આયુર્વેદ
એરંડ તૈલ
એરંડ તૈલ : એરંડિયું મધુર, સારક, ગરમ, ભારે, રુચિકર, સ્નિગ્ધ અને કડવું છે; તે બદ, ઉદરરોગ, ગોળો, વાયુ, કફ, સોજો, વિષમજ્વર અને કમર, પીઠ, પેટ અને ગુદાના શૂળનો નાશ કરે છે. રેચ માટે સૂંઠના ઉકાળામાં 2 તોલા જેટલું એરંડિયું પીવા આપવામાં આવે છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા
વધુ વાંચો >એલચી
એલચી : જુઓ ઇલાયચી.
વધુ વાંચો >એલાદિવટી
એલાદિવટી : આયુર્વેદિક ઔષધ. સારી લીલવા એલચી, તાજાં તમાલપત્ર તથા પાતળી (તીખી) તજ દરેક 6-6 ગ્રામ; લીંડીપીપર 20 ગ્રામ; સાકર, જેઠીમધ, ઠળિયા વગરનું ખજૂર અને બીજ વગરની કાળી દ્રાક્ષ – એ દરેક 40-40 ગ્રામ લઈ, મોટી ખરલમાં તે વાટી-ઘૂંટી, તેમાં જરૂર પૂરતું મધ મેળવીને ચણીબોર કે કાબુલી ચણા જેવડી મોટી…
વધુ વાંચો >એલિયમ એલ.
એલિયમ એલ. (Allium L.) : જુઓ ડુંગળી અને લસણ.
વધુ વાંચો >એલો એલ.
એલો એલ. (Aloe L.) : જુઓ કુંવારપાઠું.
વધુ વાંચો >એવીના એલ.
એવીના એલ. (Avena L.) : જુઓ ઓટ.
વધુ વાંચો >એસ્પેરેગસ એલ.
એસ્પેરેગસ એલ. (Asparagus, L.) : જુઓ શતાવરી.
વધુ વાંચો >ઔષધસેવનવિધિ (આયુર્વેદ)
ઔષધસેવનવિધિ (આયુર્વેદ) : ઔષધને લેવાની ઋતુ, સમય, ઔષધનું પ્રરૂપ, ઔષધ લેવાની રીત વગેરેને આવરી લેતું આયુર્વેદનું વિશિષ્ટ અંગ. કાળ, વ્યાધિ અને ઔષધદ્રવ્યની પ્રકૃતિ ઉપર તે આધાર રાખે છે. (क) કાલઆધારિત વિધિ : આના દસ પ્રકાર છે – (i) અનન્ન : આમાં નરણે કોઠે ઔષધ લઈને તે પચી જાય પછી જ…
વધુ વાંચો >કડુ
કડુ : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Picrorhiza kurroa Royle ex Benth. (સં. કટુક; હિં., બં. કુરુ, કુટ્કી; મ. કુટ્કી, ક. કેદાર, કુટુકી; તે., ત., મલ., કટુકરોહિણી) છે. તેના સહસભ્યોમાં ભીંતચટ્ટી, શ્વાનમુખ, જંગલી તમાકુ, તુરતી, તોરણિયા વગેરેનો સમાવેશ થાય છે. તે લગભગ 60 સેમી. ઊંચી,…
વધુ વાંચો >