આયુર્વિજ્ઞાન
મૃત્યુ તત્કાળ
મૃત્યુ તત્કાળ : જુઓ, મૃત્યુ.
વધુ વાંચો >મૃત્યુ, મસ્તિષ્કી (brain death)
મૃત્યુ, મસ્તિષ્કી (brain death) : મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી થતું મૃત્યુ. શ્વસનકાર્ય અને હૃદય બંધ થવાથી મગજનું કાર્ય પણ અટકે છે અને મૃત્યુ થાય છે તેમ મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા અને હૃદયનું કાર્ય પણ બંધ થાય છે. તેથી તેવી સ્થિતિમાં…
વધુ વાંચો >મૃદુપેશીસરણ, મસ્તિષ્કી
મૃદુપેશીસરણ, મસ્તિષ્કી (cerebral hermiation) : મગજના કોઈ ભાગનું ખોપરીમાં કે ખોપરીની બહાર સરકવું તે. ખોપરી (કર્પર, cranium) એક હાડકાંની બનેલી બંધ દાબડી જેવી છે. તેમાં મોટા મગજ(ગુરુમસ્તિષ્ક, cerebrum)ના બે અર્ધગોલ (hemispheres), નાનું મગજ (લઘુમસ્તિષ્ક, cerebellum) તથા મસ્તિષ્ક-પ્રકાંડ (brain stem) આવેલાં છે. મોટા મગજ અને નાના મગજ વચ્ચે એક ર્દઢતાનિકા (duramater)…
વધુ વાંચો >મૅકનિકૉવ, ઇલ્યા ઇલિચ (Mechnikov, Ilya Ilyich)
મૅકનિકૉવ, ઇલ્યા ઇલિચ (Mechnikov, Ilya Ilyich) (જ. 15 મે 1845, ખર્કૉવ પાસે, યુક્રેન અ. 16 જુલાઈ 1916, પૅરિસ) : રશિયન ફ્રેંચ જીવવિદ. પૉલ એહર્લિકની સાથે પ્રતિરક્ષાવિદ્યા(immunology)માં સંશોધન કરવા માટે તેમને સન 1908નો મેડિસિન અને ફિઝિયોલૉજીના વિષયનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તેઓ રશિયા અને જર્મનીમાં ભણ્યા હતા. તેમણે મેસિના(ઇટાલી)નો સંશોધન-પ્રવાસ કર્યો…
વધુ વાંચો >મૅક્લિઑડ, જૉન જેમ્સ રિચાર્ડ
મૅક્લિઑડ, જૉન જેમ્સ રિચાર્ડ (જ. 6 સપ્ટેમ્બર 1876, પર્થશાયર, સ્કૉટલૅન્ડ; અ. 16 માર્ચ 1935, ઍબર્ડીન) : સન 1923ના તબીબી અને દેહધાર્મિકવિદ્યાના સર ફ્રેડ્રિક ગ્રાન્ટ બેન્ટિંગ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને ઇન્સ્યુલિનની શોધ માટે આ સન્માન એનાયત થયું હતું. કૅનેડિયન રાષ્ટ્રીયતા ધરાવતા આ વિદ્વાન ઍબર્ડીન ખાતે તબીબી વિદ્યા ભણી 1898માં સ્નાતકની…
વધુ વાંચો >મેક્લિન્ટોક, બાર્બરા
મેક્લિન્ટોક, બાર્બરા : જુઓ, બાર્બરા મેક્લિન્ટોક.
વધુ વાંચો >મેટ્રોનિડેઝોલ
મેટ્રોનિડેઝોલ : અમીબા તથા અન્ય પ્રજીવો તેમજ અજારક જીવાણુઓ(anaerobic bacteria)થી લાગતા ચેપની સારવાર અને પૂર્વનિવારણ(prevention)માં વપરાતું ઔષધ. સન 1955માં નકામુરા(Nakamura)એ સૌપ્રથમ 2-નાઇટ્રેઇમિડેઝોલ(એઝોમાયસિન)ની ટ્રાઇકૉમોનાસ નામના પ્રજીવ(protozoa)ને મારી શકવાની ક્ષમતા દર્શાવી. તેને કારણે નાઇટ્રોઇમિડેઝોલ જૂથનાં વિવિધ સંયોજનોનું સંશ્લેષણ (synthesis) શરૂ થયું. તેમાંનું એક રસાયણ, 1(β–હાઇડ્રૉક્સિઇથાઇલ)–2–મિથાઇલ–5–નાઇટ્રોઇમિડેઝોલને હાલ મેટ્રોનિડેઝોલ કહે છે. તે ઍન્ટામિબા હિસ્ટૉલિટિકા…
વધુ વાંચો >મેદસ્વિતા (obesity) (આયુર્વિજ્ઞાન)
મેદસ્વિતા (obesity) (આયુર્વિજ્ઞાન) : વધુ પડતી મેદપેશી તથા આદર્શ વજન કરતાં 20 % વધુ વજનને કારણે ચયાપચયી, શરીર-રચનાલક્ષી અને આયુર્મયાદાલક્ષી વિષમતા ઉત્પન્ન કરે તેવો વિકાર. તેને જાડાપણું અથવા સ્થૂળતા પણ કહે છે. પેટ અને પડખાં(flank)માં મેદનો ભરાવો જાંઘ અને બેઠક વિસ્તારના મેદના ભરાવા કરતાં વધુ નુકસાનકારક હોય છે. આ વિકારની…
વધુ વાંચો >મેનિન્જાઇટિસ (તાનિકાશોથ)
મેનિન્જાઇટિસ (તાનિકાશોથ) : મગજ અને કરોડરજ્જુનાં આવરણોમાં ચેપ. મગજ અને કરોડરજ્જુનાં આવરણોને તાનિકાઓ (meningies) કહે છે અને તેથી તેમાં ચેપને કારણે પીડાકારક સોજાવાળા વિકારને તાનિકાશોથ (meningitis) કહે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં ફેલાતા કે લાગતા ચેપમાં મગજ, કરોડરજ્જુ તથા તેનાં આવરણો(તાનિકાઓ)ના ચેપનો સમાવેશ થાય છે. મગજના ચેપજન્ય વિકારને મસ્તિષ્કશોથ (encephalitis) તથા કરોડરજ્જુના…
વધુ વાંચો >મેયેર, ઍડૉલ્ફ
મેયેર, ઍડૉલ્ફ (Meyer, Adolf) (જ. 13 સપ્ટેમ્બર 1866, નિડેરવેનિન્જન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 17 માર્ચ 1950, બાલ્ટિમોર, યુ.એસ.) : ચેતાલક્ષી શરીરરચનાવિદ્યા તથા દેહધાર્મિકવિદ્યાના નિષ્ણાત તથા મનશ્ચિકિત્સાવિદ્યાના પ્રાધ્યાપક. અમેરિકા, બ્રિટન અને અન્ય અંગ્રેજીભાષી દેશોમાં મનશ્ચિકિત્સાવિદ્યાના સિદ્ધાંતમત (theory) અને ઉપયોગ પર તેમની સન 1900થી 1940 સુધી ઘણી ગાઢી અસર રહી હતી. સન 1892માં તેઓ…
વધુ વાંચો >