ઇતિહાસ – ભારત

પ્રસેનજિત રાજા

પ્રસેનજિત રાજા : ઉત્તર ભારતની મધ્યમાં ઈ.પૂ. છઠ્ઠી સદીમાં થઈ ગયેલ કોશલનો રાજા. કોશલ પ્રસિદ્ધ અને શક્તિશાળી રાજ્ય હતું. કોશલના રાજા મહાકોશલનો પુત્ર પ્રસેનજિત એક વીર, વિદ્વાન અને યોગ્ય રાજા હતો. પ્રસેનજિતે તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું. તે પિતાની જેમ પ્રતાપી હતો; તેને ‘પાંચરાજાઓના દળનો પ્રધાન’ કહેવામાં આવ્યો છે. એણે…

વધુ વાંચો >

પ્રહલાદનદેવ

પ્રહલાદનદેવ (ઈ. સ. 1163થી 1219) : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આબુ પ્રદેશના પરમાર વંશના રાજા યશોધવલનો પુત્ર તથા રાજા ધારાવર્ષનો અનુજ. તેની રાજધાની ચંદ્રાવતી નગરી હતી. તેના વડીલ બંધુ ધારાવર્ષ પિતાના અવસાન બાદ રાજા બન્યા, ત્યારે પ્રહલાદન અનુજ હોવાથી યુવરાજ બન્યો. ધારાવર્ષની હયાતીમાં તેનું નિધન થવાથી તે કદી…

વધુ વાંચો >

પ્રાગજ્યોતિષપુર

પ્રાગજ્યોતિષપુર : પૌરાણિક/પ્રાચીન કાળના કામરૂપ (આસામ) રાજ્યનું પાટનગર. જ્યોતિષશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનના કેન્દ્ર તરીકે તે વિકાસ પામેલું હોવાથી તેને આ નામ મળ્યું હોય એવી માન્યતા પ્રવર્તે છે. જ્યોતિષશાસ્ત્રના અઠંગ વિદ્વાનો ગણાતા શાકદ્વીપી બ્રાહ્મણોએ કાયમી વસવાટ માટે ભારતના ઈશાન પ્રદેશના જે નગરની પસંદગી કરી હતી તે નગરને તે કારણસર પ્રાગજ્યોતિષપુર નામ અપાયું હોય…

વધુ વાંચો >

પ્લાસીની લડાઈ (1757)

પ્લાસીની લડાઈ (1757) : બંગાળના નવાબ અને અંગ્રેજો વચ્ચે થયેલ નિર્ણાયક લડાઈ. 1756માં અલીવર્દીખાનના અવસાન પછી તેનો દૌહિત્ર સિરાજ-ઉદ્-દૌલા (સિરાજુદ્દૌલા) ગાદીએ આવ્યો. અંગ્રેજો બંગાળમાં વેપારી લાભો માટે પ્રયત્ન કરી રહ્યા હતા તેમને જે થોડા વેપારી લાભો આપવામાં આવ્યા હતા તેનો તેઓ દુરુપયોગ કરતા હતા. તેથી અલીવર્દીખાને તેમની વસાહતની આસપાસ કિલ્લેબંધી…

વધુ વાંચો >

ફખ્રે મુદબ્બિર

ફખ્રે મુદબ્બિર : દિલ્હી સલતનત યુગના ખ્યાતનામ વિદ્વાન. તેમનું નામ મુહમ્મદ બિન મનસૂર બિન સઈદ બિન અબી ફરાહ હતું. તેમનું બિરુદ મુબારકશાહ હતું, પરંતુ તે ફખ્રે મુદબ્બિરથી વધુ જાણીતા છે. તેમના પિતા મૌલાના અબુલ હસન મનસૂર ગઝનીના પ્રખ્યાત વિદ્વાન હતા. ગઝની અને લાહોરના મોટાભાગના વિદ્વાનો એમના શિષ્ય હતા. પિતાશ્રીની વંશાવલી…

વધુ વાંચો >

ફડકે, વાસુદેવ બળવંત

ફડકે, વાસુદેવ બળવંત (જ. 4 નવેમ્બર 1845, શિરધોન, જિ. કોલાબા; અ. 17 ફેબ્રુઆરી 1883, એડન) : અર્વાચીન ભારતના પ્રથમ ક્રાંતિકાર. મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. કોંકણના રત્નાગિરિ જિલ્લાના કેલશી ગામનું તેમનું કુટુંબ સોળમી સદીમાં કોલાબા જિલ્લાના શિરધોન ગામે આવીને વસ્યું હતું. વાસુદેવના દાદા અનંતરાવ પેશવાઓના સમયમાં કર્નાલાના કિલ્લાના કિલ્લેદાર હતા…

વધુ વાંચો >

ફતાવા–એ–આલમગીરી

ફતાવા–એ–આલમગીરી : મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાનો સંગ્રહ. મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર(1658–1707)ના રાજ્યકાળ દરમિયાન તૈયાર થયેલો ઇસ્લામ ધર્મ-સંબંધી, મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાઓનો સંગ્રહ. અરબીમાં ‘ફતાવા’ શબ્દ બહુવચનમાં છે. એનું એકવચન ‘ફત્વા’ છે. કોઈ પણ ધાર્મિક પ્રશ્નની બાબતમાં મુસ્લિમ ધર્મગુરુ (મુફતી) કુરાન તથા હદીસને અનુસરીને જે ચુકાદા આપે તે ‘ફત્વા’ કહેવાય છે. આ એક…

વધુ વાંચો >

ફરાઇદી ચળવળ

ફરાઇદી ચળવળ : બંગાળમાં અંગ્રેજોના શાસન વિરુદ્ધની સ્થાનિક ચળવળ. જોકે એનો મૂળ ઉદ્દેશ ઇસ્લામનું શુદ્ધીકરણ અને મુસ્લિમોના પુનરુદ્ધારનો હતો. આ ચળવળ ફરીદપુરના હાજી શરીઅતુલ્લાહે શરૂ કરી હતી. તેમણે જાહેર કરેલું કે હિંદ જ્યારથી બ્રિટિશ હકુમત નીચે આવ્યું છે ત્યારથી તે ‘દારુલહર્બ’ (મરુભૂમિ) બની ગયું છે. તેમણે પોતાના મુરિદો પાસે પ્રતિજ્ઞાપૂર્વક…

વધુ વાંચો >

ફારૂકી, ઝહીરુદ્દીન

ફારૂકી, ઝહીરુદ્દીન : ઔરંગઝેબના સમયના ઇતિહાસકાર. ઝહીરુદ્દીન તેમના ફારૂકી અંગ્રેજી પુસ્તક ‘Aurangzeb and His Times’ને કારણે દેશવ્યાપી ખ્યાતિ પામ્યા છે. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્નાતક અને બૅરિસ્ટર ઍટ લૉ હતા. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર તથા તેના સમયના હિન્દુસ્તાનના ઇતિહાસના અભ્યાસને નવો ર્દષ્ટિકોણ આપ્યો છે. એક તરફ તેમણે જમીનની આનાવારી…

વધુ વાંચો >

ફુતૂહાતે આલમગીરી

ફુતૂહાતે આલમગીરી : મુઘલ શહેનશાહ ઔરંગઝેબ આલમગીરના   સમયમાં જોધપુરના વીર દુર્ગાદાસ રાઠોડ સાથેનાં યુદ્ધોના ઇતિહાસનું વર્ણન કરતો ગ્રંથ. અણહિલવાડ પાટણનો નાગર ગૃહસ્થ ઈશ્વરદાસ એક કુશળ વહીવટદાર, મુત્સદ્દી અને વિદ્વાન હતો. તે ઔરંગઝેબની નોકરીમાં હતો. મુઘલ સમયમાં ગુજરાતી હિંદુઓમાં નાગરો સરકારી નોકરીમાં મહત્વના અધિકારીઓ હતા. તે સમયે ફારસી રાજભાષા હોવાથી તેઓ…

વધુ વાંચો >