આલોક ગુપ્તા

રીતિકાલ (1650–1850)

રીતિકાલ (1650–1850) : હિન્દી સાહિત્યના ઇતિહાસનો 1650થી 1850નો સમયગાળો નિર્દેશતો તબક્કો. ‘રીતિકાલ’ હિંદીમાં શૃંગારપરક કાવ્યો અને લક્ષણગ્રંથોના રચનાકાળના સંદર્ભમાં રૂઢ થઈ ગયો છે. આ સમયગાળામાં ભક્તિ અને નીતિવિષયક કાવ્યો પણ લખાયાં હતાં, પણ શૃંગાર-વિષયક કાવ્યો અને રીતિ-લક્ષણગ્રંથોને પ્રાધાન્ય મળ્યું. આ કાળમાં ભક્તિ-આંદોલન પોતાની તેજસ્વિતા ગુમાવતું ગયું. કવિતા દરબારી સંસ્કૃતિના પ્રભાવમાં…

વધુ વાંચો >

રેણુ, ફણીશ્વરનાથ

રેણુ, ફણીશ્વરનાથ (જ. 4 માર્ચ 1921, ચૌરાહી; અ. 11 એપ્રિલ 1977) : આધુનિક હિંદી ગદ્યસાહિત્યમાં આંચલિક વિષયો પર આધારિત નવલકથા-વાર્તાઓના સફળ સર્જક. રેણુનું 20–25 પરિવારનું ગામ ચૌરાહી શહેરની બધી જ સવલતોથી વંચિત હતું. ત્યાં અમૃત મંડલનો પરિવાર રહેતો હતો. તેમના પુત્ર શિલાનાથ મંડલના ત્રણ પુત્રોમાં ફણીશ્વરનાથ સૌથી મોટા હતા. 11…

વધુ વાંચો >

વર્મા, ભગવતીચરણ

વર્મા, ભગવતીચરણ (જ. 1903; અ. 1981) : હિંદી ભાષા-સાહિત્યના જાણીતા સાહિત્યકાર. તેમણે વીસમી સદીના ત્રીજા દાયકાથી સાહિત્ય-સર્જનની શરૂઆત કરી હતી. એમણે સાહિત્ય-સર્જનનો પ્રારંભ કવિ તરીકે કર્યો હતો. છાયાવાદી કવિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. પણ પ્રગતિશીલ કાવ્યમાં એમની ‘ભૈંસાગાડી’ કવિતા વિશેષ પ્રસિદ્ધિ પામી. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ સન્ 1932માં ‘મધુકણ’ નામે પ્રકાશિત…

વધુ વાંચો >

વર્મા, મહાદેવી

વર્મા, મહાદેવી (જ. 1907; અ. 1987) : હિંદીની છાયાવાદી કાવ્યપ્રવૃત્તિનાં પ્રમુખ કવિઓમાંનાં એક. જયશંકર પ્રસાદ, સુમિત્રાનંદન પંત, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ અને મહાદેવી વર્મા હિંદીની છાયાવાદી કવિતાના ચાર સ્તંભ છે. મહાદેવી વર્માએ મુખ્યત: ઊર્મિકાવ્યો લખ્યાં છે. એમના પાંચ કાવ્યસંગ્રહ પ્રકાશિત છે : ‘નીહાર’ (1930), ‘રશ્મિ’ (1932), ‘નીરજા’ (1935), ‘સાંધ્યગીત’ (1936) અને…

વધુ વાંચો >

વર્મા, વૃંદાવનલાલ

વર્મા, વૃંદાવનલાલ (જ. 1884; અ. 1969) : હિંદીના ઐતિહાસિક નવલકથાકાર. બાળપણમાં પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ સાંભળવાનો શોખ હતો. ઐતિહાસિક નવલકથાલેખનની પાછળ તેમની આવી રુચિ કારણભૂત હોવાનું અનુમાન થયું છે. તેમણે સાચા અર્થમાં હિંદીમાં ઐતિહાસિક નવલકથાની શરૂઆત કરી. તે પહેલાં કિશોરીલાલ ગોસ્વામીની લગભગ પચાસેક નવલકથાઓ ઐતિહાસિક વાતાવરણની છે; પણ તેમાં ઇતિહાસતત્વ…

વધુ વાંચો >

વિદ્યાપતિ

વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા,…

વધુ વાંચો >

શુક્લ, રામચંદ્ર

શુક્લ, રામચંદ્ર (જ. 1884; અ. 1941) : હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક. નિબંધકાર અને વિવેચક. એમણે ઈ. સ. 1904માં લંડન મિશન સ્કૂલ  મિર્ઝાપુરમાં કલાશિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી ‘કાશી નાગરી પ્રચારણી સભા’માં જોડણીકોશ(હિન્દી શબ્દસાગર)ના કાર્ય માટે સહાયક સંપાદક તરીકે જોડાયા. આ કાર્ય પૂર્ણ થતાં ઈ. સ. 1919માં બનારસ હિન્દુ…

વધુ વાંચો >

સૂરદાસ

સૂરદાસ (જ. 1478, સીહી, જિ. ગુરગાંવ, હરિયાણા; અ. 1580, પરાસૌલી) : 16મી સદીના હિંદી સાહિત્યના લોકપ્રિય શ્રેષ્ઠ ભક્ત કવિ. પ્રારંભમાં તેઓ મથુરા પાસે ગૌઘાટમાં સાધુ રૂપે વિનયનાં પદો લખીને ગાતા હતા, ત્યાં પુષ્ટિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય(1478-1530)નો મેળાપ થયો. તેમણે તેમને દીક્ષિત કર્યા અને ભગવાનનું લીલાગાન રચવા પ્રેર્યા. તેમની નિષ્ઠા જોઈને તેમને…

વધુ વાંચો >

સૂરસાગર

સૂરસાગર : હિન્દી ભક્તકવિ સૂરદાસની પ્રમાણિત કૃતિ. એક મત પ્રમાણે કવિએ પોતે આ ગ્રંથ લખ્યો હોય અથવા તેમની દેખરેખ હેઠળ હસ્તપ્રત તૈયાર થઈ હોવાનો કોઈ પુરાવો નથી; તેથી તેનો પ્રમાણિત મૂળ પાઠ ઉપલબ્ધ નથી. જોકે જયપુરના ગ્રંથાલયમાંથી મળેલી 1573ની પ્રત પ્રાચીનતમ ગણાય છે. મથુરા, નાથદ્વારા, કોટા, બૂંદી, બીકાનેર, ઉદેપુર વગેરે…

વધુ વાંચો >

‘હરિઔધ’ અયોધ્યાસિંહ ઉપાધ્યાય

‘હરિઔધ’ અયોધ્યાસિંહ ઉપાધ્યાય (જ. 15 એપ્રિલ 1865; અ. 16 માર્ચ 1947) : ખડી બોલીમાં પહેલા પ્રબંધકાવ્યની રચના કરનાર હિન્દી કવિ. ‘હરિઔધ’ પહેલાં વ્રજભાષામાં કાવ્ય લખતા. સન 1880થી 1889 સુધી મોટે ભાગે એમણે વ્રજમાં કાવ્યસર્જન કર્યું. ‘કૃષ્ણશતક’, ‘પ્રેમામ્બુવારિધિ’, ‘પ્રેમામ્બુપ્રવાહ’, ‘રસિકરહસ્ય’ અને ‘ઋતુમુકુર’ તેમની પ્રારંભિક રચનાઓ છે. આ સમયે હિન્દીમાં ગદ્ય અને…

વધુ વાંચો >