આયુર્વિજ્ઞાન
કાકડા, નાસાગ્રસની
કાકડા, નાસાગ્રસની (adenoids) : નાકની પાછળના ગળાની ઉપરના ભાગની પાછલી દીવાલ પર આવેલો કાકડો. તેને કંઠનાસાકીય કાકડો અથવા નાસિકાતુંડિકા પણ કહે છે. તે લસિકાભપેશીનો બનેલો છે અને નાનાં બાળકોમાં મોટો હોય છે. તેનું કદ 6-7 વર્ષની વય પછી ઘટે છે અને 15 વર્ષે સાવ ઘટી જાય છે. ક્યારેક મોટો નાસાગ્રસની…
વધુ વાંચો >કાટ્ઝ, બર્નાર્ડ (સર)
કાટ્ઝ, બર્નાર્ડ (સર) (જ. 26 માર્ચ 1911, લિપઝિગ, જર્મની; અ. 20 એપ્રિલ 2003, લંડન, યુ. કે.) : પ્રસિદ્ધ જર્મન વિજ્ઞાની. સન 1970ના 2 ભાગના નોબેલ પારિતોષિકના વિજેતા. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા ક્ષેત્રનું આ પારિતોષિક તેમણે સ્વીડનના ઉલ્ફવૉન યુલર અને યુ.એસ.ના જુલિયસ ઍક્સેલ્રોડની સાથે સહભાગીદારીમાં મેળવ્યું હતું. તેમણે ચેતાતંતુના છેડાઓ પર…
વધુ વાંચો >કાન
કાન : સાંભળવા માટેની જ્ઞાનેન્દ્રિય. તે અવાજના તરંગોને ઝીલીને ચેતા-આવેગો ઉત્પન્ન કરે છે. આ આવેગો શ્રવણચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે. તેનો અંદરનો ભાગ શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કરે છે. કાનના ત્રણ ભાગ છે : બાહ્યકર્ણ, મધ્યકર્ણ તથા અંત:કર્ણ. બાહ્યકર્ણ : તેની રચના બહારથી આવતા અવાજના તરંગોને અંદર તરફ લઈ…
વધુ વાંચો >કામદાર રાજ્ય વીમાયોજના
કામદાર રાજ્ય વીમાયોજના (Employees’ State Insurance Scheme, ESIS) : કામદારોને તથા તેમના કુટુંબને તબીબી સારવાર તથા નાણાકીય વળતર આપવાની સામાજિક સુરક્ષાલક્ષી વીમાયોજના, જે ભારત સરકારના કામદાર રાજ્ય વીમાના કાયદા (1948) દ્વારા અમલમાં આવેલી છે. આ કાયદાની કલમ 2(9)માં દર્શાવેલી વ્યાખ્યા પ્રમાણેના ઔદ્યોગિક કામદારોની તથા તેમનાં કુટુંબીજનોની માંદગી તથા સગર્ભાવસ્થા સમયે…
વધુ વાંચો >કામોત્તેજના-અભાવ (frigidity)
કામોત્તેજના-અભાવ (frigidity) : સંભોગ વખતે સ્ત્રીને કામોત્તેજના (orgasm) કે જાતીય પ્રતિભાવરૂપ લાગણી ન થવી તે. તેને સામાન્ય ભાષામાં સ્ત્રીનું જાતીય ‘ઠંડાપણું’ કહે છે. તેને કારણે પુરુષને સંભોગજન્ય કામોત્તેજનાની પરાકાષ્ઠા અનુભવાતી નથી. આ વિકારથી પીડાતી સ્ત્રી જાતીય સુખ અનુભવતી હોવા છતાં તે કામોત્તેજના અનુભવતી નથી. યોનિ(vagina)ના નીચલા ત્રીજા ભાગમાં અતિસંવેદિતા(hyperaesthesia)ને કારણે…
વધુ વાંચો >કાર્બામેઝેપિન (ઔષધ)
કાર્બામેઝેપિન (ઔષધ) : ચહેરા પર ત્રિશાખી ચેતાપીડ (trigeminal neuralgia) પ્રકારના દુખાવાની તથા આંચકી અથવા ખેંચની સારવારમાં વપરાતું ઔષધ. તે ઇમિનોસ્ટિલ્બેનમાંથી મેળવવામાં આવે છે અને તેમાં પાંચમા સ્થાને કાર્બામિલ જૂથ આવેલું છે. તે રાસાયણિક રીતે ત્રિચક્રી ખિન્નતારોધક (tricyclic antidepressant) ઔષધોને મળતું આવે છે. આંચકી અથવા ખેંચથી થતા અપસ્માર (epilepsy) રોગમાં તેનો…
વધુ વાંચો >કાર્બોહાઇડ્રેટ (આયુર્વિજ્ઞાન)
કાર્બોહાઇડ્રેટ (આયુર્વિજ્ઞાન) : શર્કરા, સેલ્યુલોઝ અને સ્ટાર્ચ જેવા કુદરતમાં મળી આવતાં કાર્બનિક સંયોજનોનો એક સમૂહ. તેમનું સામાન્ય સૂત્ર Cx (H2O)y છે, જેમાં X = 3, 4, …….; Y = 3, 4 ……. હોય છે. કાર્બોહાઇડ્રેટનું વિભાગીકરણ મૉનોસૅકેરાઇડ, ઓલિગોસૅકેરાઇડ અને પૉલિસૅકેરાઇડમાં કામ કરી શકાય. તેમનાં રાસાયણિક બંધારણ અને અન્ય ગુણધર્મો આગળ…
વધુ વાંચો >કાલા-આઝાર
કાલા-આઝાર : રેતમાખી (sand fly) દ્વારા ફેલાતા લિશમેનિયા ડોનોવાની નામના પરોપજીવીના ચેપથી થતો રોગ. તેમાં લાંબા સમય સુધી વારંવાર તાવ આવે છે, બરોળ અને યકૃત મોટાં થાય છે, વજન ઘટે છે, ચામડીનો રંગ ગાઢો થાય છે તથા રુધિરકોષઅલ્પતા (pancytopenia – લોહીના કોષોની સંખ્યામાં ઘટાડો) થવાથી શરીર ફિક્કું, કાળું થઈ જાય…
વધુ વાંચો >કીકી
કીકી : ખુલ્લી આંખમાં કેન્દ્રસ્થાને વચ્ચે દેખાતો કાળો કે નીલો ભાગ. તેમાં બહિર્ગોળ પારદર્શક સ્વચ્છા અથવા પારદર્શકપટલ (cornea), સ્નાયવી પટલ અથવા કૃષ્ણમંડળ કે કનીનિકાપટલ (iris) અને તેની વચ્ચે આવેલું કાણું–કનીનિકા (pupil) જોવા મળે છે. કીકીની આસપાસ આંખના ડોળાનું બહારનું આવરણ, સફેદ રંગનું શ્વેતાવરણ (sclera) હોય છે. શ્વેતાવરણ પર નેત્રકલા (conjunctiva)…
વધુ વાંચો >