આયુર્વિજ્ઞાન
બેભાન-અવસ્થા
બેભાન-અવસ્થા બાહ્ય કે આંતરિક ઉત્તેજનાઓ છતાં દર્દી સચેતન ન થાય અને પ્રતિભાવ ન આપે તેવી સ્થિતિ. તેને અચેતનતા (unconsciousness) કહે છે. એવું મનાય છે કે જાહેર હૉસ્પિટલોના સંકટકાલીન સારવાર કક્ષ(intensive care unit)માં દાખલ થતા દર્દીઓમાંથી લગભગ 3 % દર્દીઓ બેભાનાવસ્થા(unconsciousness)માં હોય છે. મોટાભાગના કિસ્સામાં થતી બેભાનાવસ્થા શરીરમાંની રાસાયણિક પ્રક્રિયાઓના વિકારોને…
વધુ વાંચો >બેયર, કાર્લ અર્ન્સ્ટ ફૉન
બેયર, કાર્લ અર્ન્સ્ટ ફૉન (જ. 28 ફેબ્રુઆરી 1792, પીપ; અ. 28 નવેમ્બર 1876, દોર્પટ) : પ્રખ્યાત જર્મન પ્રકૃતિવિદ. બેયર દોર્પટ વિશ્વવિદ્યાલયની આયુર્વિજ્ઞાન કૉલેજમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને એમ.ડી.ની ઉપાધિ મેળવી. ઈ. સ. 1814માં તુલનાત્મક શારીરિકી(comparative anatomy)ના અભ્યાસાર્થે ક્યુનિગ્સબર્ગમાં દાખલ થયા અને 1819માં તેઓ ક્યુનિગ્સબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. તેમણે…
વધુ વાંચો >બેરિયમ ચિત્રશ્રેણીઓ
બેરિયમ ચિત્રશ્રેણીઓ : બેરિયમના ક્ષારને પાણી સાથે મોઢા વાટે આપીને નિદાન માટે અન્નમાર્ગના એક્સ-રે-ચિત્રણો લેવાં તે. તે માટે વપરાતું દ્રવ્ય બેરિયમ સલ્ફેટ (BaSO4) પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેનું જઠર કે આંતરડામાં અવશોષણ થતું નથી. ઝીણા, સફેદ, ગંધરહિત, સ્વાદરહિત અદ્રાવ્ય ભૂકા કે ચૂર્ણ(powder)ના સ્વરૂપે તે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તેને પાણી સાથે…
વધુ વાંચો >બેરીબેરી
બેરીબેરી : ઓછા પ્રમાણમાં થાયામિન અને વધુ પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો હોય તેવા ખોરાકથી થતો રોગ. થાયામિનને વિટામિન-બી1 પણ કહે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના યુદ્ધકેદીકૅમ્પમાં પૉલિશ કરેલા ચોખાનો ખોરાક અપાતો. તેને કારણે યુદ્ધકેદીઓને ખોરાક રૂપે દર 1,000 મેદરહિત કૅલરીએ ફક્ત 0.3 મિગ્રા. થાયામિન મળતું હતું. તે સમયે પાતળા ઝાડા કે…
વધુ વાંચો >બૅરેની રૉબર્ટ
બૅરેની રૉબર્ટ (જ. 22 એપ્રિલ 1876, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 એપ્રિલ 1936, ઊપ્સલા [Uppsala] સ્વીડન) : 1914ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકવિજેતા. તેમણે માનવશરીરમાં રહેલા સંતુલન-ઉપકરણ(vestibular apparatus)ની દેહધાર્મિક ક્રિયાઓ અને તેના વિકારો પર અભ્યાસ કર્યો હતો. તેમના તે અંગેનાં સંશોધનો માટે તેમને આ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. બૅરેનીએ…
વધુ વાંચો >બેલ, ચાર્લ્સ (સર)
બેલ, ચાર્લ્સ (સર) (જ. નવેમ્બર, 1774, એડિનબરો; અ. 28 એપ્રિલ 1842, નૉર્થહેલોવૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : પ્રખર શરીરવિજ્ઞાનશાસ્ત્રી (anatomist). મગજ અને મસ્તિષ્ક ચેતા અંગેનું તેમનું સંશોધન તબીબી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન ગણાય છે. તેમનું પુસ્તક ‘New Concepts in Brain Anatomy’ ચેતાશાસ્ત્રનો ‘મૅગ્ના કાર્ટા’ લેખાય છે. 1830માં ‘Human Nervous System’ લખી ચેતા-જૈવ વિજ્ઞાન પરના…
વધુ વાંચો >બેલનો લકવો
બેલનો લકવો (Bell’s palsy) : ચહેરાનો લકવો. દર વર્ષે દર 1 લાખની વસ્તીએ 23 જણાને તે થાય છે. તેથી દર 60થી 70 વ્યક્તિએ એકને તેના જીવન દરમિયાન ચહેરાનો લકવો થવાની સંભાવના રહે છે. 12 ચેતાઓની જોડ મગજમાંથી સીધી નીકળે છે. તે ખોપરીમાંથી બહાર આવતી હોવાથી તેમને કર્પરિચેતાઓ (cranial nerves) કહે…
વધુ વાંચો >બૅલિસ, વિલિયમ મૅડોક (સર)
બૅલિસ, વિલિયમ મૅડોક (સર) (જ. 1860, વૉલ્વર હૅમ્પટન, ઇંગ્લૅન્ડ; અ. 1924) : દેહધર્મવિદ્યા(physiology)ના અગ્રણી નિષ્ણાત. તેમણે લંડનની યુનિવર્સિટી કૉલેજ ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને 1888થી 1924 દરમિયાન ત્યાં દેહધર્મવિદ્યા વિશે અધ્યાપનકાર્ય કર્યું. તેમણે મોટા ભાગનું સંશોધનકાર્ય તેમના સાથી અર્નેસ્ટ હેનરી સ્ટાલિંગના સહયોગમાં કર્યું. એમાં સૌથી મહત્વની સંશોધન-કામગીરી તે કાર્ડિયો-વૅસ્ક્યુલર તંત્રનો…
વધુ વાંચો >બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von)
બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von) (જ. 15 માર્ચ 1854, મૅન્સ ડૉર્ફ, પ્રશિયા (હાલ જર્મની) અ. 13 માર્ચ 1917, માર્બર્ગ, જર્મની) : ઈ. સ. 1901માં એનાયત થયેલા સૌપ્રથમ નોબેલ પુરસ્કારથી સન્માનિત જર્મન વૈજ્ઞાનિક. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના આ પુરસ્કાર દ્વારા તેમની રુધિરરસ (blood serum) વડે કરી શકાતી ચેપી…
વધુ વાંચો >બૉનર, જેમ્સ ફ્રેડરિક
બૉનર, જેમ્સ ફ્રેડરિક (જ. 1910, આન્સલે, એન. ઈ.) : જૈવરસાયણવિજ્ઞાની અને દેહધર્મવિજ્ઞાની. તેમણે 1934–35 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાના માનાર્હ ફેલો તરીકે સેવા આપી અને ત્યારપછી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાં 1936થી 1981 સુધી કાર્યરત રહ્યા. તેમણે જીવવિજ્ઞાનનું એક અત્યંત ક્રાંતિકારી મધ્યસ્થ સૂત્ર (central dogma) આપ્યું. આમ, પ્રોટીનસંશ્લેષણની પ્રક્રિયામાં DNA (Deoxyribonucleic…
વધુ વાંચો >