આયુર્વિજ્ઞાન

મન:શસ્ત્રક્રિયા

મન:શસ્ત્રક્રિયા (Psychosurgery) : માનસિક રોગોના ઉપચારમાં કરાતી મગજની શસ્ત્રક્રિયા. ઈગાસ મોનિઝે 1936માં સૌપ્રથમ દર્શાવ્યું હતું કે મગજના આગળના ભાગ(અગ્રસ્થ ખંડ, frontal lobe)માં આલ્કોહૉલનું ઇન્જેક્શન આપવાથી તીવ્ર મનોવિકાર(psychosis)ના દર્દીઓમાં જોવા મળતી લાગણી અથવા ભાવની વિધ્યાનતા (emotional distraction) ઘટે છે. માનસિક રોગોમાં ક્યારેક મોટા મગજમાંના પોલાણ (ventricle)ની આગળ એક છેદ કરીને બંને…

વધુ વાંચો >

મનોભ્રંશ

મનોભ્રંશ (dementia) : વ્યક્તિની સામાજિક અને આર્થિક ક્રિયાઓને અસર કરે તેવી રીતે તેની વૈધિક ક્રિયાઓમાં થયેલા સતત અને કાયમી ઘટાડાની સ્થિતિ. (1) ભાષા, (2) સ્મૃતિ, (3) અંતર જાણવાનું ર્દષ્ટિકૌશલ્ય (visuospatial skill), (4) લાગણીઓ અને વ્યક્તિત્વ તથા (5) સંક્ષિપ્તીકરણ (abstraction) કરવું, ગણતરી કે અંદાજો બાંધવાની ક્ષમતા જેથી બોધાત્મકતા (cognition) વગેરે 5…

વધુ વાંચો >

મનોલક્ષી માપનકસોટીઓ

મનોલક્ષી માપનકસોટીઓ (psychometric tests) : ચેતાતંત્રના વિકારોના મૂલ્યાંકનમાં ઉપયોગી થતી મનોલક્ષી કસોટીઓ. તેનાં પરિણામોને દર્દીની હાલત સાથે સરખાવીને અર્થઘટન કરાય છે. કોઈ એક કસોટીની અંતર્ગત મર્યાદા દૂર કરવા કસોટીસમૂહ (battery of tests) વપરાય છે. ગુરુમસ્તિષ્ક(મોટા મગજ)ના રોગમાં બૌદ્ધિક ક્રિયાક્ષમતા અસરગ્રસ્ત થાય છે, પરંતુ તેની કક્ષાને મૂળની રોગની તીવ્રતા સાથે ખાસ…

વધુ વાંચો >

મનોલિંગ ક્રિયાઓ

મનોલિંગ ક્રિયાઓ : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનોવિકાર, તીવ્ર

મનોવિકાર, તીવ્ર : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનોવિકાર, દેહાંતરી

મનોવિકાર, દેહાંતરી :જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનોવિકાર, સૌમ્ય

મનોવિકાર, સૌમ્ય : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનોવિશ્લેષણ

મનોવિશ્લેષણ (psychoanalysis) (આયુર્વિજ્ઞાન) : મનની અંદરનાં દ્વંદ્વો અથવા વિરોધિતાઓ(conflicts)નો અભ્યાસ અને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ. મન તથા વ્યક્તિત્વના વિકાસની છેલ્લી વિભાવના (hypothesis) મુજબ મનના અચેતન-સ્તરમાં પારસ્પરિક વિરોધિતા અથવા દ્વંદ્વો રહેલાં છે. મનોવિશ્લેષણની પ્રક્રિયામાં આ વિભાવનાને આધારે માનસિક ક્રિયાઓનો અભ્યાસ કરીને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ કરાય છે. મનોવિશ્લેષણની પ્રક્રિયા…

વધુ વાંચો >

મરકી (Plague)

મરકી (Plague) : યેર્સિનિયા પેસ્ટિસ નામના દંડાણુથી થતો, ચાંચડના ડંખથી ફેલાતો અને મહામારી સર્જતો ચેપી રોગ. યેર્સિનિયા પેસ્ટિસ – એ નાના બંને છેડે અભિરંજિત થતા (દ્વિધ્રુવી અભિરંજન, bipolar staining) ગ્રામ-અનભિરંજિત દંડાણુઓ (bacilli) છે. દંડ આકારના જીવાણુઓ(bacteria)ને દંડાણુ કહે છે. તેઓ મુખ્યત્વે ઉંદર અને તેના જૂથનાં પ્રાણીઓ(rodents)માં ચેપ કરે છે. તેનો…

વધુ વાંચો >

મરડો

મરડો (Dysentery) : લોહી સાથેના ચેપજન્ય ઝાડાનો વિકાર. તેને દુરાંત્રતા અથવા દુરતિસાર પણ કહે છે. પાતળા ઝાડા થાય તેવા વિકારને અતિસાર કહે છે. તેના 2 મુખ્ય પ્રકારો છે – શોથજન્ય (inflammatory) અને અશોથજન્ય (non-inflammatory). આંતરડામાં ચેપ કે અન્ય કારણસર સોજો આવે, દુખાવો થાય, ચાંદાં પડે તથા તે ચાંદાંમાંથી લોહી ઝરે…

વધુ વાંચો >