આયુર્વિજ્ઞાન

નાસા વંકપટલ (deviated nasal septum)

નાસા વંકપટલ (deviated nasal septum) : બે નસકોરાં વચ્ચેનો પડદો વાંકો હોવાથી થતો તકલીફકારક વિકાર. બે નસકોરાંની વચ્ચે એક કાસ્થિ (cartilage) અને શ્લેષ્મકલા(mucaus membrane)નો પડદો આવેલો છે. તેને નાસાપટલ અથવા નાસિકાપટલ (nasal septum) કહે છે. તે નસકોરાની ગુહા(પોલાણ)ની મધ્યરેખા તરફની દીવાલ બનાવે છે. તેમાં વોમર અને ઇથમૉઇડ હાડકાની પટ્ટીઓ પણ…

વધુ વાંચો >

નાસૂર (dacryocystitis)

નાસૂર (dacryocystitis) : ચેપને કારણે થતો અશ્રુપોટીનો પીડાકારક સોજો. તેને અશ્રુપોટીશોથ (dacryocystitis) કહે છે. આંખમાં નેત્રકલા (conjunctiva) અને સ્વચ્છા(cornea)ને ભીનાં રાખવા માટે અશ્રુગ્રંથિ(lacrimal gland)માં આંસુ (અશ્રુ) બને છે. આંખના ડોળાની બહાર, આંખના ગોખલામાં બહાર અને ઉપલી બાજુ અશ્રુગ્રંથિ આવેલી છે. તે લગભગ 12 જેટલી નલિકાઓ (ducts) દ્વારા ઉપલા પોપચાની પાછળથી…

વધુ વાંચો >

નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી

નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી (જ. 21 સપ્ટેમ્બર 1866, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1936, ટ્યૂનિસ) : ફ્રેન્ચ તબીબ અને સૂક્ષ્મજીવવિદ (microbiologist). ‘ટાયફસ’ નામના રોગના અભ્યાસ માટે તેમને 1928નું તબીબી વિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેઓ 1903–1932 સુધી ટ્યૂનિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના નિયામક હતા. તેમણે રૉ (Roux) સાથે પૅરિસમાં કામ…

વધુ વાંચો >

નિદાનલક્ષી મૂલ્યાંકન

નિદાનલક્ષી મૂલ્યાંકન : તબીબ દ્વારા દર્દની તકલીફોના નિદાનની પ્રક્રિયા. દર્દીની તકલીફો પરથી તેને થયેલા રોગ, રોગનું કારણ, રોગનો તબક્કો તથા તેની આનુષંગિક (complicating) સમસ્યાઓ અંગેના નિર્ણયને નિદાન કહે છે. હાલ તેમાં સમસ્યાલક્ષી અભિગમ(problem-oriented approach)નો ખાસ ઉમેરો થયેલો છે. દર્દીની શારીરિક સમસ્યાઓ અથવા તકલીફોની યાદી તથા તેમના ઉદભવનો સમયાનુક્રમ (chronological order)…

વધુ વાંચો >

નિદ્રા

નિદ્રા : અવાજ, સ્પર્શ કે અન્ય બાહ્ય સંવેદનાઓ કે દુખાવો થવા જેવી આંતરિક ઉત્તેજનાથી સહેલાઈથી જગાડી શકાય તેવી બેભાનઅવસ્થા. મગજની અંદર ઉત્પન્ન થતી ઉત્તેજક અને અવદાબક (inhibitory) પ્રક્રિયાઓ ઊંઘ, જાગ્રત અવસ્થા તેમજ ઉશ્કેરાટ, ખિન્નતા અને ભય જેવી મનોદશાઓ(moods)નું સર્જન કરે છે. ગાઢ બેભાનઅવસ્થા (coma), ઘેન (stupor), અતિનિદ્રિતતા (hypersomnia), લવરી ચઢવી…

વધુ વાંચો >

નિદ્રાપ્રેરકો અને શામકો (hypnotics and sedatives)

નિદ્રાપ્રેરકો અને શામકો (hypnotics and sedatives) : ઊંઘ લાવે કે પૂરતા સમય માટે ઊંઘને જાળવી રાખે તે નિદ્રાપેરક (hypnotic) અને ઊંઘ લાવ્યા વગર ઉશ્કેરાટ શમાવે તે શામક (sedative) ઔષધ. શામકો ક્યારેક થોડા પ્રમાણમાં ઘેન (drowsiness) લાવે છે. એક રીતે આ બંને જૂથની દવાઓ કેન્દ્રીય ચેતાતંત્ર(central nervous system)નું અવદાબન (depression) કરે…

વધુ વાંચો >

નિરેનબર્ગ, માર્શલ વૉરેન

નિરેનબર્ગ, માર્શલ વૉરેન (જ. 10 એપ્રિલ 1927, ન્યૂયૉર્ક સિટી; અ. 15 જાન્યુઆરી 2010, ન્યૂયૉર્ક સિટી) : જનીનીય-સંકેત(genetic code)નું અર્થઘટન અને પ્રોટીનના સંશ્લેષણમાં તેના કાર્ય(function)ને લગતા સંશોધન બદલ 1968ના વર્ષના શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમણે 1948માં બી.એસસી.; 1952માં પ્રાણીશાસ્ત્રમાં એમ.એસસી.; અને 1957માં જૈવ રસાયણશાસ્ત્રમાં ફ્લૉરિડા યુનિવર્સિટીની પીએચ.ડી. પદવી…

વધુ વાંચો >

નિર્જલન (dehydration)

નિર્જલન (dehydration) : શરીરમાંનો પાણીનો પુરવઠો ઘટવો તે. ખરેખર તો તે એક છેતરે એવી સંજ્ઞા છે, કેમ કે સામાન્ય રીતે એકલા પાણીની ઊણપ હોતી નથી, પરંતુ સાથે સાથે ક્ષારની પણ ઊણપ હોય. ક્ષાર અને પાણીની ઊણપ એકસરખી હોય અથવા ન પણ હોય. તેથી નિર્જલનના 3 પ્રકાર ગણાય છે : (અ)…

વધુ વાંચો >

નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology)

નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology) શસ્ત્રક્રિયા કરી શકાય તે માટે દવાઓ વડે દર્દીને ટૂંકા ગાળા માટે બેશુદ્ધ (બેભાન) કરવાની ચિકિત્સાવિદ્યા. તેના અંગ્રેજી શબ્દનો અર્થ સંવેદનાઓ (sensations) મેળવવાની ક્રિયા ઘટાડવી એવો થાય છે; તેથી તેને નિ:સંવેદના પણ કહે છે. તેને લોકભાષામાં ‘બહેરું કરવું’, ‘જૂઠું પાડવું’, ‘શીશી સૂંઘાડવી’ વગેરે વિવિધ ઉક્તિઓથી વર્ણવવામાં આવે છે. તેના…

વધુ વાંચો >

નિષ્પંદ નાડીરોગ (pulseless disease)

નિષ્પંદ નાડીરોગ (pulseless disease) : હૃદય અને રુધિરાભિસરણતંત્ર લગભગ પૂરતું કાર્ય કરી શકતું હોય છતાં નાડીના ધબકારા ન અનુભવાય તેવો વિકાર. મહાધમની (aorta) અને તેની માથા તથા બંને હાથમાં જતી મુખ્ય શાખાઓનું પોલાણ ઘટેલું હોય ત્યારે ગળામાંની શીર્ષલક્ષી (carotid) ધમની તથા કાંડા આગળની અગ્રભુજાકીય (radial) ધમનીના ધબકારા મંદ હોય છે…

વધુ વાંચો >