અસમિયા સાહિત્ય
વર્મા, નવરુન
વર્મા, નવરુન (જ. 1 મે 1934, સમસેરનગર, સિલ્હટ, હાલ બાંગ્લાદેશ) : આસામી અને હિંદી લેખક. તેઓએ 1954માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.; 1960માં પારંગત (આગ્રા); 1973માં ‘રાષ્ટ્રભાષારત્ન’(વર્ધા)ની ડિગ્રી મેળવી. તેમણે પૂર્વોત્તર સાહિત્ય સંગમ, ગૌહત્તીના સેક્રેટરી પદે અને હિંદીમાં કટારલેખક તરીકે કામગીરી કરી હતી. તેમની માતૃભાષા હિંદી હોવા છતાં આસામીમાં પણ તેમણે લેખન-કાર્ય…
વધુ વાંચો >વિપ્ર હરિવર [તેરમી-ચૌદમી સદી]
વિપ્ર હરિવર [તેરમી-ચૌદમી સદી] : આસામી સાહિત્યના પૂર્વ વૈષ્ણવી કાળના ખ્યાતનામ કવિઓ પૈકીના એક. પ્રાચીન રાજ્ય કામતાપુરના રાજા દુર્લભનારાયણના આશ્રિત. કવિઓ અને પંડિતોના ભારે ચાહક અને આસામીમાં લખવા તેમને પ્રેરનાર રાજા વિશે તેમણે સ્વસ્તિવાચન કાવ્યકૃતિ રચીને તેના પ્રત્યે ઋણભાવથી પ્રશંસા કરી છે. તે રાજાના રાજ્યકાળ દરમિયાન તેમણે બે કૃતિઓ રચી…
વધુ વાંચો >શર્મા, અપૂર્વ
શર્મા, અપૂર્વ (જ. 1 જાન્યુઆરી 1943, હાલેમ, જિ. શોણિતપુર, આસામ) : અસમિયા વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘બાઘે ટાપુર રાતિ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટી (ગૌહત્તી) યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક તથા અનુસ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ અંગ્રેજી, બંગાળી તથા હિંદીમાં સારી જાણકારી ધરાવે છે. તેઓએ ‘ધ આસામ…
વધુ વાંચો >શર્મા, ઉમાકાન્ત
શર્મા, ઉમાકાન્ત (જ. 30 નવેમ્બર 1914, કાકય, જિ. કામરૂપ, આસામ) : આસામી લેખક. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી ફિલૉસોફીમાં એમ.એ. તથા અમેરિકામાં એમ.ડી.ની પદવી મેળવી. 1941-48 દરમિયાન આસામની વિવિધ કૉલેજોમાં પ્રાધ્યાપક; 1948-55 દરમિયાન આસામ એલિમેન્ટરી એજ્યુકેશન બૉર્ડના સેક્રેટરી; 1955-62 સુધી આસામ સરકારના શિક્ષણવિભાગમાં ઉપસચિવનાયબ સચિવ રહ્યા; 1962-69 દરમિયાન સંયુક્ત શિક્ષણ નિયામક તથા…
વધુ વાંચો >શર્મા, જિતેન
શર્મા, જિતેન (જ. 1 માર્ચ 1954, નાલબારી, આસામ) : આસામી લેખક. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયામાં કાર્યરત હોવા ઉપરાંત લેખનકાર્ય કર્યું. ‘નારાયણ શર્મા’ અને ‘ભ્રમર તાલુકદાર’ના ઉપનામે 1978-80 સુધી ‘સોમોય’ તથા ‘સિલપિર પૃથ્વી’ના સંપાદક રહ્યા પણ ‘આસોમિયા પ્રતિદિન’ના સાંસ્કૃતિક સંપાદક રહ્યા. તેમણે…
વધુ વાંચો >શર્મા, તીર્થનાથ
શર્મા, તીર્થનાથ (જ. 1911, ઝાંજી, જિ. શિવસાગર, આસામ; અ. 1986) : જાણીતા આસામી દાર્શનિક કવિ, ચરિત્રલેખક અને સંપાદક. તેમને તેમના ‘વેણુધર શર્મા’ નામના જીવનચરિત્ર બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી બંગાળ સંસ્કૃત ઍસોસિયેશન તરફથી વેદાંતમાં પ્રથમ અને મધ્યમા પરીક્ષા પાસ…
વધુ વાંચો >શર્મા, નરેન્દ્રનાથ
શર્મા, નરેન્દ્રનાથ (જ. 25 એપ્રિલ 1916, પુરાણીગુડમ્ ચલચલી, જિ. નાગોન, આસામ) : આસામી લેખક. તેમણે આસામીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ ગુવાહાટી સવિતા સભા, આસામના સ્થાપકમંત્રી; આસોમ સાહિત્યસભાના ખજાનચી; સાંસ્કૃતિક સંબંધો માટે આસામ અકાદમીના ઉપપ્રમુખ; આસામી શબ્દકોશ ‘ચલંતા અભિધાન’ના સંપાદક અને સંકલનકાર; બાળકોના માસિક ‘જોનબાઈ’ના સંપાદક રહ્યા અને ગુવાહાટી યુનિવર્સિટીના ડેપ્યુટી…
વધુ વાંચો >શંકરદેવ
શંકરદેવ (જ. 1449, બારડોવા, જિ. નવગામ, આસામ; અ. 1568) : 15મી 16મી સદીના પ્રથમ કક્ષાના આસામી કવિ, સંત અને કલાકાર. શિશુવયે જ માતાપિતા ગુમાવ્યાં. ગામની શાળામાં અસાધારણ પ્રતિભા દર્શાવી. શાળાનાં 5થી 6 વર્ષ પૂરાં થતાં તેઓ સંસ્કૃતના પંડિત બન્યા. તેઓ દુન્યવી બાબતોથી અલિપ્ત રહેતા. તેથી થોડા વખતમાં તેમનાં લગ્ન લેવડાવી…
વધુ વાંચો >શાસ્ત્રી, વિશ્વનારાયણ
શાસ્ત્રી, વિશ્વનારાયણ (જ. 1923, નારાયણપુર, આસામ) : આસામી તથા સંસ્કૃતના વિદ્વાન સર્જક. તેમની ‘અવિનાશી’ નામની સંસ્કૃત કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે સંસ્કૃતનું પારંપરિક શિક્ષણ કોલકાતા, વારાણસી તથા આસામમાં મેળવ્યું. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ. તથા ડી. લિટ.ની ડિગ્રીઓ મેળવી. તેમણે શાળાના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ…
વધુ વાંચો >સન્દિકૈ, કૃષ્ણકાન્ત
સન્દિકૈ, કૃષ્ણકાન્ત (જ. 1898, જોરહટ, આસામ; અ. 1982) : આસામીના વિદ્વાન લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘કૃષ્ણકાન્ત સન્દિકૈ રચના-સંભાર’ માટે 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (મરણોત્તર) આપવામાં આવ્યો. તેમની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી. 1919માં એમ.એ.માં સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારપછી યુનાઇટેડ કિંગ્ડમ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મૉડર્ન હિસ્ટરીમાં એમ.એ.ની…
વધુ વાંચો >