અમિતાભ મડિયા

રવિવર્મા, રાજા

રવિવર્મા, રાજા (જ. 29 એપ્રિલ 1848, કીલીપનૂર, કેરળ; અ. 2 ઑક્ટોબર 1906, કેરળ) : યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં વિશાળ કદનાં કૅન્વાસ આલેખનાર ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર. અર્વાચીન ભારતીય ચિત્રકલાના પિતામહ. ત્રાવણકોરના રાજકુટુંબમાં જન્મ. બાળપણમાં તેમના માનસપટ પર સંસ્કૃત સાહિત્યની ઊંડી ને કાયમી છાપ પડી, જેની અસર પુખ્ત વયે ચિત્રસર્જનમાં પણ…

વધુ વાંચો >

રશિયન મ્યુઝિયમ

રશિયન મ્યુઝિયમ : સેંટ પીટર્સબર્ગમાં આવેલું રશિયન કલાના સંગ્રહનું અગત્યનું મ્યુઝિયમ. ઓગણીસમી સદીના પ્રારંભમાં સ્થપતિ કાર્લો રોસીએ સેંટ પીટર્સબર્ગમાં એક મહેલ બાંધવો શરૂ કરેલો. ‘મિખાઇલૉવ્સ્કી પૅલેસ’ નામ ઓળખાતા આ મહેલનું બાંધકામ 1823માં પૂરું થયેલું. 1891માં આ મહેલ ‘રશિયન મ્યુઝિયમ’માં ફેરવાયો અને ત્યાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન રશિયન કલાની કૃતિઓ જાહેર…

વધુ વાંચો >

રસેલ, મૉર્ગન

રસેલ, મૉર્ગન (જ. 1886, ન્યૂયૉર્ક નગર; અ. 29 મે 1953, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના આધુનિક ચિત્રકાર. ન્યૂયૉર્ક નગરમાં રૉબર્ટ હેન્રીના હાથ નીચે અભ્યાસ કર્યા પછી 1906માં રસેલે પૅરિસ જઈ જીવનનાં 40 વરસ ત્યાં વિતાવ્યાં. રંગોની પ્રકૃતિ અંગેના વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ચિત્રકલામાં વિનિયોગ કરનારા પ્રથમ અમેરિકન ચિત્રકારોમાં તેમનો સમાવેશ થાય છે. ચિત્રકાર સ્ટૅન્ટન…

વધુ વાંચો >

રસ્કિન, જૉન

રસ્કિન, જૉન (જ. 8 ફેબ્રુઆરી 1819, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 20 જાન્યુઆરી 1900, કોનિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર. ‘ગૉથિક રિવાઇવલ’ ચળવળના પુરસ્કર્તા. માતા માર્ગારેટ અને પિતા જૉન જેમ્સના એકમાત્ર પુત્ર. પિતા દારૂના મોટા વેપારી. વારસામાં મળેલી મિલકતનો મોટો હિસ્સો રસ્કિને જરૂરતમંદોને વહેંચી દીધેલો. માતાએ પુત્રને બાઇબલના સંસ્કારનો…

વધુ વાંચો >

રંગદર્શી કલા

રંગદર્શી કલા : યુરોપીય કલામાં 1750થી 1870 સુધીના ગાળામાં વ્યાપક બનેલ વલણ. રંગદર્શિતાવાદ નવપ્રશિષ્ટવાદની સમકાલીન ઘટના હતી. રંગદર્શિતાવાદી કલાને ગટે, કાન્ટ, બૉદલેર અને શૉપનહાઉર જેવાનું સમર્થન સાંપડ્યું હતું. પ્રકૃતિનાં પ્રબળ અને પાશવી પરિબળો સામે માનવનાં કૌશલ્ય, બુદ્ધિ, બળ અને જુસ્સો નગણ્ય બની રહેવાથી ઊભી થતી કરુણાંતિકાઓ, અને પ્રકૃતિ પ્રત્યે માનવીને…

વધુ વાંચો >

રાઇડર, આલ્બર્ટ પિન્કહૅમ

રાઇડર, આલ્બર્ટ પિન્કહૅમ (જ. 19 માર્ચ 1847, ન્યૂ બેડફર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 28 માર્ચ 1917, ઍલ્મર્સ્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સમુદ્રનાં રહસ્યમય નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. 1870થી તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થાયી થયા. શરૂઆતમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કરવાનો થોડો વખત પ્રયત્ન કરી જોયો, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. આ અભ્યાસની…

વધુ વાંચો >

રાઉશેનબર્ગ, રૉબર્ટ

રાઉશેનબર્ગ, રૉબર્ટ (જ. 22 ઑક્ટોબર 1925, પૉર્ટ આર્થર, ટેક્સાસ, અમેરિકા) : વિશ્વના ટોચના એક આધુનિક ચિત્રકાર. તેમણે કલાનો અભ્યાસ કૅન્સાસ સિટી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસની અકાદમી જુલિયો અને નૉર્થ કૅરલાઇનની બ્લૅક માઉન્ટન કૉલેજમાં કર્યો. 1949માં તેઓ ન્યૂયૉર્ક શહેરમાં સ્થાયી થયા. 1958થી તેમને ખ્યાતિ મળવા લાગી અને 1977માં તેઓ ટોચના સ્થાને પહોંચી…

વધુ વાંચો >

રાખ્માનિનૉફ, સર્ગેઇ

રાખ્માનિનૉફ, સર્ગેઇ (જ. 1 એપ્રિલ 1873, ઓનેગ, રશિયા; અ. 28 માર્ચ 1943, બેવર્લી હિલ્સ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : પ્રસિદ્ધ રંગદર્શી રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. પિયાનોવાદનમાં તેમણે અભૂતપૂર્વ કૌશલ્ય પ્રદર્શિત કરેલું. નૉવ્ગોરોડ જિલ્લાના ઇલ્મેન સરોવર કાંઠે આવેલ ઓનેગમાં તેમનો ઉછેર થયો. તેમના પિતા નિવૃત્ત લશ્કરી અધિકારી હતા અને માતા પણ લશ્કરી કારકિર્દી…

વધુ વાંચો >

રાજસ્થાની લઘુચિત્રકલા

રાજસ્થાની લઘુચિત્રકલા (ચૌદમીથી ઓગણીસમી સદી) : પશ્ચિમ અને મધ્ય ભારતનાં હિંદુ રાજકુટુંબોના રાજ્યાશ્રયે પાંગરેલી લઘુચિત્રોની કલાપરંપરા. હિંદુ ધર્મ, પુરાકથાઓ, ઇતિહાસકથાઓ, મધ્યયુગીન સાહિત્ય અને અન્ય આનુષંગિક વિષયોનું આલેખન તેનો મુખ્ય વિષય છે. ઈ. સ. 648માં કનોજના રાજા હર્ષના અવસાન બાદ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય મળતો બંધ થઈ…

વધુ વાંચો >

રાજાઈઆહ, કે.

રાજાઈઆહ, કે. (જ. 14 મે 1942, સિદ્દીપેટ, મેડક, આંધ્ર) : આધુનિક ભારતીય ચિત્રકાર. હૈદરાબાદની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાંથી રાજાઈઆહે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. તે શોભન (decorative) શૈલીમાં ચિત્રસર્જન કરે છે. સિદ્દીપેટ (1953, 1975), વરાંગલ (1954), હૈદરાબાદ (1964, ’70, ’74), તિરુપતિ (1975) અને સંગારેડ્ડી(1976)માં તેમની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. 1955,…

વધુ વાંચો >