મેદિનીપુર.
વધુ વાંચો >મિન્ટો, ગિલ્બર્ટ એલિયટ (લૉર્ડ)
મિન્ટો, ગિલ્બર્ટ એલિયટ (લૉર્ડ) (જ. 9 જુલાઈ 1845, લંડન; અ. 1 માર્ચ 1914, રૉક્સબર્ગ, સ્કૉટલૅન્ડ) : ભારતનો પૂર્વ ગવર્નર જનરલ અને વાઇસરૉય. કેમ્બ્રિજની ઈટન કૉલેજ અને ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધા પછી ત્રણ વર્ષ માટે સ્કૉટલૅન્ડના રક્ષકદળમાં જોડાયો. એણે ઘોડેસવારીની તાલીમ લીધી. એ પછી સ્પેન અને તુર્કસ્તાનમાં રહી એણે વર્તમાનપત્રોના ખબરપત્રી…
વધુ વાંચો >મિન્હાજ સિરાજ જૂઝજાની
મિન્હાજ સિરાજ જૂઝજાની (જ. 1193, ફીરુઝકૂહ, અફઘાનિસ્તાન; અ. 1267) : પ્રખ્યાત ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘તબકાત-ઇ-નાસિરી’ના લેખક, કવિ તથા સંતપુરુષ. મૌલાના મિન્હાજુદ્દીન બિન સિરાજુદ્દીન દિલ્હી સલ્તનતના શરૂઆતના ગુલામવંશના રાજ્યકાળ(1206–1290)ના એકમાત્ર ઇતિહાસકાર છે. તેમનો ઇતિહાસગ્રંથ તે સમયની વિગતવાર રાજકીય ભૂમિકા પૂરી પાડે છે. ધાર્મિક પવિત્રતા તથા વિદ્યા માટે પ્રખ્યાત એવા તેમના ખાનદાનનો સંબંધ…
વધુ વાંચો >