ઇતિહાસ – ભારત
ઉગ્રસેન (1)
ઉગ્રસેન (1) : પૌરાણિક સમયના મથુરાના યદુવંશી રાજા. તેઓ આહુકના પુત્ર હતા. તેમના કંસ ઇત્યાદિ નવ પુત્રોનાં તથા પાંચ પુત્રીઓનાં નામ પુરાણોમાં જણાવેલાં છે. વૃષ્ણિકુળના વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. ઉગ્રસેનને તેના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. યાદવકુળના વડીલો કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ.…
વધુ વાંચો >ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ)
ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ) (ઈ.પૂ. છઠ્ઠી કે પાંચમી સદી) : નંદ વંશનો સ્થાપક. મહાપદ્મ કે અગ્રમ્મીસ (= ઔગ્ર સેન્ય) તરીકે ઓળખાતો. તે વાળંદ જ્ઞાતિનો હતો. એક મત મુજબ તેને 8 પુત્રો હતા. 9 ભાઈઓમાં તે સૌથી મોટો હતો, એમ ઉલ્લેખ મળે છે. તેણે ઐક્ષ્વાકુઓ, પાંચાલો, કાશીઓ, હૈહયો, કલિંગો, અશ્મકો, કુરુઓ,…
વધુ વાંચો >ઉજ્જૈન
ઉજ્જૈન : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને પ્રાચીન ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 23o 11′ ઉ. અ. અને 75o 46′ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઉત્તરે રતલામ અને શાજાપુર (Shajapur), અગ્નિદિશાએ દેવાસ, દક્ષિણે ઇંદોર અને નૈર્ઋત્યે ધાર જિલ્લો આવેલો છે. આ જિલ્લો માળવાના ઉચ્ચપ્રદેશમાં આવેલો હોવાથી તે અસમતળ…
વધુ વાંચો >ઉત્કલ
ઉત્કલ : જુઓ ઓરિસા.
વધુ વાંચો >ઉત્તરકાલીન ગુપ્ત વંશ
ઉત્તરકાલીન ગુપ્ત વંશ : છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં મગધમાં સત્તા પર આવેલો રાજવંશ. મગધમાં ગુપ્ત વંશના સમ્રાટોની સત્તાનો હ્રાસ થયો ત્યારે ત્યાં એક અન્ય ગુપ્તકુલની સત્તા પ્રવર્તી. આ ઉત્તરકાલીન ગુપ્ત વંશના પહેલા ત્રણ રાજા – કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત અને જીવિતગુપ્ત છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયા. જીવિતગુપ્તના પુત્ર કુમારગુપ્તે મૌખરિ રાજા ઈશાનવર્માને પરાજિત કર્યો.…
વધુ વાંચો >ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશ વસ્તીની ર્દષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્વનું રાજ્ય. તે 23o 52’થી 30o 19´ ઉ. અ. અને 77o 10’થી 89o 39′ પૂ. રે. વચ્ચેનો 2,43,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમે…
વધુ વાંચો >ઉત્તરાપથ
ઉત્તરાપથ : વિંધ્યથી ઉત્તરે હિમાલય સુધીનો સમગ્ર ઉત્તર ભારતનો પ્રદેશ. કાવ્યમીમાંસા પ્રમાણે પૃથુદક(આધુનિક પેહોઆ, થાણેશ્વરથી પશ્ચિમે લગભગ 22.44 કિમી.)થી પશ્ચિમે આવેલો પ્રદેશ. બ્રાહ્મણ કે બૌદ્ધ સાહિત્યમાં આ પ્રદેશની સરહદો દર્શાવવામાં આવી નથી. છતાં એક પરંપરા પ્રમાણે ઉત્તરાપથ કે ઉત્તર હિંદમાંના સમગ્ર સિંધુખીણના વિસ્તારનો તેમાં સમાવેશ થતો. ધર્મસૂત્રો પ્રમાણે જ્યાં સરસ્વતી…
વધુ વાંચો >ઉદયન
ઉદયન : વત્સ દેશનો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. એ ભરત જાતિના કુરુકુલના રાજા શતાનીકનો પુત્ર હતો. એને અવંતિના રાજા પ્રદ્યોત સાથે શત્રુતા હતી. પરંતુ પ્રદ્યોતે વીણાવાદન દ્વારા ઉન્મત્ત ગજને વશ કરવાના નિમિત્તે કૃત્રિમ ગજનું ષડ્યંત્ર રચી એને કેદ કર્યો ને પોતાની કુંવરી વાસવદત્તાને એની પાસે સંગીત શીખવા મૂકી. વત્સરાજ ઉદયન અને…
વધુ વાંચો >ઉદયન મંત્રી (11મી-12મી સદી)
ઉદયન મંત્રી (11મી-12મી સદી) : સિદ્ધરાજ જયસિંહનો એક મંત્રી. મરુમંડલ(મારવાડ)નો આ શ્રીમાલી વણિક અર્થોપાર્જન માટે કર્ણાવતી આવ્યો ને લાછિ નામે છીપણના સહકારથી ત્યાં વસી સંપત્તિવાન થયો. સમય જતાં એ સિદ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં પ્રવેશ પામ્યો ને ઉદયન મંત્રી તરીકે ઓળખાયો. એ ખંભાતનો સ્થાનિક અધિકારી લાગે છે. ત્યાં એણે રાજપુત્ર કુમારપાલને આશ્રય…
વધુ વાંચો >ઉદયપુર
ઉદયપુર : ભારતની ભૂતપૂર્વ મેવાડ રિયાસતનું પાટનગર તથા ભારતના વર્તમાન રાજ્ય રાજસ્થાનના એક જિલ્લાનું મથક. 1568માં મુઘલ સમ્રાટ અકબરે મેવાડની મૂળ રાજધાની ચિતોડગઢ પર કબજો કર્યા પછી મહારાણા ઉદયસિંહે પિછોલા તળાવને કિનારે અરવલ્લી પર્વતમાળાની મધ્યમાં આ નગર વસાવ્યું અને તેને પોતાની રિયાસતની નવી રાજધાની બનાવ્યું. દરિયાની સપાટીથી તે 762 મીટરની…
વધુ વાંચો >