આયુર્વેદ
પાનરવો (પાંડેરવો)
પાનરવો (પાંડેરવો) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિયોનૉઇડી (પલાશાદિ) ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Erythrina variegata Linn. var. orientalis (Linn.) Merrill syn. E. indica Lam. (સં. મંદાર, પારિભદ્ર, રક્તકેસર, પારિજાત; હિં. દાદપ, મંદાર, ફરહદ, જલનીમ; બ. પલિતામંદાર, પાલિદામાર, પલિતુ-મુદાર; મ. પાંગરા, મંદાર; ગુ. પાનરવો, પાંડેરવો, તમ. કલ્યાણ-મુરુક્કુ, મરુક્કુ;…
વધુ વાંચો >પાનવિભ્રમ
પાનવિભ્રમ : નિયમ અને માત્રાનો વિચાર કર્યા વિના કરેલ મદ્યપાનથી – તેના અતિરેકથી જે ખાસ પ્રકારના ભ્રમ-વિભ્રમ(ચક્કર)નો રોગ થાય છે તે. સુશ્રુતસંહિતાના ઉત્તર તંત્રના 47મા ‘પાનાત્યયપ્રતિષેધ’ નામના અધ્યાયમાં આ રોગનું વર્ણન છે. સુશ્રુતાચાર્યે ‘પાનવિભ્રમ’ રોગનાં લક્ષણો આ મુજબ વર્ણવ્યાં છે : “હૃદય અને શરીરમાં સોય ચૂભવા જેવી પીડા, ઊલટી થવી,…
વધુ વાંચો >પાનાત્યય
પાનાત્યય : આયુર્વેદ અનુસાર નિયમરહિત અતિ મદ્ય(શરાબ)પાનથી થયેલ ખાસ રોગસ્થિતિ. કોઈ પણ મદ્ય (શરાબ, દારૂ, મદિરા) જો તેના નિયમો પાળીને, ઔષધ રૂપે, વય મુજબ યોગ્ય માત્રામાં, જરૂર હોય ને લેવાય તો તે ‘ઔષધ’ બની શકે છે; પરંતુ જો તે ખાલી પેટે, નિયમરહિત, વધુ માત્રામાં અને વ્યસન રૂપે વારંવાર કે રોજ…
વધુ વાંચો >પાપડી(વાલ)
પાપડી(વાલ) : દ્વિદળી (મેગ્નેલિયોપ્સીડા) વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (શિંબી) કુળના ઉપકુળ પૅપિલિયોનૉઇડી(ફેબેસી; પલાશાદિ)ની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lablab purpureus(L) Sweet syn. Dolichos lablab L, D. purpureus L; Vigna aristata Piper (સં. નિષ્પાવ, વલ્લ, રાજશિંબ, શ્વેતશિંબિક, હિં. સેમ. સેબી; બં. બોરા, વરવટી; મ. ધેવડા, વાલ પાપડી; ગુ. વાલ, વાલોળ, વાલ પાપડી, પાપડી;…
વધુ વાંચો >પારિજાતક
પારિજાતક : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nyctanthes arbortristis Linn. (સં. પારિજાતક; હિં. હારસિંગાર; બં. શિઉલી) છે. ઘણા વનસ્પતિશાસ્ત્રીઓ તેને વર્બીનેસી કુળમાં મૂકે છે. કેટલાક તેને નીકટેન્થેસી નામના સ્વતંત્ર કુળમાં વર્ગીકૃત કરે છે. આ વૃક્ષનું મૂળ વતન હિમાલયની પર્વતમાળા છે. ત્યાં તે નૈસર્ગિક રીતે ઊગે…
વધુ વાંચો >પાષાણભેદ
પાષાણભેદ : દ્વિદળી (મૅ+લિયોપ્સોડા) વર્ગમાં આવેલા સેક્સીફ્રેગેસી (પાષાણભેદાદિ) કુળની એક વનસ્પતિ તેનું વૈજ્ઞાનિક નામ Bergenia Ligulata Engl. syn. B. ciliata (Haw.) sternb., saxifrage ciliata (Haw.) Royle, S. ligulata Wall, S thusanode Lindi, (સં. પાષાણભેદ, શૈલગર્ભજા, વટપત્રી, અશ્મભેદ, શૈલભેદ; હિ. પાખાનભેદ, પથ્થરચૂર, સિલફોડી, સિલભેદ; ગુ. પાષાણભેદ, પાખાનભેદ; બં. પથ્થરચુરી; મ. પાષાણભેદ;…
વધુ વાંચો >પાંડુરોગ અને કમળો (anaemia & jaundice)
પાંડુરોગ અને કમળો (anaemia & jaundice) : રક્તક્ષયથી થતો રોગ. ‘પાંડુ’ શબ્દનો અર્થ છે સફેદાઈવાળો પીળો, ફિક્કો રંગ. શરીરમાં ફિક્કાશ કે થોડી પીળાશ લાવતો રોગ. આ રોગ શરીરમાં લોહીની અછત કે રક્તક્ષયથી ઉત્પન્ન થાય છે. પ્રકારો : આયુર્વેદને મતે પાંડુરોગ પાંચ પ્રકારનો થાય છે : (1) વાતદોષજન્ય, (2) પિત્તદોષજન્ય, (3)…
વધુ વાંચો >પિત્તપાપડો (1)
પિત્તપાપડો (1) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફ્યુમેરિયેસી (પર્પટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Fumaria Vaillantii Loisel syn. F. indica Pugsley, F parviflora subsp vaillantii Hook. f. (સં પર્પટ, કટુપત્ર, કલ્પાંગ, પર્પટક, વરતિક્ત, પિત્તહરા, રેણુ, કવચ, ચર્મકંટક, સૂક્ષ્મપત્ર, રજોરેણુ, અવકંટક; હિં પિત્તપાપરા, ધમગજરા, શાહતરા, બં શોતારા, પિત્તપાપરા, બન-શુલ્ફા, બંધાનિયા મ.…
વધુ વાંચો >પીચ
પીચ : દ્વિદળી (મેગ્નોલિયોસ્પીડા) વર્ગમાં આવેલા રોઝેસી (પદ્મકાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus persica Batsh (હિ. આલુબુખારા, અરુ, શફતાલૂ; મ. વીરારુક; કા. ચુનુન; પં. આડુ; ફા. શફતાલૂ અં. પીચ, નૅકટરીન બોખારાપ્લમ છે. ઉદભવ અને વિતરણ : પીચ ઉત્તર-પશ્ચિમ ચીનની મૂળ વતની વનસ્પતિ છે; તેનું તરીમદ્રોણી (basin) અને કુન્લુન શેન…
વધુ વાંચો >પીઠવણ
પીઠવણ : દ્વિદળી (મેગ્નાલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફેબેસી (અપરાજિતા) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Uraria picta Desv. syn. Doodia picta Robx, Hedysarum pictum Jacq. (સં. પૃશ્નિપર્ણી, પુષ્ટિપર્ણી, પૃથક્પર્ણી, સિંહપુચ્છી, ચિત્રપર્ણી, કોષ્ટુવિન્ના, શૃગાલવિન્ના, હિં. પીઠવન, શંકરજટા, પિઠાની, ડાવડા, દૌલા, બં. ચાકૂલે, શંકરજટા, મ. પિઠવણ, રાનભાલ, શેવરા, કોંડવલા, ગુ. પીઠવણ, પીળો સમેરવો, કાબરચીતરો,…
વધુ વાંચો >