અમિતાભ મડિયા
રેન્વા, પિયેરે-ઓગુસ્તે
રેન્વા, પિયેરે-ઓગુસ્તે (જ. 25 ફેબ્રુઆરી 1841, લિમોગે, ફ્રાન્સ; અ. 3 ડિસેમ્બર 1919, કેઇન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ પ્રભાવવાદી (impressionist) ચિત્રકાર. પિતા દરજી હતા. 1845માં આ કુટુંબ પૅરિસ આવી વસ્યું. બાળપણથી જ ચિત્રકલાનું કૌશલ્ય દાખવતા પિતાએ રેન્વાને એક પૅાર્સલિન ફૅક્ટરીમાં તાલીમાર્થે મૂક્યો. અહીં ઉપર ફૂલોના ગુચ્છા ચીતરવામાં રેન્વા પાવરધો થયો. આ પછી…
વધુ વાંચો >રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich)
રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich) (જ. 5 ઑગસ્ટ 1844, ચુગુયેવ, રશિયા; અ. 29 સપ્ટેમ્બર 1930, કુઓક્કલા, ફિનલૅન્ડ) : પ્રસિદ્ધ રશિયન ચિત્રકાર. ઐતિહાસિક પ્રસંગોનાં નાટ્યાત્મક ચોટ ધરાવતાં ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે. ખાર્કોવ નજીક ચુગુયેવમાં એક ગરીબ કુટુંબમાં જન્મેલ રેપિને ચર્ચની મૂર્તિઓ તૈયાર કરનાર એક કારીગર બુનાકોવ પાસે પ્રારંભિક…
વધુ વાંચો >રે, મૅન (Ray, Man)
રે, મૅન (Ray, Man) (જ. 27 ઑગસ્ટ 1890, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 18 નવેમ્બર 1976, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક અમેરિકન ચિત્રકાર, ફોટોગ્રાફર અને દાદાવાદી તેમજ પરાવાસ્તવવાદી ફિલ્મ-દિગ્દર્શક. ફોટોગ્રાફી અને ફિલ્મના ક્ષેત્રે તેમણે કરેલી ટૅકનિકલ શોધો (innovation) માટે પણ તે ખ્યાતનામ છે. પિતા પણ ચિત્રકાર અને ફોટોગ્રાફર. ન્યૂયૉર્ક નગરમાં મૅનનો ઉછેર થયો…
વધુ વાંચો >રૅમ્બો, જોહાન ઍન્ટૉન આલ્બાન
રૅમ્બો, જોહાન ઍન્ટૉન આલ્બાન (જ. 1790, જર્મની; અ. 1866, જર્મની) : રંગદર્શી જર્મન ચિત્રકાર. લક્ઝમબર્ગમાં બેનેડિક્ટાઇન મૉન્ક ફ્રેરે અબ્રાહમ દ’ ઓવલ પાસે 1803થી 1807 સુધી ચિત્રકલાની તાલીમ લીધી. આ પછી પૅરિસમાં 4 વરસ સુધી પ્રસિદ્ધ ફ્રેન્ચ ચિત્રકાર જાક લુઈ દાવિદ પાસે ચિત્રકલાની તાલીમ લીધી. 1812થી 1815 સુધી ટ્રાયર નગરમાં વ્યક્તિચિત્રકાર…
વધુ વાંચો >રૅમ્બ્રાં, હાર્મેન્ઝૂન વાન રીન
રૅમ્બ્રાં, હાર્મેન્ઝૂન વાન રીન (જ. 15 જુલાઈ 1606, લીડન, નેધરલૅન્ડ્ઝ; અ. 4 ઑક્ટોબર 1669, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ) : બરૉક શૈલીના પુરસ્કર્તા મહાન ડચ ચિત્રકાર અને છાપચિત્રકલા (મુદ્રણક્ષમકલા, printmaking)ના કસબી. પવનચક્કીઓના માલિક ધનિક પિતા હાર્મેન ગૅરિટ્ઝૂનના નવ પૈકીના તેઓ આઠમા સંતાન હતા. 1620માં રૅમ્બ્રાંએ સ્થાનિક લીડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્થાનિક ચિત્રકાર…
વધુ વાંચો >રેસ્પિઘી, ઓત્તોરિનો
રેસ્પિઘી, ઓત્તોરિનો (જ. 9 જુલાઈ 1879, બોલોન્યા, ઇટાલી; અ. 18 એપ્રિલ 1936, રોમ, ઇટાલી) : રશિયન વાદ્યવૃંદકીય (orchestral) તરેહો અને આધુનિક જર્મન સંગીતકાર રિચર્ડ સ્ટ્રૉસની હિંસક શૈલીનો ઇટાલિયન સંગીતમાં આવિષ્કાર કરનાર આધુનિક ઇટાલિયન સ્વરનિયોજક. આરંભમાં સંગીતનો અભ્યાસ ઇટાલીના બોલોન્યા નગરમાં તથા પછીથી રશિયાના નગર સેંટ પીટર્સબર્ગમાં સ્વરનિયોજક રિમ્સ્કી કોસોકૉવ પાસે…
વધુ વાંચો >રૈબા, એ. એ.
રૈબા, એ. એ. (જ. 20 જુલાઈ 1922, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર, કુંભકાર અને ડેકોરેટર. 1946માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. શણગારપ્રધાન શૈલી તેમજ અભિવ્યક્તિવાદી શૈલીની મિશ્રશૈલીમાં તેમણે ચિત્રસર્જન કર્યું છે. 1955થી શરૂ કરીને તેમણે પ્રત્યેક વર્ષે ભારતમાં વૈયક્તિક ચિત્રપ્રદર્શન કર્યું છે. કેન્દ્રીય લલિત…
વધુ વાંચો >રોકોકો કલા (Rococo art) (ચિત્ર અને શિલ્પ)
રોકોકો કલા (Rococo art) (ચિત્ર અને શિલ્પ) : આશરે 1750થી 1800 દરમિયાન પશ્ચિમ યુરોપની પ્રભાવક કલાશૈલી. રોકોકોની પુરોગામી બરોક કલાશૈલીમાં વેવલી (insipid) કોમળતા, ઠઠારા અને વૈભવપ્રદર્શનનો અતિરેક થતાં બરોક કલાનું સૌષ્ઠવ નંદવાયું અને રોકોકો કલાનો જન્મ થયો. ફ્રેન્ચ શબ્દ રોકોકોનો અર્થ છે : શંખ-અલંકરણ (shell-decoration). શંખમાં જોવા મળતા અંતર્ગોળ અને…
વધુ વાંચો >રૉજર્સ, રિચાર્ડ
રૉજર્સ, રિચાર્ડ (જ. 28 જૂન 1902, ન્યૂયૉર્ક શહેર; અમેરિકા; અ. 30 ડિસેમ્બર 1979, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : અમેરિકન મ્યૂઝિકલ કૉમેડીનો સ્વર-નિયોજક. તરુણાવસ્થામાં ઍમેટર બૉયઝ ક્લબ માટે રૉજર્સ ગીતો ગાતો. 1918માં તે કોલંબિયા યુનિવર્સિટીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને 1919માં કોલંબિયા યુનિવર્સિટીના વાર્ષિક સમારંભમાં ‘ફ્લાય વિથ મી’ નાટકનો સ્વરનિયોજક બન્યો.…
વધુ વાંચો >રોઝાનોવા, ઓલ્ગા
રોઝાનોવા, ઓલ્ગા (જ. 1886, રશિયા; અ. 1918, રશિયા) : રશિયન કન્સ્ટ્રક્ટિવિસ્ટ મહિલા ચિત્રકાર. તેમણે દુન્યવી ઘટનાઓ કે ચીજવસ્તુઓના આભાસો કૅન્વાસ પર ચીતરવાને સ્થાને અમૂર્ત સ્વયંભૂ (autonomous) આકૃતિઓ ચીતરવાનું મુનાસિબ માનેલું. તેમની ચિત્રકૃતિઓમાં સફેદ કે આછા પીળા રંગની એકસરખી પશ્ચાદભૂમાં વચ્ચે લીલી કે લાલ જાડી પટ્ટી ચિત્રિત હોય છે. ચિત્રની ખરબચડી…
વધુ વાંચો >