ઇતિહાસ – જગત

ઝામ્બિયા

ઝામ્બિયા (Zambia) : પૂર્વ મધ્ય આફ્રિકાનું સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 14° 30´ દ. અ. અને 27° 30´ પૂ. રે.. અગાઉ તે ઉત્તર રોડેશિયા તરીકે ઓળખાતું હતું. ટાંગાનિકા સરોવરથી નામિબિયાની કેપ્રીવી પટ્ટી સુધી વિસ્તરેલા આ દેશના અગ્નિખૂણે ટાન્ઝાનિયા, પશ્ચિમ અને ઉત્તરે કૉંગો પ્રજાસત્તાક, પશ્ચિમે ઍંગોલા, નૈર્ઋત્ય ખૂણે કેપ્રીવી પટ્ટી અને…

વધુ વાંચો >

ઝાયનિઝમ

ઝાયનિઝમ : યહૂદીઓનું રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આંદોલન. તેનો હેતુ પૅલેસ્ટાઇનમાં યહૂદી રાષ્ટ્રની સ્થાપના કરવાનો અને તેને ટેકો આપવાનો હતો. ઝાયનિસ્ટ આંદોલન સાથે ઝાયન ટેકરી પર સ્થપાયેલા પ્રાચીન જેરૂસલેમનો ઇતિહાસ અને સંસ્કૃતિ જોડાયેલાં છે. ઈ. સ. પૂ. 586માં બૅબિલોનિયનો દ્વારા થયેલા જેરૂસલેમના નાશ પછી દેશનિકાલ થયેલી યહૂદી પ્રજાની ફરીથી પોતાની ભૂમિમાં…

વધુ વાંચો >

ઝાંઝીબાર

ઝાંઝીબાર : આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે…

વધુ વાંચો >

ઝિગુરાત

ઝિગુરાત : પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર (temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ…

વધુ વાંચો >

ઝિમ્બાબ્વે

ઝિમ્બાબ્વે : દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 30° પૂ. રે. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (1980) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે…

વધુ વાંચો >

ઝીરક, શમ્સુદ્દીન મોહમ્મદ

ઝીરક, શમ્સુદ્દીન મોહમ્મદ (આશરે ઈ. સ.ની પંદરમી સદી) : ગુજરાતના ફારસી ઇતિહાસ ‘મઆસિરે મહમૂદશાહી’ના લેખક. તે ગુજરાતના મુઝફ્ફરશાહી સુલતાન મહમૂદ બેગડા(1458–1511)ના આશ્રિત હતા. તેમણે અબ્દુલ હુસેન નામના ઇતિહાસકારના આ જ નામના ફારસી ઇતિહાસના પૂરક ગ્રંથ તરીકે, સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળના છેલ્લા બે દાયકાનો ઇતિહાસ લખ્યો છે. તેમના ઇતિહાસની પ્રસ્તાવના અનુસાર,…

વધુ વાંચો >

ઝુકોવ, જૉર્જી કૉન્સ્ટન્ટિનોવિચ

ઝુકોવ, જૉર્જી કૉન્સ્ટન્ટિનોવિચ (જ. 1 ડિસેમ્બર 1896; અ. 18 જૂન 1974, મૉસ્કો) : દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખૂબ મહત્વની લશ્કરી ભૂમિકા ભજવનાર સોવિયેત સંઘના માર્શલ અને સોવિયેત પ્રિસિડિયમના સભ્ય થનાર પ્રથમ વ્યવસાયી લશ્કરી અધિકારી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે 1915માં ઝારશાહી રશિયાના લશ્કરમાં ભરતી થયા પછી ઝુકોવ 1918માં સોવિયેત રશિયાના ‘લાલ’ લશ્કરમાં જોડાયા. ફ્રુન્ઝ…

વધુ વાંચો >

ઝુરિક

ઝુરિક (Zurich) : સ્વિટ્ઝર્લૅન્ડનું મોટામાં મોટું નગર, પરગણાનું પાટનગર તથા દેશનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 47o 25´ ઉ. અ. અને 8o 40´ પૂ. રે.. દેશમાં ઉત્તરે ઝુરિક સરોવરના વાયવ્ય છેડા પર તે આવેલું છે. દેશના પાટનગર બર્નથી 96 કિમી. અંતરે છે. પડખેની આલ્પ્સ પર્વતમાળાને લીધે તેના પ્રાકૃતિક સૌંદર્યમાં…

વધુ વાંચો >

ઝૂકર સંસ્કૃતિ

ઝૂકર સંસ્કૃતિ : સિંધુ-ખીણમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિ. ચાન્હુ-દડોમાં આ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝૂકર સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે પાંડુ એટલે કે આછા પીળા રંગનાં મૃત્પાત્ર, જેના પરનાં રેખાંકન જાંબુડી-કાળા રંગમાં હોય છે; એમાં ઘણી વાર લાલ રંગ ઉમેરવામાં આવે છે. બીજી સંલગ્ન વસ્તુઓમાં કાંસાના હાથાવાળી કુહાડી, સુશોભિત માથાંવાળી…

વધુ વાંચો >

ઝૂલતા બગીચા, બૅબિલોન

ઝૂલતા બગીચા, બૅબિલોન : પ્રાચીન વિશ્વની એક અજાયબી. યુફ્રેટિસ નદીને કિનારે હાલના બગદાદથી દક્ષિણે આશરે 100 કિમી.ના અંતરે રાજા નેબૂસડ્રેઝર બીજા (ઈ. સ. પૂ. 605–563)એ બૅબિલોનમાં પોતાનો મહેલ, નગરને ફરતો ગઢ તથા ઝૂલતા બગીચા બનાવડાવેલા. આમાંના 275 મી. × 183. મી. વિસ્તારમાં વિકસાવાયેલ બગીચા વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ય નથી. એમ…

વધુ વાંચો >