આયુર્વિજ્ઞાન
કૅન્સર – લસિકાભ પેશીનું (લિમ્ફોમા)
કૅન્સર, લસિકાભ પેશીનું (લિમ્ફોમા) : લસિકાગ્રંથિઓ (lymph nodes) અને અન્ય લસિકાભ (lymphoid) પેશીનું કૅન્સર થવું તે. તેને લસિકાર્બુદ (lymphoma) કહે છે. ગળું, બગલ તથા જાંઘના મૂળ(ઊરુપ્રદેશ)માં ‘વેળ ઘાલી’ને મોટી થતી ગાંઠો મૂળ લસિકાગ્રંથિઓ અથવા લસિકાપિન્ડો (lymph nodes) જ છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે ત્યારે લોહીની સૌથી નાની નસો, કેશવાહિનીઓ(capillaries)માંથી…
વધુ વાંચો >કૅન્સર – લાળગ્રંથિનું : જુઓ કૅન્સર – મોં – નાક અને ગળાનું
કૅન્સર, લાળગ્રંથિનું : જુઓ કૅન્સર, મોં, નાક અને ગળાનું.
વધુ વાંચો >કૅન્સર – લોહીનું
કૅન્સર, લોહીનું : લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશીનું કૅન્સર. તેને રુધિરકૅન્સર (leukaemia) કહે છે. લોહીમાં ત્રણ પ્રકારના કોષો હોય છે : રક્તકોષ, શ્વેતકોષ અને ગંઠનકોષ (platelets). તેમને સંયુક્ત રીતે રુધિરકોષો (blood cells) કહે છે. શ્વેતકોષો વિવિધ પ્રકારના હોય છે : 3 પ્રકારના કણિકાકોષો (granulocytes), લસિકાકોષો (lymphocytes) અને એકકેન્દ્રી કોષો (monocytes).…
વધુ વાંચો >કૅન્સર – વિકિરણન-ચિકિત્સા : જુઓ કૅન્સર
કૅન્સર, વિકિરણન-ચિકિત્સા : જુઓ કૅન્સર.
વધુ વાંચો >કૅન્સર – વિલ્મનું : જુઓ કૅન્સર – બાળકોનું
કૅન્સર, વિલ્મનું : જુઓ કૅન્સર, બાળકોનું.
વધુ વાંચો >કૅન્સર – વ્યવસાયલક્ષી : જુઓ કૅન્સર
કૅન્સર, વ્યવસાયલક્ષી : જુઓ કૅન્સર.
વધુ વાંચો >કૅન્સર-શસ્ત્રક્રિયા : જુઓ કૅન્સર
કૅન્સર-શસ્ત્રક્રિયા : જુઓ કૅન્સર.
વધુ વાંચો >કૅન્સર – શિશ્ન(penis)નું તથા મૂત્રાશયનળીનું
કૅન્સર, શિશ્ન(penis)નું તથા મૂત્રાશયનળીનું : શિશ્નનું કૅન્સર : પુરુષોના બાહ્ય જનનાંગ(external genitalia)નું કૅન્સર થવું તે. શિશ્ર્ન પોચી વાહિનીજન્ય (vascular) પેશીનું બનેલું અંગ છે જેમાં લોહી ભરાય ત્યારે તેનું કદ વધે છે. તે પુરુષોમાં પેશાબના ઉત્સર્ગ તથા વીર્યના બહિ:ક્ષેપ માટે વપરાતું અંગ છે. તેના મુખ્ય 3 ભાગ છે : મૂળ, દંડ…
વધુ વાંચો >કૅન્સર – શુક્રપિંડ(testis)નું
કૅન્સર, શુક્રપિંડ(testis)નું : પુરુષોના જનનપિંડ(gonad)ને શુક્રપિંડ કહે છે. તેમાં શુક્રકોષો અને પુરુષોનો અંત:સ્રાવ, ટેસ્ટોસ્ટીરોન ઉત્પન્ન થાય છે. શુક્રપિંડની ઉપર અધિશુક્રપિંડ અથવા અધિવૃષણ (epididymis) આવેલ છે. શુક્રપિંડમાં આવેલી શુક્રજનકનલિકા(seminiferous tubules)માં બનતા શુક્રકોષો શુક્રવાહિની (vas deferens) દ્વારા બહારની તરફ જાય છે. શુક્રપિંડને વૃષણ પણ કહે છે. તે 5 × 2.5 સેમી. કદના…
વધુ વાંચો >કૅન્સર – સ્તન(breast)નું
કૅન્સર, સ્તન(breast)નું : સ્તનનું કૅન્સર થવું તે. છાતીના આગળના ભાગમાં ચામડી નીચે આવેલી દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથિઓના સમૂહને સ્તન કહે છે. સગર્ભતા તથા પ્રસવ પછી તે સ્ત્રીઓમાં વિશિષ્ટ રીતે વિકસે છે. પુરુષોમાં તે અવશિષ્ટ સ્વરૂપે રહેલું હોય છે. તે પશ્ચિમી દેશો તથા શહેરી વિકસિત વિસ્તારોની સ્ત્રીઓનું મુખ્ય કૅન્સર છે. અમેરિકામાં…
વધુ વાંચો >