આયુર્વિજ્ઞાન

ગર્ભજળનિષ્કાસન

ગર્ભજળનિષ્કાસન (amniocentesis) : ગર્ભશિશુ(foetus)ની આસપાસ ભરાયેલા પ્રવાહીને નિદાન માટે બહાર કાઢવું તે. ગર્ભશિશુની આસપાસ તેનાં 2 આવરણો છે – (1) ગર્ભજળકોષ્ઠ(amniotic cyst)ની દીવાલ તથા (2) ગર્ભાવરણ (chorion). ગર્ભજળ (amniotic fluid) ભરેલી કોથળીને ગર્ભજળકોષ્ઠ કહે છે. તેની અંદર ગર્ભશિશુ તરતું હોય છે અને તે માતા સાથે ગર્ભનાળ (umbilical cord) અને ઓર…

વધુ વાંચો >

ગર્ભધમનીવિવૃતતા

ગર્ભધમનીવિવૃતતા (patent ductus arteriosus) : ગર્ભાવસ્થામાંથી મહાધમની (aorta) તથા ફુપ્ફુસ ધમની(pulmonary artery)ને જોડતી નસનું જન્મ પછી પણ ખુલ્લું રહેવું તે. છોકરીઓમાં, અપક્વ જન્મેલાં (premature) શિશુઓમાં, ઊંચાઈ પર આવેલા સ્થળે જન્મેલાં શિશુઓમાં તથા જેમની માતાને સગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં રૂબેલા નામનો વિષાણુજન્ય રોગ થયો હોય તેવાં શિશુઓમાં તેનું પ્રમાણ વધુ હોય…

વધુ વાંચો >

ગર્ભનાળ

ગર્ભનાળ (umbilical cord) : ગર્ભશિશુ(foetus)ને ઓર (placenta) સાથે જોડતી લોહીની નસોવાળી નળી. તેની લંબાઈ જુદી જુદી હોય છે; પરંતુ તે સરેરાશ 55 સેમી. લાંબી હોય છે. 12મા દિવસે પ્રાગર્ભ (ભ્રૂણ, embryo) 1 મિમી. લંબાઈનો હોય છે. તેના પોલાણમાંના મધ્યપેશીય (mesenchymal) કોષો ભેગા મળીને કાયદંડ (body stalk) બનાવે છે. તેમાંથી સમય…

વધુ વાંચો >

ગર્ભનાળ-રુધિર પ્રતિરોપણ

ગર્ભનાળ-રુધિર પ્રતિરોપણ (cord blood transplantation) : નવજાત શિશુની ગર્ભનાળ(umbilical cord)ના લોહીના આદિકોષો (stem cells) વડે લોહીના કોષો ન બનતા હોય એવા વિકારની સારવાર. હાલ તેનો પ્રયોગાત્મક ઉપયોગ જે દર્દીઓને અસ્થિમજ્જા-પ્રતિરોપણ (bone marrow transplantation) માટે સમજનીની દાતા (allogenic donor) ન મળી શકતો હોય તેઓ માટે કરવામાં આવે છે. ગર્ભનાળના લોહીના કોષોની…

વધુ વાંચો >

ગર્ભનિરોધ

ગર્ભનિરોધ (Contraception) ગર્ભધારણ (conception) અટકાવવું તે. ભારત સરકારે વસ્તીવધારો રોકવાના તેના રાષ્ટ્રીય કાર્યક્રમો – અનુક્રમે કુટુંબનિયોજન કાર્યક્રમ તથા કુટુંબકલ્યાણ કાર્યક્રમ – માં ગર્ભનિરોધક પદ્ધતિઓને મહત્વનો અગ્રતાક્રમ આપ્યો છે. ગર્ભધારણનું નિયમન કરવું તે વ્યક્તિગત અને કુટુંબની શારીરિક, સામાજિક અને આર્થિક જરૂરિયાત પણ છે. ગર્ભધારણ અટકાવવાનાં નૈતિક અને ધાર્મિક પાસાં ગર્ભનિરોધના ઉપયોગને…

વધુ વાંચો >

ગર્ભને સંકટ

ગર્ભને સંકટ (foetal distress) : ગર્ભશિશુની સંકટમય સ્થિતિ, જેની સારવાર ન થાય તો મૃત્યુ થાય અથવા નવજાત શિશુને અતિશય માંદગી આવે. જ્યારે ગર્ભાશયનું સંકોચન પૂરું થાય કે તરત જો ગર્ભશિશુના હૃદયના ધબકારા 120/મિનિટથી ઓછા હોય એવું વારંવાર જોવા મળે તો ગર્ભશિશુ સંકટમાં છે એમ મનાય છે. જો તે સમયે તેના…

વધુ વાંચો >

ગર્ભપાત

ગર્ભપાત (abortion) : ગર્ભશિશુ જીવી શકે એટલો વિકાસ ન થયો હોય તે સમયે કુદરતી કે કૃત્રિમ રીતે સગર્ભાવસ્થાનો અંત આવવો તે. આપોઆપ થતા ગર્ભપાતને સાદી ભાષામાં કસુવાવડ (miscarriage) કહે છે. સામાન્ય રીતે તે 20 અઠવાડિયાંથી નાનો અને 500 ગ્રામથી ઓછા વજનનો ગર્ભ હોય છે. ગર્ભપાત મુખ્યત્વે 2 પ્રકારના છે :…

વધુ વાંચો >

ગર્ભ-યકૃત અંત:ક્ષેપ

ગર્ભ-યકૃત અંત:ક્ષેપ (foetal liver infusion, FLI) : ગર્ભશિશુ(foetus)ના યકૃત(liver)ના કોષોનું નિલંબિત દ્રાવણ (suspension) નસ વાટે ચડાવવું તે. સૌપ્રથમ મુખ્યત્વે ગર્ભના યોક-સૅકમાં, ત્યારબાદ કલેજા કે યકૃતમાં અને છેલ્લે અસ્થિમજ્જામાં લોહીના કોષો બને છે. ગર્ભશિશુમાં લગભગ દોઢ માસથી શરૂ થઈને 8થી 10 માસ સુધી યકૃતમાં લોહીના કોષો ઉદભવે છે. તેમાં 3થી 6-7…

વધુ વાંચો >

ગર્ભરક્તકોષભંજન

ગર્ભરક્તકોષભંજન (erythroblastosis foetalis) : માતા અને ગર્ભશિશુના રક્તકોષો(red blood cells, RBCs)ની અસંગતતાને કારણે થતો વિકાર. ગર્ભ-સજલતા(hydrops foetalis)ના નિદાનનાં ચિહનો બૅલેન્ટાઇને 1892માં સૌપ્રથમ આપ્યાં હતાં. 1932માં ડાયમંડ અને અન્ય વિજ્ઞાનીઓએ દર્શાવ્યું છે કે આ રોગમાં ગર્ભના લોહીમાં ઘણા રક્તબીજકોષો (erythroblasts) હોય છે અને તેને પાંડુતા (anaemia) હોય છે. લૅન્ડસ્ટાઇનર અને વાઇનરે…

વધુ વાંચો >

ગર્ભાશય-ઉચ્છેદન

ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy) : ગર્ભાશય(uterus)ને શસ્ત્રક્રિયા વડે દૂર કરવું તે. તે સ્ત્રીરોગની આધુનિક સારવારપદ્ધતિમાં મહત્વની શસ્ત્રક્રિયા ગણાય છે. સ્ત્રીઓનાં જનનાંગો પરની મહત્વની શસ્ત્રક્રિયાઓમાંની 60 %થી 70 % શસ્ત્રક્રિયામાં ગર્ભાશય-ઉચ્છેદન હોય છે. પ્રકારો (આકૃતિ 1) : (1) ગર્ભાશય-ગ્રીવા (cervix) વગર ગર્ભાશય કાઢી નાખવામાં આવે તો તેને અપૂર્ણ (subtotal) ગર્ભાશય-ઉચ્છેદન કહે છે. (2)…

વધુ વાંચો >