ઇતિહાસ – ભારત
કૃષ્ણદેવરાય
કૃષ્ણદેવરાય (જ. 17 જાન્યુઆરી 1471, વિજયનગર, હાલનું હમ્પી, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1529, વિજયનગર, હાલનું હમ્પી, કર્ણાટક) : સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન વિજયનગરમાં થયેલ મહાપ્રતાપી રાજા. વીર નરસિંહદેવરાયના સાવકા ભાઈ કે પુત્ર કૃષ્ણદેવરાય 8 ઑગસ્ટ 1509ના રોજ વિજયનગરની ગાદીએ આવ્યા. તેમણે 1510માં બિજાપુરના આદિલશાહ અને બીદરના સંયુક્ત લશ્કરને હાર આપી.…
વધુ વાંચો >કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા
કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા : ભારતના ઇતિહાસ વિશે કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રગટ કરવામાં આવેલી ગ્રંથશ્રેણી. ભારતના ઇતિહાસના લેખનના પ્રયાસોને નિશ્ચિત સ્વરૂપ આપવા કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસે ભારતના પ્રાચીનથી આધુનિક સમય સુધીના ઇતિહાસનું આલેખન કરાવવા છ ગ્રંથોની શ્રેણીનું આયોજન તેની અન્ય ગ્રંથમાળાની પદ્ધતિ પ્રમાણે કર્યું. પરિણામરૂપે ઈ. જે. રેપ્સન સંપાદિત પ્રથમ ગ્રંથ…
વધુ વાંચો >કેરળ
કેરળ ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કાંઠા પર આવેલું દક્ષિણ ભારતનું રાજ્ય. તે 9o 15′ ઉત્તરથી 12o 53′ ઉત્તર અક્ષાંશ અને 74o 46′ પૂર્વથી 77o 15′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના ઈશાનમાં કર્ણાટક, પૂર્વ અને અગ્નિમાં તામિલનાડુ તથા પશ્ચિમે અરબી સમુદ્ર છે. તેનો કુલ વિસ્તાર 38,863 ચોકિમી. છે. તેની દક્ષિણ-ઉત્તર…
વધુ વાંચો >કેળકર – લક્ષ્મીબાઈ ‘મૌસીજી’
કેળકર, લક્ષ્મીબાઈ ‘મૌસીજી’ (જ. 6 જુલાઈ 1905, સાતારા, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1978, નાગપુર) : અગ્રણી સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રસેવિકા સમિતિનાં સંસ્થાપક. મૂળ નામ કમલ દાતે. પિતા ભાસ્કરરાવ કેન્દ્ર સરકારના નાગપુર ખાતેના એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં નોકરી કરતા હતા. માતાનું નામ યશોદાબાઈ. વતન સાતારા જિલ્લાનું બાવદાન ગામ. તેમના દાદા રામચંદ્ર…
વધુ વાંચો >કોચાનેક – સ્ટેન્લી એ.
કોચાનેક, સ્ટેન્લી એ. (જ. ?; અ. ?) : ભારતના કૉંગ્રેસ પક્ષ ઉપર પીએચ.ડી.નો મહાનિબંધ લખીને ખ્યાતનામ થયેલા અમેરિકાના રાજ્યશાસ્ત્રી. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તે પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા; હાલ પણ તે ત્યાં જ કામ કરે છે. દક્ષિણ એશિયાના અભ્યાસક્ષેત્રના નિષ્ણાત તરીકે તેમણે આ વિસ્તારના રાજકીય વિકાસનો અભ્યાસ…
વધુ વાંચો >કોચી
કોચી : ભારતના પશ્ચિમ કિનારે એર્નાકુલમ્ જિલ્લામાં અરબી સમુદ્ર ઉપર આવેલું કેરળનું પ્રમુખ બંદર. તે 9o 58′ ઉ. અ. અને 76o 14′ પૂ. રે. ઉપર મુંબઈથી દક્ષિણે 930 કિમી. અને કન્યાકુમારીથી ઉત્તરે 320 કિમી. દૂર આવેલું છે. 1930થી આ બંદરના વિકાસનો પ્રારંભ થયો હતો અને 1936માં તેને પ્રમુખ બંદર તરીકે…
વધુ વાંચો >કૉર્નવૉલિસ માર્ક્વિસ ઑવ્
કૉર્નવૉલિસ, માર્ક્વિસ ઑવ્ (જ. 31 ડિસેમ્બર 1738, મે ફેર, લંડન; અ. 5 ઑક્ટોબર 1805, ગાઝિયાબાદ) : અંગ્રેજ સેનાપતિ અને ભારતના ગવર્નર-જનરલ. ઇટન અને ક્લેર કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ. 1756માં લશ્કરમાં જોડાયા. લેફ્ટેનન્ટ કર્નલ તરીકે 1758થી 1762 દરમિયાન જર્મનીમાં રહી સપ્તવાર્ષિક યુદ્ધમાં ભાગ લીધો. 1775માં મેજર જનરલ બન્યા. 1776માં અમેરિકામાં (U.S.) સરસેનાપતિ…
વધુ વાંચો >કોલાર
કોલાર : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે. 13° 08′ ઉ.અ. અને 78° 08′ પૂ.રે. 8,223 ચોકિમી. વિસ્તાર છે. આ જિલ્લાની પશ્ચિમ તરફ બેંગલોર અને તુમ્કુર જિલ્લા આવેલા છે, જ્યારે બાકીની બધી સીમા આંધ્રપ્રદેશ અને તામિલનાડુ રાજ્યોથી ઘેરાયેલી છે; ઉત્તર અને પૂર્વ તરફ અનુક્રમે આંધ્ર પ્રદેશના અનંતપુર…
વધુ વાંચો >કોશ(-સ)લ
કોશ(-સ)લ : કોશલ કે કોસલ જાતિના લોકોના વસવાટનો પ્રદેશ. ‘કોસલ’ અને ‘વિદેહ’ એ નજીક નજીકના દેશ હતા; એ બંને વચ્ચેની સીમાએ ‘સદાનીરા’ નદી આવી હતી. શતપથ બ્રાહ્મણ કોસલના 52 આટ્ણાર હૈરણ્યનાભ નામના રાજાનો નિર્દેશ થયેલો છે. આ કોસલોનો પ્રદેશ તે ‘કોસલ’ કે ‘કોશલ’. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં ઉત્તર કોસલ અને…
વધુ વાંચો >કોસંબી દામોદર ધર્માનંદ
કોસંબી, દામોદર ધર્માનંદ (જ. 31 જુલાઈ 1907, કોસબેન, ગોવા; અ. 29 જૂન 1966, પુણે) : પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાપંડિત અને ગણિતજ્ઞ. પ્રા. ધર્માનંદ કોસંબીના પુત્ર. નાનપણમાં જ તે પિતાની સાથે અમેરિકા ગયા અને ત્યાંની હાર્વર્ડ યુનિ.ની પદવી મેળવી (1929). વિદ્યાર્થી અવસ્થામાં પ્રક્ષેપણશાસ્ત્ર(ballistics)માં રસ પડ્યો અને તેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ગણિતમાં 1934માં…
વધુ વાંચો >