અમિતાભ મડિયા
લૉટો, લૉરેન્ઝો (Lotto, Lorenzo)
લૉટો, લૉરેન્ઝો (Lotto, Lorenzo) (જ. આશરે 1480, વેનિસ, ઇટાલી; અ. 1556, લોરેટો, ઇટાલી) : ધાર્મિક વિષયોનાં રહસ્યમય ચિત્રો તેમજ મનોગતને નિરૂપતાં વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો રેનેસાંસ ચિત્રકાર. વેનિસના ચિત્રકારો જિયોવાની બેલિની અને ઍન્તોનેલો દા મૅસિનાનો તેની પર પ્રારંભમાં પ્રભાવ પડ્યો, પણ પછી તેણે એ પ્રભાવને ખંખેરી કાઢી રફાયેલનો પ્રભાવ ઝીલ્યો.…
વધુ વાંચો >લોથલ મ્યુઝિયમ
લોથલ મ્યુઝિયમ : ગુજરાતના અમદાવાદ જિલ્લામાં લોથલ ખાતે આવેલું ત્યાંથી મળી આવેલા સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષોનો સંગ્રહ અને જાળવણી કરતું મ્યુઝિયમ. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તેની સ્થાપના 1977માં થઈ. લોથલ ખાતેના પ્રાચીન ધક્કાની બાજુમાં જ આ મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે. લોથલના ધક્કા અને બીજાં પુરાતાત્વિક સ્થળોએથી ખોદકામ કરતાં…
વધુ વાંચો >લૉન્ગ, રિચર્ડ
લૉન્ગ, રિચર્ડ (જ. 1945, બ્રિટન) : આધુનિક બ્રિટિશ શિલ્પી. ચાલવું જેનો જન્મજાત સિદ્ધાંત છે તેવા પદયાત્રાના શોખીન લૉન્ગ વનવગડામાં જતાં-આવતાં પથ્થરો, ઝાંખરાં, સૂકી ડાળીઓને આરણ્યક સ્થળમાં જ પોતાની સ્વયંસૂઝથી ગોઠવીને અમૂર્ત શિલ્પ સર્જે છે. આવાં શિલ્પ પહેલી નજરે ઘણી વાર સીધી, આડીઅવળી કે વર્તુળાકાર અણઘડ વાડ જેવાં જણાય છે. સ્વાભાવિક…
વધુ વાંચો >લૉન્ગી, પિયેત્રો
લૉન્ગી, પિયેત્રો (જ. 1702, વેનિસ, ઇટાલી; અ. 8 મે 1785, વેનિસ, ઇટાલી) : વેનિસ નગરના ઘરગથ્થુ અને સામાજિક જીવનને ચિત્રિત કરવા માટે જાણીતો રોકોકો શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. મૂળ નામ પિયેત્રો ફાલ્ચા. ચોકસી પિતાએ તેને ચોકસીનો કસબ શિખવાડવા માટે ઘણી મથામણો કરી, પણ તે બધી નિષ્ફળ જતાં ઐતિહાસિક પ્રસંગો ચીતરવા માટે…
વધુ વાંચો >લૉન્ગો, રૉબર્ટ
લૉન્ગો, રૉબર્ટ (જ. 1953, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. પૉપકલા તેનું ક્ષેત્ર છે. ફિલ્મ, ટીવી, કૉમિક સ્ટ્રિપ, સ્થિર ફોટોગ્રાફ જેવાં લોકભોગ્ય માધ્યમોમાંથી દૃશ્યો ઉઠાવી તે મોટા કદની નકલો ચીતરે છે. વિષયપસંદગીમાં હિંસાનું તાંડવ, પ્રેમ, સેક્સ, નૃત્ય જેવા ભાવો તેને મનગમતા છે. લાકડું, ધાતુકાંસું અને કાચમાંથી તેણે શિલ્પો પણ સર્જ્યાં છે.…
વધુ વાંચો >લૉમેત્ઝો, જિયોવાની પાઓલો
લૉમેત્ઝો, જિયોવાની પાઓલો (જ. 1538, મિલાન, ઇટાલી; અ. 1600) : મેનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર અને કલા-ભાષ્યકાર. મેનરિસ્ટ ચિત્રકાર ગ્વોદેન્ઝિયો ફેરારી પાસે તેણે તાલીમ લીધેલી. 1517માં તેત્રીસ વરસની ઉંમરે તે અંધ થઈ જતાં તેની ચિત્રકાર તરીકેની કારકિર્દીનો અંત આવી ગયો. પછીની જિંદગી તેણે કલાના સિદ્ધાંતો પર વિચારણા કરવામાં ગાળી; જેના પરિપાક…
વધુ વાંચો >લૉમ્બાર્દો પરિવાર
લૉમ્બાર્દો પરિવાર (લૉમ્બાર્દો પિયેત્રો : જ. 1435, વેનિસ, ઇટાલી; અ. 1515, વેનિસ, ઇટાલી; લૉમ્બાર્દો તુલિયો : જ. 1455, વેનિસ, ઇટાલી; અ. 1532, વેનિસ, ઇટાલી; લૉમ્બાર્દો એન્તોનિયો : જ. 1458, વેનિસ, ઇટાલી; અ. 1516 ?, વેનિસ, ઇટાલી) : પિતા અને બે પુત્રોનો ઇટાલિયન શિલ્પી પરિવાર. પિતા લૉમ્બાર્દોના ગુરુ વિશે માહિતી મળતી…
વધુ વાંચો >લૉરાના, ફ્રાન્ચેસ્કો (Laurana, Francesco)
લૉરાના, ફ્રાન્ચેસ્કો (Laurana, Francesco) (જ. આશરે 1430, વ્રાના, ડૅલ્મેશિયા, રિપબ્લિક ઑવ્ વેનિસ, ઇટાલી; અ. 12 માર્ચ પહેલાં 1502, આવીન્યોન, ફ્રાન્સ) : સ્ત્રીઓનાં ખૂબ જ લાવણ્યસભર બસ્ટ-પૉર્ટ્રટ સર્જવા માટે જાણીતો રેનેસાંસ શિલ્પી તથા ફ્રાન્સમાં રેનેસાંસ કલાશૈલીનો પ્રવર્તક. એની આરંભિક કારકિર્દી વિશે માહિતી મળતી નથી. 1453માં એરેગોનના રાજા એલ્ફોન્સો બીજાએ એની પાસે…
વધુ વાંચો >લૉરી, એલ. એસ.
લૉરી, એલ. એસ. (જ. 1887, માન્ચેસ્ટર, બ્રિટન; અ. 1976, માન્ચેસ્ટર, બ્રિટન) : આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની એકવિધ નીરસ જિંદગીની વ્યર્થતાને તાદૃશ કરનાર બ્રિટિશ ચિત્રકાર. બ્રિટિશ ગંદી ઝૂંપડપટ્ટીઓ અને ઔદ્યોગિક વસાહતો તથા કારખાનાં એની કલાના આજીવન વિષય રહેલાં. તેમાં એકસરખી દીવાસળીઓ જેવી વ્યક્તિત્વહીન માનવઆકૃતિઓ ઊંધું ઘાલીને મજૂરી કરતી અથવા તો કામના સ્થળે…
વધુ વાંચો >લૉરેઇં, ક્લૉદ ગેલી
લૉરેઇં, ક્લૉદ ગેલી (જ. 1600, લૉરેઇં, ફ્રાંસ; અ. 1682, રોમ, ઇટાલી) : ફ્રેંચ બરોક-ચિત્રકાર. કારકિર્દીનો પ્રારંભ તેણે બ્રેડ અને કેક રાંધનારા પેસ્ટ્રીકૂક તરીકે કરેલો. 1613માં તેણે ઇટાલી જઈ નિસર્ગ-ચિત્રકાર એગૉસ્તીનો તાસી પાસે કલાની તાલીમ લેવી શરૂ કરી. 1618થી 1620 સુધી તે નેપલ્સમાં રહ્યો અને 1620થી તાસીના મદદનીશ તરીકે રોમમાં સ્થિર…
વધુ વાંચો >