આયુર્વિજ્ઞાન

ફલનીકરણ

ફલનીકરણ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)

વધુ વાંચો >

ફાઇલેરિયા રોગ

ફાઇલેરિયા રોગ : જુઓ હાથીપગો તથા તનુસૂત્રિકાવિકાર  

વધુ વાંચો >

ફાંસી

ફાંસી (ન્યાયસહાયક તબીબીવિદ્યાના સંદર્ભે) : ભારતમાં ગુનેગારને લટકાવીને અપાતો ન્યાયિક મૃત્યુદંડ. તેને શાસ્ત્રીય પરિભાષામાં ન્યાયિક અધ:લંબન (judicial hanging) કહે છે. લટકાવીને મારી નાંખવાની દરેક ક્રિયાને ફાંસી કહેવાતી નથી. ફક્ત ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે વ્યક્તિને લટકાવીને મારવામાં આવે તો તેને ફાંસી કહે છે. લટકાવીને મારવાની ક્રિયા થતી હોવાથી તેને અધ:લંબન (hanging)નો એક…

વધુ વાંચો >

ફિનાયલકીટોન્યુરિયા

ફિનાયલકીટોન્યુરિયા : એક પ્રકારનો જનીની વિકૃતિથી થતો ચયાપચયી રોગ. તેને ફિનાયલકીટોમેહ (phenylketonuria) પણ કહે છે. તેમાં દર્દીને ફિનાયલએલેનીન હાઇડ્રૉક્સિલેઝ નામના ઉત્સેચક(enzyme)ની ઊણપ ઉદભવેલી હોય છે. તેને કારણે તે ફિનાયલઍલેનીન નામના ઍમિનો-ઍસિડમાંથી ટાયરોસીન નામનો ઍમિનો ઍસિડ બનાવી શકાતો નથી. મૂળ ઉત્સેચકની ઊણપનું કારણ તેના રંગસૂત્રોમાંના જનીનના બંધારણમાં એક બિંદુ પર વિકૃતિ…

વધુ વાંચો >

ફિન્સેન, નાઇલ્સ રાઇબર્ગ

ફિન્સેન, નાઇલ્સ રાઇબર્ગ (જ. 15 ડિસેમ્બર 1860, તૉસ્વન, ફેરો આઇલૅન્ડ, ડેન્માર્ક; અ. 24 સપ્ટેમ્બર 1904, કોપનહેગન) : ડેન્માર્કના નિષ્ણાત તબીબ. તેઓ આધુનિક ઢબની પ્રકાશચિકિત્સા (phototherapy) અથવા દેહધર્મી વિદ્યા (physiology) [પ્રકાશની સહાયથી રોગની સારવારની પદ્ધતિ]ના સ્થાપક લેખાયા છે. ચામડીના રોગો માટેની સારવારમાં પ્રકાશનો ઉપયોગ કરવા બદલ, તેમને 1903માં શરીરરચનાવિજ્ઞાન અથવા ઔષધવિજ્ઞાનના…

વધુ વાંચો >

ફિબિગર, જૉહાનિસ (ઍન્ડ્રિયાસ ગ્રિબ)

ફિબિગર, જૉહાનિસ (ઍન્ડ્રિયાસ ગ્રિબ) (જ. 23 એપ્રિલ 1867, સિલ્કબર્ગ, ડેન્માર્ક; અ. 30 જાન્યુઆરી 1928, કોપનહેગન) : સુખ્યાત ડૅનિશ રુગ્ણવિદ (pathologist). પ્રયોગશાળામાંનાં પ્રાણીઓમાં નિયંત્રિત સ્વરૂપે સૌપ્રથમ વાર કૅન્સર-પ્રવેશ કરાવવાની સિદ્ધિ બદલ તેમને 1926માં શરીરક્રિયાવિદ્યા (physiotherapy) કે ઔષધ-વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. આ શોધથી કૅન્સર-સંશોધન-ક્ષેત્રે નિર્ણાયક વિકાસ સાધી શકાયો. તે રૉબર્ટ કૉક…

વધુ વાંચો >

ફિરકૉ, રુડૉલ્ફ

ફિરકૉ, રુડૉલ્ફ (જ. 13 ઑક્ટોબર 1821, શિવલબેન, પ્રશિયા; અ. 5 સપ્ટેમ્બર 1902, બર્લિન) : જર્મનીના અગ્રણી તબીબ, વિજ્ઞાની અને રાજકારણી. તેમણે રોગનિદાનશાસ્ત્ર અને ખાસ કરીને શરીરની રોગગ્રસ્ત પેશીજાળના અભ્યાસને વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમની એવી ર્દઢ માન્યતા હતી કે કોષ એ માનવદેહના બંધારણનો પાયારૂપ એકમ છે અને આ કોષની…

વધુ વાંચો >

ફેફસીશોફ, ધૂલિજન્ય

ફેફસીશોફ, ધૂલિજન્ય : જુઓ શ્વસનતંત્ર (માનવ)

વધુ વાંચો >

ફેફસીશોફ, રેણુજન્ય

ફેફસીશોફ, રેણુજન્ય : જુઓ શ્વસનતંત્ર (માનવ)

વધુ વાંચો >

ફેલોપિયસ, ગેબ્રિયલ

ફેલોપિયસ, ગેબ્રિયલ (જ. 1523, મોડેના; અ. 1562, પાદુઆ) : સોળમી સદીના ઇટાલીના એક અત્યંત જાણીતા શરીર રચનાશાસ્ત્રના વિદ્વાન (anatomist). તેમણે કારકિર્દીની શરૂઆત મોડેનાના ખ્રિસ્તી ધર્માધિકારી (canon of cathedral) તરીકે કરી. ત્યારબાદ ફેરારા વિશ્વવિદ્યાલયમાં તેમણે વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો અને સમય જતાં ત્યાં શરીરરચનાશાસ્ત્રના શિક્ષક તરીકે નિમાયા. ત્યારબાદ પીસા (1548–51) અને…

વધુ વાંચો >