અમિત ધોળકિયા

પંત ગોવિંદ વલ્લભ

પંત, ગોવિંદ વલ્લભ (જ. 30 ઑગસ્ટ 1887, ખૂંટ, જિ. અલમોડા, ઉત્તરપ્રદેશ; અ. 7 માર્ચ 1961, નવી દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અઠંગ લડવૈયા, રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, ઉત્તરપ્રદેશના માજી મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી. તેમના પૂર્વજો દસમી સદીમાં મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયા હતા. પિતાનું નામ મનોરથ. બાળપણમાં તેમના…

વધુ વાંચો >

પેઇન ટૉમસ

પેઇન, ટૉમસ  (જ. 29 જાન્યુઆરી 1737, થેટફર્ડ, નૉરફોક પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 8 જૂન 1809, ન્યૂયૉર્ક, યુ.એસ.એ) : અમેરિકા અને ફ્રાંસની ક્રાંતિઓમાં મહત્ત્વનું વૈચારિક પ્રદાન કરનાર અઢારમી સદીના અગ્રણી રાજકીય ચિંતક. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે વ્યવસ્થિત શિક્ષણ ન પામી શકનાર પેઇનને ઘણી નાની વયે વહાણમાં ખલાસી તરીકે, ઇંગ્લૅન્ડના સરકારી આબકારી…

વધુ વાંચો >

પૉવેલ જી. બી.

પૉવેલ, જી. બી. : આધુનિક તુલનાત્મક રાજનીતિશાસ્ત્રના પાયાના સિદ્ધાંતકાર. અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં રહી તેમણે વ્યાપક સંશોધન કર્યાં. 1968માં પીએચ.ડી. થયા. વિકસિત અને વિકાસશીલ દેશોની વિવિધ રાજકીય પ્રથાઓની તુલના કરવા માટે નવીન પ્રકારની વિશ્લેષણપદ્ધતિનું પ્રતિપાદન કર્યું. રાજકીય વ્યવસ્થાના પરિચાલનને સમજવા માટે તેમણે રજૂ કરેલી નિક્ષેપ (input) અન બહિ:ક્ષેપ(output)ની મૌલિક વિભાવના વ્યાપક…

વધુ વાંચો >

બાકુનિન, મિખાઇલ ઍલેક્ઝાન્દ્રોવિચ

બાકુનિન, મિખાઇલ ઍલેક્ઝાન્દ્રોવિચ [જ. 30 મે (જૂના કૅલેન્ડર મુજબ 18 મે) 1814, તાજોક પ્રેમુખિના, રશિયા; અ. 1 જુલાઈ (જૂના કૅલેન્ડર મુજબ 19 જૂન) 1876, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ] : ઓગણીસમી સદીના અગ્રણી અરાજ્યવાદી ચિંતક અને રશિયન ક્રાંતિકારી. ગર્ભશ્રીમંત કુલીન પરિવારમાં જન્મ. લશ્કરી તાલીમ માટે તેમને પોલૅન્ડ સાથેની સરહદ પરની લશ્કરી છાવણીમાં મોકલવામાં…

વધુ વાંચો >

બાથ પક્ષ

બાથ પક્ષ : સંયુક્ત આરબ સમાજવાદી રાષ્ટ્રનું ધ્યેય સેવતો અને આરબ એકતાની હિમાયત કરતો રાજકીય પક્ષ. પૂરું નામ આરબ સોશિયાલિસ્ટ બાથ પાર્ટી. તેનો મુખ્ય પ્રભાવ ઇરાક અને સિરિયામાં, અને કંઈક અંશે લેબેનૉન અને જૉર્ડનમાં વર્તાય છે. ‘બાથ’ શબ્દનો અર્થ ‘પુનરુત્થાન’ થાય છે. આરબ રાષ્ટ્રીય અસ્મિતાને પુનર્જીવન બક્ષવાના ધ્યેયથી 1943માં દમાસ્કસમાં…

વધુ વાંચો >

બારૂક, બર્નાર્ડ મેન્સ

બારૂક, બર્નાર્ડ મેન્સ (જ. 19 ઑગસ્ટ 1870, કામદેન, સાઉથ કૅરોલિના, યુ.એસ.; અ. 20 જૂન 1965, ન્યૂયૉર્ક, યુ.એસ.) : વીસમી સદીના પૂર્વાર્ધના ઘણા અમેરિકી રાષ્ટ્રપ્રમુખોના આર્થિક સલાહકાર, શાહુકાર અને દાનવીર. 1889માં ન્યૂયૉર્કમાંથી સ્નાતકની પદવી હાંસલ કરી શેરબજાર દ્વારા તેમણે અઢળક સંપત્તિ એકત્ર કરી. નાણાક્ષેત્રે તેમના કૌશલ્યને અનુલક્ષીને 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18)…

વધુ વાંચો >

બુલ્ગાનિન, નિકોલાઇ

બુલ્ગાનિન, નિકોલાઇ (જ. 11 જૂન 1895, નોવગોરડ, રશિયા; અ. 24 ફેબ્રુઆરી 1975, મૉસ્કો, રશિયા) : સોવિયેટ સંઘના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, રાજનીતિજ્ઞ તથા આર્થિક વહીવટકર્તા. જાસૂસી પોલીસ અધિકારી તરીકે 1918માં કારકિર્દીની શરૂઆત કરનાર બુલ્ગાનિન 1931માં મૉસ્કો સમિતિ(સોવિયેત)ના અધ્યક્ષ તથા 1937માં રશિયન પ્રજાસત્તાકના વડાપ્રધાન બન્યા. 1938માં સ્ટેલિને તેમને સોવિયેત સંઘના નાયબ વડાપ્રધાનપદે નીમ્યા…

વધુ વાંચો >

બેકન, ફ્રાન્સિસ

બેકન, ફ્રાન્સિસ (જ. 22 જાન્યુઆરી 1561, લંડન; અ. 1 એપ્રિલ 1626, લંડન) : અંગ્રેજ વિચારક, રાજનીતિજ્ઞ અને સાહિત્યકાર. નાની વયથી વિચક્ષણ બુદ્ધિમત્તા તથા વૈચારિક પરિપક્વતા પ્રદર્શિત કરતાં માત્ર 12 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવી ત્યાં બે વર્ષ (1573–75) અભ્યાસ કર્યો. ત્યારબાદ (1575ના વર્ષ દરમિયાન) પૅરિસ ખાતેની બ્રિટનની…

વધુ વાંચો >

બેન્થામ, જેરિમી

બેન્થામ, જેરિમી (જ. 15 ફેબ્રુઆરી 1748, લંડન; અ. 6 જૂન 1832, લંડન) : ઉપયોગિતાવાદ(utilitarianism)ના પુરસ્કર્તા, અંગ્રેજ તત્વચિંતક અને કાયદાશાસ્ત્રી. વકીલ પિતાના આ પુત્રે ઑક્સફર્ડની ક્વીન્સ કૉલેજમાંથી પદવી મેળવી. કાયદાશાસ્ત્રના વિવિધ ઘટકોનો ઊંડો અભ્યાસ કર્યો. પિતાની અનિચ્છા છતાં બેન્થામે પ્રણાલિકાગત વકીલાત છોડી દીધી અને તેને બદલે કાયદા અને ન્યાયતંત્રના ક્ષેત્રે મહત્વના…

વધુ વાંચો >

લીન, પિઆઓ

લીન, પિઆઓ (જ. 5 ડિસેમ્બર 1907, હુઆંગ-કુઆંગ, હુપેહ પ્રાંત; અ. 13 ડિસેમ્બર 1971, મૉંગોલિયન પ્રજાસત્તાક) : ચીનના રાજકીય નેતા અને પ્રમુખ સામ્યવાદી લશ્કરી કમાન્ડર. ચીનના દુબેઈ વિસ્તારમાં એક નાના જમીનદાર પરિવારમાં જન્મેલ લીન વામ્પોઆ એકૅડેમીમાં અભ્યાસ દરમિયાન સામ્યવાદી નેતા ચાઉ-એન-લાઈના સંપર્કમાં આવ્યા અને તેમનાથી પ્રભાવિત થયા. 1928માં સામ્યવાદી પક્ષ રાષ્ટ્રીય…

વધુ વાંચો >