અમિતાભ મડિયા

સાર્જન્ટ જૉન સિન્ગર

સાર્જન્ટ, જૉન સિન્ગર (જ. 12 જાન્યુઆરી 1856, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 15 એપ્રિલ 1925, લંડન, બ્રિટન) : અમેરિકા તેમજ યુરોપના ધનાઢ્ય લોકોનાં વ્યક્તિચિત્રો તેમજ આલ્પ્સનાં નિસર્ગચિત્રો આલેખવા માટે જાણીતો અમેરિકન ચિત્રકાર. પૅરિસમાં વ્યક્તિ-ચિત્રકાર કાર્લો-દુરાં હેઠળ તેણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. 1879માં મૅડ્રિડ જઈ વાલાસ્ક્વૅથ (velazquez) તથા હાર્લેમ જઈ ફ્રાન્સ હાલ્સનાં ચિત્રોનો…

વધુ વાંચો >

સાર્જન્ટ હેરૉલ્ડ માલ્કૉમ વૉટ્સ (સર)

સાર્જન્ટ, હેરૉલ્ડ માલ્કૉમ વૉટ્સ (સર) (જ. 29 એપ્રિલ 1895, ઍશ્ફૉર્ડ, કૅન્ટ, બ્રિટન; અ. 3 ઑક્ટોબર 1967, લંડન, બ્રિટન) : વિખ્યાત સંગીતસંચાલક (conductor). લંડનની રૉયલ કૉલેજ ઑવ્ ઑર્ગેનિસ્ટ્સમાં અભ્યાસ કરીને સોળ વરસની ઉંમરે સંગીતનો ડિપ્લોમા મેળવ્યો. એકવીસ વરસની ઉંમરે તેમણે સંગીતમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1921માં તેમની પોતાની મૌલિક રચનાઓ હેન્રી…

વધુ વાંચો >

સાર્તો આન્દ્રેઆ દેલ

સાર્તો, આન્દ્રેઆ દેલ (જ. 1486, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. સપ્ટેમ્બર 1530) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. પિતા દરજી હતા. (પિતાની અટક ‘સાર્તો’નો ઇટાલિયન ભાષામાં અર્થ છે – દરજી.) આઠ વરસની ઉંમરે તેમણે એક સોની હેઠળ સુવર્ણકામની તાલીમ લેવી શરૂ કરેલી; પરંતુ ચિત્રકલા માટેની તેમની લગની તેમને ફ્લૉરેન્સના ચિત્રકાર જિયાન બારિલે પાસે લઈ ગઈ.…

વધુ વાંચો >

સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદ

સાલારજંગ મ્યુઝિયમ, હૈદરાબાદ (સ્થાપના : 1951) : માત્ર એક જ વ્યક્તિના કલાસંગ્રહ પરથી રચાયેલ અદ્વિતીય સંગ્રહાલય. હૈદરાબાદના નિઝામના નામાંકિત સાલારજંગ (દીવાન) વંશના છેલ્લા વંશજ સર નવાબ મીર યૂસુફઅલીખાન ઉર્ફે નવાબ સાલારજંગ ત્રીજાના નામ પરથી આ મ્યુઝિયમનું નામ રાખવામાં આવ્યું છે. તેઓ પણ કલારસિકતાનો ઉચ્ચ સંસ્કારવારસો ધરાવતા હતા. તેમણે દેશ-વિદેશમાંથી વિવિધ…

વધુ વાંચો >

સાલિયેરી ઍન્તૉનિયો

સાલિયેરી, ઍન્તૉનિયો (જ. 18 ઑગસ્ટ 1750, લેન્યાનો, ઇટાલી; અ. 7 મે 1825, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑપેરાઓ રચવા માટે જાણીતો ઇટાલિયન સ્વરનિયોજક. સોળ વરસની ઉંમરે સાલિયેરીએ સ્વરનિયોજક એફ. એલ. ગાસ્માન (Gassmann) હેઠળ સ્વર-નિયોજનની તાલીમ મેળવવી શરૂ કરી. ગાસ્માને તેની ઓળખાણ વિયેનાના સમ્રાટ જૉસેફ બીજા સાથે કરાવી. સાલિયેરીના પહેલા ઑપેરા ‘લ દોને…

વધુ વાંચો >

સાલિમ્બેની બંધુઓ

સાલિમ્બેની બંધુઓ (સાલિમ્બેની, લૉરેન્ઝો : જ. 1374, ઇટાલી; અ. 1420, ઇટાલી; સાલિમ્બેની, જેકોપો : જ. આશરે 1385, ઇટાલી; અ. 1427 પછી, ઇટાલી) : પોથીમાંનાં લઘુચિત્રો અને દેવળોમાં ભીંતચિત્રો આલેખવા માટે જાણીતા ઇટાલિયન ગૉથિક ચિત્રકાર બંધુઓ. એમનાં ચિત્રોમાં મુખ પર નાટ્યાત્મક હાવભાવ જોઈ શકાય છે. બોલોન્ચા, લૉમ્બાર્દી અને જર્મની તથા હૉલેન્ડનાં…

વધુ વાંચો >

સાલૉમૉન એરિખ

સાલૉમૉન એરિખ (જ. 1886, બર્લિન, જર્મની; અ. આશરે 1944) : છબી-પત્રકારત્વ(‘ફોટો જર્નાલિઝમ’)નો પાયો નાંખનાર પ્રસિદ્ધ જર્મન છબીકાર. સાલૉમૉન એરિખ શાલેય અભ્યાસ દરમિયાન સાલૉમૉનને સુથારીકામ અને પ્રાણીશાસ્ત્ર(zoology)નો શોખ હતો. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી 1928માં તેમણે નાનકડો કૅમેરા ખરીદ્યો. એ કૅમેરાને એક બૅગમાં છુપાવીને એક ખૂન…

વધુ વાંચો >

સાલોં (Salon)

સાલોં (Salon) (17મીથી 19મી સદી) : લુવ્ર મહેલ ખાતે અગ્રણી ફ્રેન્ચ કલા-સંસ્થા ફ્રેન્ચ રૉયલ અકાદમીનાં યોજાતાં કલા-પ્રદર્શનો. આરંભમાં આ કલા-પ્રદર્શનો લુવ્ર ખાતે ઍપૉલોં (Apolon) નામના ખંડમાં યોજાતાં હોવાથી એ પ્રદર્શનો ‘સાલોં દાપોલોં’ નામે ઓળખાયાં. મૂળે અનિયત કાળે યોજાતાં આ પ્રદર્શનો 1737થી 1795 સુધી દ્વિ-વાર્ષિક ધોરણે યોજાયાં. ફ્રેન્ચ ક્રાંતિ પછી તે…

વધુ વાંચો >

સાલ્ઝિલો ફ્રાન્સિકો

સાલ્ઝિલો, ફ્રાન્સિકો (જ. મે 1707, મુર્સિયા, સ્પેન; અ. 2 માર્ચ 1783, મુર્સિયા, સ્પેન) : સ્પેનનો અઢારમી સદીનો સૌથી વધુ પ્રસિદ્ધ તથા કેટલાક્ધો મતે શ્રેષ્ઠ શિલ્પી. રંગીન શિલ્પ : ‘ધ લાસ્ટ સપર’ જેની હેઠળ ફ્રાન્સિકો સાલ્ઝિલોએ તાલીમ લીધેલી. એ પછી એમણે ડોમિનકન સાધુ બનીને મઠનિવાસ સ્વીકાર્યો, પણ 1727માં પિતાનું મૃત્યુ થતાં…

વધુ વાંચો >

સાલ્વિયાતી જુસેપે

સાલ્વિયાતી, જુસેપે (Salviati, Giuseppe) (જ. આશરે 1520થી 1525, તુસ્કની, ઇટાલી; અ. આશરે 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ જુસેપે પૉર્તા. 1535માં રોમ જઈ તેમણે ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો સાલ્વિયાતી પાસે કલા-અભ્યાસ કર્યો અને ગુરુની ‘સાલ્વિયાતી’ અટક અપનાવી લીધી. 1539માં ગુરુ ફ્રાન્ચેસ્કો સાથે જુસેપે વેનિસ ગયા અને ચિત્ર ‘રેઇઝિન્ગ ઑવ્ લાઝારુસ’ ચીતર્યું.…

વધુ વાંચો >