આયુર્વેદ

મજીઠ

મજીઠ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rubia cordifolia Linn. sensu Hook. F. (स. मजिष्ठा; હિં. મજીઠ; મ. બં. ક. મંજિષ્ઠ; ગુ. મજીઠ; તે. તામરવલ્લી; ત. શેવેલ્લી, માંદીટ્ટી; અં. ઇંડિયન મેડર, બેંગૉલ મેડર, મેડરટ) છે. તે કાંટાળી વિસર્પી લતા (creeper) કે આરોહી (climber) જાતિ છે.…

વધુ વાંચો >

મદનબાણ

મદનબાણ : જુઓ મોગરો

વધુ વાંચો >

મયૂરશિખા

મયૂરશિખા : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગમાં આવેલા એડિયેન્ટેસી કુળનો એક હંસરાજ (fern). તેનું વૈજ્ઞાનિક નામ Actinopteris Australis (Linn. f.) Link. syn. A. radiata link; A. dichotoma kuhn. (હિં. મયૂરશિખા; ગુ. મયૂરશિખા, ભોંયતાડ; અં. પીકૉક્સ ટેલ) છે. હંસરાજની તે એકલપ્રરૂપ (monotypic) પ્રજાતિ છે. તેનું વિતરણ દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં થઈને આરબ દેશો…

વધુ વાંચો >

મરડાશિંગ

મરડાશિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટરક્યુલિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helicteres isora Linn. (સં. આવર્તની, રંગલતા, ઋદ્ધિ, વામાવર્ત ફલા.; હિં. મરોડફલી; બં. આતમોડા, ભેંદુ; મ. મુરડશિંગી, કેવણ; તે. ગુવાદર; મલ. કૈવન; ગુ. મરડાશિંગ; ત. વલામપીરી, કૈવા; કોં. ભગવતવલી; અં. ઈસ્ટ ઇંડિયન સ્ક્રૂ ટ્રી) છે. તે ઉપ-પર્ણપાતી (sub-deciduous), ક્ષુપ કે…

વધુ વાંચો >

મરવો

મરવો : જુઓ ડમરો

વધુ વાંચો >

મરેઠી

મરેઠી : દ્વિદળી વર્ગમાં આવેલ ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Spilanthes oleracea Murr. syn. S. acmella var. oleracea Hook f. (સં. મરહષ્ટિકા, મહારાષ્ટ્રી; હિં. મરૈઠી; મ. મરાઠી, ગુ. મરેઠી; અં. પેરાક્રેસ, બ્રાઝિલિયન ક્રેસ) છે. તે લગભગ 30 સેમી.થી 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે, અને ઉદ્યાનોમાં કૂંડામાં…

વધુ વાંચો >

મર્મ-વિજ્ઞાન

મર્મ-વિજ્ઞાન : આયુર્વેદ અનુસાર મારી નાખે તે મર્મ. શરીરમાં કેટલાક ભાગ એવા છે, કે જેના પર વાગવાથી પાસેના બીજા ભાગ કરતાં વધુ નુકસાન થાય છે. આવા ભાગો મર્મ તરીકે ઓળખાય છે. મર્મ રચનાની ર્દષ્ટિએ, સ્થાનની ર્દષ્ટિએ, પરિણામની ર્દષ્ટિએ, પરિમાણની ર્દષ્ટિએ, એમ અનેક પ્રકારે વહેંચાયા છે; જેમ કે, રચનાની ર્દષ્ટિએ મર્મ…

વધુ વાંચો >

મસૂરિકા

મસૂરિકા : આયુર્વેદમાં નિર્દેશેલો એ નામનો એક રોગ. લગભગ બાળકોમાં એ થાય છે. એ રોગમાં મસૂરની દાળ જેવા દાણા શરીર ઉપર નીકળે છે તેથી તેને ‘મસૂરિકા’ કહે છે. સામાન્ય લોકભાષામાં તેને અછબડા–બળિયાના નામથી ઓળખવામાં આવે છે. ઓળીને ‘રોમાંતિકા’ નામથી આયુર્વેદ ગ્રંથોમાં વર્ણવેલ છે. ઓળી–અછબડા, બળિયા – એ બાળકોમાં દેખા દેતા…

વધુ વાંચો >

મહુડો

મહુડો : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J. F. Gmel. syn. M. latifolia Mach; Bassia latifolia Roxb. (સં. મધુક; હિં. મહુવા, મોહવા; બં. મૌલ; મ. મોહાંચા વૃક્ષ; ગુ. મહુડો; તે. ઇપ્પા; ત. મધુકં, એલુપા; મલ. ઇરૂપ્પા, પૂનમ; સાંથાલ-માતકોમ; અં. બટર ટ્રી, ઇલુપાટ્રો) છે.…

વધુ વાંચો >

માધવકર

માધવકર : આયુર્વેદના ‘માધવનિદાન’ નામે જાણીતા ‘રોગ-વિનિશ્ચય’ ગ્રંથના કર્તા. આચાર્ય માધવકરનો હયાતીકાળ વાગ્ભટ્ટનાં 200 વર્ષ પછી અને વૃંદ અને હારૂન-અલ-રશીદનાં 200 વર્ષ પૂર્વેનો એટલે કે છઠ્ઠી શતાબ્દીનો હોવાનું માનવામાં આવે છે. તેમના પિતા ઇન્દુકર બંગપ્રદેશના રહીશ હોવાની માન્યતા છે. માધવકર શિવભક્ત હતા. રોગની ચિકિત્સામાં સર્વપ્રથમ રોગના ચોક્કસ નિદાનની જરૂરિયાત હોવાથી…

વધુ વાંચો >