અર્થશાસ્ત્ર

રાજ, કે. એન.

રાજ, કે. એન. (જ. 1924, ત્રિચુર, કેરળ) : ભારતના એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી. મદ્રાસ યુનિવર્સિટીની ક્રિશ્ચિયન કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા. 1944માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા અને ત્રેવીસ વર્ષની ઉંમરે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, ભારત આવીને તેઓ આયોજનના મદદનીશ મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા. આયોજન પર આધારિત ભારતના આર્થિક વિકાસ અંગેની નીતિઓના…

વધુ વાંચો >

રાજકોષીય નીતિ

રાજકોષીય નીતિ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે અને પૂર્વનિર્ધારિત ઉદ્દેશોને હાંસલ કરવા માટે પ્રયોજવામાં આવતી જાહેર આવક અને જાહેર ખર્ચને સ્પર્શતી નીતિ. આધુનિક અર્થતંત્રમાં વ્યક્તિ કે ગ્રાહક, પેઢી અને રાજ્ય  આ ત્રણ આર્થિક એકમો કામ કરે છે. અન્ય આર્થિક એકમોની માફક રાજ્ય પણ આવક મેળવે છે, ખર્ચ કરે છે ને…

વધુ વાંચો >

રાપાકી, ઍડમ

રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું…

વધુ વાંચો >

રાવ, વી. કે. આર. વી.

રાવ, વી. કે. આર. વી. (જ. 8 જુલાઈ 1908, કાંચિપુરમ; અ.  25 જુલાઈ 1991, બૅંગાલુરુ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી. આખું નામ વિજયેન્દ્ર કસ્તૂરીરંગા વરદરાજ. પિતાનું નામ કસ્તૂરીરંગમ્ અને માતાનું નામ ભારતી. પ્રાથમિક શિક્ષણ અમેરિકન અર્કોટ મિશન સ્કૂલ, ટિંડિવનમ, તામિલનાડુ ખાતે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાંથી 1923માં…

વધુ વાંચો >

રાષ્ટ્રીય આવક

રાષ્ટ્રીય આવક : કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ એક દેશમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો પ્રવાહ. બીજી રીતે કહીએ તો દેશમાં થતી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તે ઉત્પાદનમાં રોકાયેલાં યંત્રો, સંચા, ઓજારો, ઉપકરણો, કારખાનાનું મકાન જેવા મૂડીમાલને થતો ઘસારો (wear and tear, depreciation) બાદ કરતાં…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation  (N.I.D.C.)

રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation  (N.I.D.C.) : પાયાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ થવા ભારત સરકારે સ્થાપેલું નિગમ. ભારત સરકારે ઑક્ટોબર, 1954માં ખાનગી કંપની તરીકે રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની રૂપિયા એક કરોડની મૂડીથી સ્થાપના કરેલી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે જે પાયાના ઉદ્યોગો જરૂરી…

વધુ વાંચો >

રાષ્ટ્રીયકરણ

રાષ્ટ્રીયકરણ : ખાનગી ક્ષેત્રની માલિકી હેઠળના કોઈ પણ આર્થિક ઘટકને રાજ્યની માલિકી હેઠળ મૂકવાની નીતિ અને પ્રક્રિયા. રાષ્ટ્રીયકરણ દ્વારા એક અથવા વધારે આર્થિક એકમોની માલિકીનું હસ્તાંતરણ કરવામાં આવે છે. અપવાદજનક કિસ્સાઓમાં રાજકીય હેતુ માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય તોપણ તે મહદ્અંશે આર્થિક વિચારસરણીને અધીન હોય છે. કેટલીક વાર રાજકીય અને…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation)

રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation) : હૈદરાબાદ ખાતે આવેલું રાષ્ટ્રીય કક્ષાનું ખનિજ વિકાસ નિગમ. આ નિગમ ખનિજ-અન્વેષણ, પર્યાવરણ-સંચાલન-સેવા, ખનિજ-સંશોધન અને તેના વિકાસનું ભૂસ્તરીય માહિતી-આંકડા કેન્દ્ર તરીકેનું તેમજ ખનિજો અંગેની સલાહ આપવાનું કાર્ય કરે છે. આ નિગમની અન્વેષણ-પાંખ નવાં સંકુલો ઊભાં કરવા ઇચ્છતી પેઢીઓને ખનિજ-જથ્થાઓ માટે ભૂસ્તરીય સર્વેક્ષણ,…

વધુ વાંચો >

રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.)

રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.) : નાના બચતકારો પાસેથી ઋણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં બચતપત્રો. આ યોજના નાના બચતકારો માટે છે. તેનાં પ્રમાણપત્રો રૂ. 500, રૂ. 1,000, રૂ. 5,000, રૂ. 10,000ના ગુણાંકમાં મળે છે. આ બચતપત્રો સરકારનું ઋણ હોવાથી તેમનું વ્યાજ સરકાર આપે છે. સરકારની પ્રવૃત્તિઓ કલ્યાણરાજ્યના સિદ્ધાંત…

વધુ વાંચો >

રિકાર્ડો, ડૅવિડ

રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…

વધુ વાંચો >