આયુર્વિજ્ઞાન
લૅંગરહાન્સ કોષદ્વીપો (islets of Langerhans)
લૅંગરહાન્સ કોષદ્વીપો (islets of Langerhans) : સ્વાદુપિંડ (pancreas) નામના પેટમાં આવેલા અવયવમાં ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન નામના અંત:સ્રાવો (hormones) ઉત્પન્ન કરતા કોષોના સમૂહો. તેમને સ્વાદુપિંડીય કોષદ્વીપો (pancreatic islets) પણ કહે છે. તેમને સન 1869માં પૉલ લૅંગરહાન્સ (1847-1888) નામના જર્મન રુગ્ણવિદ્યાવિદે (pathologist) શોધી કાઢ્યા હતા. તે કોષસમૂહો આખા સ્વાદુપિંડમાં ફેલાયેલા હોય છે,…
વધુ વાંચો >લૉટર્બર, પૉલ સી. (Lauterbur, Paul C.)
લૉટર્બર, પૉલ સી. (Lauterbur, Paul C.) (જ. 6 મે 1929, સિડની, ઓહાયો, યુ.એસ.) : સન 2003ના તબીબી અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકના સર પિટર મૅન્સફિલ્ડના સહવિજેતા. તેમને ચુંબકીય અનુનાદીય ચિત્રણ(magnetic resonance imaging, MRI)ની નિદાનલક્ષી ચિત્રણપ્રણાલી શોધવા માટે આ સન્માન મળ્યું હતું. સન 1951માં તેમણે રસાયણશાસ્ત્રના વિષય સાથે ક્લિવલૅન્ડની કેસ ઇન્સ્ટિટ્યૂટ…
વધુ વાંચો >લોહ (iron)
લોહ (iron) : હીમોગ્લોબિન તથા અન્ય કોષોના શ્વસન સાથે સંકળાયેલ રંજકદ્રવ્યો(pigment)માંનો મહત્વનો ધાતુઘટક. શરીરના બધા જ કોષોને ઑક્સિજનની જરૂર પડે છે અને તેથી શરીરના બધા જ કોષોની સુખાકારી માટે લોહ એક મહત્વનું ધાતુતત્વ છે. જોકે શારીરિક વિકાસના જુદા જુદા તબક્કે જુદી જુદી પેશીને તેની જરૂર અલગ અલગ માત્રામાં પડે છે.…
વધુ વાંચો >લોહસંગ્રહ વિકારો (Iron Storage Disorders)
લોહસંગ્રહ વિકારો (Iron Storage Disorders) : શરીરમાં લોહતત્ત્વના ભરાવાથી થતા વિકારો. તેને લોહસંગ્રહિતા પણ કહેવાય. તેમાં 2 પ્રકારની વિષમ પરિસ્થિતિઓ (વિકારો) જોવા મળે છે : અતિલોહરક્તકતા (haemosiderosis) અને અતિલોહવર્ણકતા (haemochromatosis). પેશીમાં લોહતત્ત્વના ભરાવાને અતિલોહરક્તકતા (haemosiderosis) અથવા અતિલોહતા (siderosis) કહે છે, કેમકે તેમાં લોહતત્ત્વ લોહરક્તક (haemosiderin) નામના વર્ણકદ્રવ્ય (pigment) રૂપે જમા…
વધુ વાંચો >લોહીનું દબાણ (blood pressure)
લોહીનું દબાણ (blood pressure) નસની દીવાલના એકમ વિસ્તાર પર લોહી દ્વારા અપાતું બળ. તેને લોહીનો નસની દીવાલ પર થતો પાર્શ્વપ્રદમ (lateral pressure) પણ કહે છે. જ્યારે લોહીનું દબાણ 120 મિમી. પારો છે એવું કહેવામાં આવે ત્યારે તે સૂચવે છે કે તે ધમનીની દીવાલના એકમ વિસ્તાર પર લોહી એટલું દબાણ કરે…
વધુ વાંચો >લ્યુક્ મૉન્ટેગ્નિયર
લ્યુક્ મૉન્ટેગ્નિયર (જ. 18 ઑગસ્ટ 1932, ચેબ્રી, ફ્રાન્સ) : 2008ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા ફ્રેંચ વિષાણુવિજ્ઞાની (virologist). તે વિષાણુવિજ્ઞાન વિભાગ, પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધક અને પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. 1982માં રહસ્યમય નવા સંલક્ષણ (syndrome) AIDS(Acquired Immunodeficiency Syndrome)ના સંભવિત રીટ્રોવાઇરલ ચેપના સંશોધન માટે વિલી રૉઝેબૉં(ઑપિતલ બિયૉં હૉસ્પિટલ, પૅરિસના ચિકિત્સક)એ તેમની…
વધુ વાંચો >વક્રગ્રીવા (torticollis)
વક્રગ્રીવા (torticollis) : છાતીની મધ્યના હાડકાથી કાનની પાછળ આવેલા કર્ણમૂળ (mastoid) સુધી જતા સ્નાયુની કુંચિતતા-(contracture)થી ડોકનું સતત વાંકા રહેવું તે. તેને અંગ્રેજીમાં wry neck પણ કહે છે. છાતીની વચ્ચે આવેલા હાડકાને વક્ષાસ્થિ કે ઉરોસ્થિ (sternum) કહે છે. તેના ઉપલા છેડાથી ઉપર તરફ અને પાછળ ત્રાંસો જતો સ્નાયુ કાનની પાછળ આવેલા…
વધુ વાંચો >વધરાવળ (hydrocele)
વધરાવળ (hydrocele) : શુક્રગ્રંથિની આસપાસ પ્રવાહી ભરેલી પોટલી બનવી તે. તેને જલગુહિકા પણ કહે છે. શુક્રગ્રંથિઓ પેટની બહાર જે કોથળી જેવી રચનામાં ગોઠવાયેલી હોય છે, તેને સંવૃષણ (scrotum) કહે છે. ગર્ભાશયકાળમાં ગર્ભશિશુની શુક્રગ્રંથિનો વિકાસ થાય છે અને તે સમયે તે ખસીને પેટના પાછળના ભાગમાંથી સંવૃષણમાં આવે છે. તે સમયે નસો…
વધુ વાંચો >વયનિર્ણય
વયનિર્ણય : ઉંમરનો અંદાજ મેળવવો તે. જીવિત કે મૃત વ્યક્તિની અથવા કપાયેલા શરીરના ભાગની કાયદાકીય સંદર્ભે વય જાણવી ઘણી વખત જરૂરી બને છે. તે માટે શરીરનાં વિવિધ અંગો-અવયવોનાં વૃદ્ધિ અને વિકાસના ક્રમને જાણવાથી ઘણી ઉપયોગી માહિતી મળે છે. ઊંચાઈ, દાંત, હાડકાં, દ્વૈતીયિક જાતીય (લૈંગિક) લક્ષણો, માથા પરના વાળ વગેરે વિવિધ…
વધુ વાંચો >