ઇતિહાસ – જગત

એઉથિદિત પહેલો

એઉથિદિત પહેલો (યુથીડેમસ) : બાહલિક (બૅક્ટ્રિયા) દેશના યવનકુળનો રાજા. તે મૂળ આયોનિયા (એશિયા માઇનોર – હાલનું તુર્કસ્તાન) દેશનો વતની હતો અને બાહોશીથી સંભવત: કોઈ પડોશી રાજ્યનો સત્રપ (રાજ્યપાલ કે સૂબો) બન્યો હતો. ધીમે ધીમે બાહલિક દેશ કબજે કરી તે તેનો શાસક બન્યો. તેના પાટનગર બૅક્ટ્રા (બલ્ખ) ઉપર ઈ. પૂ. 208માં…

વધુ વાંચો >

એકિલીઝ

એકિલીઝ : ગ્રીક કવિ હોમર(ઈ.પૂ. 800થી 700)ના મહાકાવ્ય ‘ઇલિયડ’નો મહાપરાક્રમી નાયક. તે મિરમિડોનના રાજા પેલિયસ અને સાગરપરી થેટિસનો પુત્ર હતો. તેને યુદ્ધશાસ્ત્ર અને વક્તૃત્વમાં તાલીમ આપનાર ફીનિક્સ હતો અને શિકાર, ઘોડેસવારી, સંગીત તથા વૈદકમાં કિરોન તેનો ગુરુ હતો. પિતા પેલિયસને દેવવાણી સંભળાયેલી કે તેનો પુત્ર યુદ્ધમાં મરાશે. માતા થેટિસે તેને…

વધુ વાંચો >

ઍક્ટન (લૉર્ડ)

ઍક્ટન (લૉર્ડ) (જ. 10 જાન્યુઆરી 1834, નેપલ્સ; અ. 19 જૂન 1902, બવેરિયા, જર્મની) : વિખ્યાત અંગ્રેજ ઇતિહાસકાર. આખું નામ જૉન એમેરિચ એડ્વર્ડ ડૅલબર્ગ – ઍક્ટન. માતા તેમજ પિતાને પક્ષે ઉમરાવ કુટુંબના હતા. વળી તે કૅથલિક વાતાવરણમાં ઊછર્યા હોવાથી તેમનામાં ખ્રિસ્તી સંસ્કાર ર્દઢ થયા હતા. આમ છતાં તેઓ રૂઢિચુસ્ત નહોતા. તેઓ…

વધુ વાંચો >

ઍક્રોપોલિસ

ઍક્રોપોલિસ : દેવ-દેવીઓનાં ભવ્ય સુંદર મંદિરો, રાજાઓનાં મહાલયો અને જાહેર ઇમારતોવાળું, 350 મી. લાંબા, 150 મી. પહોળા અને 45 મી. ઊંચા ખડકવાળી 91 મી. ઊંચી ટેકરી ઉપર આવેલ દુર્ગ સહિતનું પ્રાચીન ગ્રીક પવિત્ર સ્થળ. ઈ. પૂ. 4000 વર્ષ જેટલા પ્રાચીન આ સ્થળેથી પાષાણયુગના પાછળના સમયનાં માટીનાં વાસણો તથા હથિયારોના અવશેષો…

વધુ વાંચો >

એજિયન સંસ્કૃતિ

એજિયન સંસ્કૃતિ : ગ્રીસની પૂર્વ બાજુએ આવેલા સમુદ્રના દ્વીપોમાં ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 1000ના ગાળામાં વિકસેલી સંસ્કૃતિ. ગ્રીસની દક્ષિણે આવેલો ક્રીટ ટાપુ આ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. પુરાતત્વવિદ્ હેનરિક સ્લીમાન અને આર્થર ઈવાન્સના પ્રયત્નોથી વીસમી સદીની શરૂઆતમાં વિશ્વને આ સંસ્કૃતિનો ખ્યાલ આવ્યો. ક્રીટના રાજાઓની ગ્રીક પરંપરા ‘મિનોસ’ તરીકે ઓળખાતી…

વધુ વાંચો >

ઍઝટેક સંસ્કૃતિ

ઍઝટેક સંસ્કૃતિ : ઉત્તર અમેરિકાની સંસ્કૃતિઓમાંની એક. તેનો આરંભ 1168ના અરસામાં અને અંત 1525ના અરસામાં થયો હતો. ઓલ્મેક, ઝોપોટેક, મીક્સટેક, ટોલ્ટેક, ટોટોનેક, હુઆસ્ટેક જેવી પ્રાક્-ઍઝટેક સંસ્કૃતિઓ મેક્સિકી અખાત અને પ્રશાંત મહાસાગર વચ્ચે અસ્તિત્વ ધરાવતી હતી. બારમી સદીના ત્રીજા ચરણમાં ઉત્તર-પશ્ચિમ તરફથી તેનોકાસ (ઍઝટેક) જાતિ અનાહોક સરોવરમાં પ્રવેશી. જમીનવિહોણા અને મિત્રવિહોણા…

વધુ વાંચો >

એઝિકેલ

એઝિકેલ (Ezekiel) : પ્રાચીન ઇઝરાયલની જૂડાહ જનજાતિના પેગંબર (prophet) અને પાદરી (priest). ધાર્મિક ગ્રંથના લેખક અને સંકલનકર્તા. ઈ. પૂ. છઠ્ઠી સદી તેમનો જીવનકાળ તથા પ્રવૃત્તિઓનો સમય ગણાય છે. તે જેરૂસલેમમાં રહેતા હતા. તે સદીના પ્રથમ ત્રણ દસકામાં જેરૂસલેમ તથા બૅબિલૉનમાં તેમના ધર્મોપદેશક સંગઠન(ministry)નું કાર્ય ચાલતું હતું. યહૂદી ધર્મ(judaism)ના વિકાસમાં તેમણે…

વધુ વાંચો >

ઍટાના એપિક

ઍટાના એપિક : પ્રાચીન મેસોપોટેમિયન રાજવંશાવલિવિષયક મહાકાવ્ય. આ મહાકાવ્ય પ્રમાણે આદિકાળમાં પૃથ્વી પર કોઈ રાજા ન હતો. તેથી દેવો રાજાને શોધવા નીકળ્યા અને એટાનાને પસંદ કર્યો. એટાના કુશળ રાજ્યકર્તા નીવડ્યો. પરંતુ તેની પત્ની સગર્ભા હોવા છતાં બાળકને જન્મ આપવા અશક્ત હતી અને તેથી તેના પછી કોઈ ગાદીવારસ ન રહે એવી…

વધુ વાંચો >

એટ્રુસ્કન

એટ્રુસ્કન : ઇટાલીની મધ્યમાં પશ્ચિમ કિનારા ઉપર માનવસંસ્કૃતિ સ્થાપવાની પહેલ કરનારી પ્રજા. આ પ્રદેશને એટ્રુરિયા કહેવામાં આવતો. ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં તેમની સંસ્કૃતિ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. ઈ. પૂ.ની સાતમી સદીની મધ્યમાં મુખ્ય એટ્રુસ્ક્ધા નગરો સ્થપાયાં અને તેમણે ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા, જેમાં તાર્કીની, પોપુલોનિયા,…

વધુ વાંચો >

એડન

એડન : યૅમૅન ગણરાજ્યની રાજધાની તથા પ્રાચીન વ્યાપારકેન્દ્ર. ભૌ. સ્થાન : 12o 45′ ઉ. અ. અને 45o 12′ પૂ. રે.. ઈ. પૂ. ત્રીજા શતકમાં વસેલું. અરબી ભાષામાં એ ‘આદન’ નામથી ઓળખાય છે. એડનના અખાતના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર તથા લાલ સમુદ્રના પ્રવેશદ્વાર પર તે બંદર આવેલું છે. વ્યાપારના મહત્વના બંદર તરીકે…

વધુ વાંચો >