અમિતાભ મડિયા

મોલારામ

મોલારામ (જ. આશરે 1740, ગઢવાલ; અ. આશરે 1804 પછી, ગઢવાલ) : પહાડી લઘુચિત્રકલાની ગઢવાલ-શાખાના પ્રસિદ્ધ ચિત્રકાર. મોલારામના બાપદાદાઓ મુઘલ રાજદરબારના કુશળ ચિત્રકારો હતા. તેઓ સત્તરમી સદીની મધ્યમાં ગઢવાલમાં આવી વસ્યા. ગઢવાલની અલકનંદા નદીને કાંઠે આવેલ શ્રીનગરના રાજાઓ પ્રદીપ શાહ (1717–1772), લલાટ શાહ (1772–1780); જયકૃત શાહ (1780–1785) અને પ્રદ્યુમ્ન શાહે (1785–1803)…

વધુ વાંચો >

મૉસ્કોવિટ્ઝ, રૉબર્ટ

મૉસ્કોવિટ્ઝ, રૉબર્ટ (Moscowitz, Robert) (જ. 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : પિતાનું નામ લુઈસ અને માતાનું નામ લીલી મોસ્કોવીટ્ંઝ. 1950 પછી તેમણે ‘એબ્સ્ટ્રેક્ટ એક્સ્પ્રેશનીઝમ’ શૈલીથી આલેખેલા અમૂર્ત ચિત્રો તેમની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ ગણાય છે. 1965 પછી તેમણે પોપ આર્ટના પ્રયોગો કર્યા. ન્યૂયૉર્કનું ફ્લૅટિરોન બિલ્ડિંગ પ્રસિદ્ધ શિલ્પી રોદાંનું જાણીતું શિલ્પ ‘થિંકર’ જેવા…

વધુ વાંચો >

મૉસ્કો શૈલીની કલા

મૉસ્કો શૈલીની કલા (1400થી 1600) : ખ્રિસ્તી ધાર્મિક દેવદેવીનાં શિલ્પ અને ભીંતચિત્રનાં નિરૂપણની મૉસ્કોકેન્દ્રિત રશિયન શૈલી. પૂર્વ યુરોપ અને રશિયામાં પ્રચલિત બિઝેન્ટાઇન શૈલીમાંથી ઊતરી  આવેલી પરંપરા છે. ઑર્થડૉક્સ રશિયન ચર્ચ આશ્રિત (patronised) આ શૈલીમાં મોહક આછા રંગો દ્વારા ખ્રિસ્તી કથાપ્રસંગોના નિરૂપણ વડે આધ્યાત્મિક અભિવ્યક્તિ કરાઈ છે. કૉન્સ્ટન્ટિનોપલમાં જન્મેલા ગ્રીક કલાકાર…

વધુ વાંચો >

મૉહૉઈ-નૉદ્ય લાસ્લો

મૉહૉઈ-નૉદ્ય લાસ્લો (જ. 1895, બાસ્બૉર્સોદ, હંગેરી; અ. 1946) : હંગેરિયન શિલ્પી અને ડિઝાઇનર, ફોટોગ્રાફર તથા વિખ્યાત કલાશાળા બાઉહાઉસના પ્રસિદ્ધ અધ્યાપક. તેમણે બુડાપેસ્ટમાં કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. 1919થી 1923 સુધી તેમણે દાદા શૈલી તથા ‘કન્સ્ટ્રક્શનિસ્ટ’ જૂથ સાથે વિયેના અને બર્લિનમાં રહી ચિત્રો કર્યાં અને પોતાના સર્વપ્રથમ ‘ફોટોગ્રામ’ એટલે કે કૅમેરાની સહાય…

વધુ વાંચો >

મૌર્ય કળા

મૌર્ય કળા (ઈ. પૂ. આશરે 260થી ઈ. પૂ. 232 સુધી) : મૌર્ય યુગની ભારતીય કળા. સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષો પછી દોઢ હજારથી પણ વધુ વરસોના સ્થાપત્ય કે કલાના અવશેષો ભારતમાં પ્રાપ્ત થયા નથી. પણ પછીના મૌર્ય સામ્રાજ્યના અવશેષો મળ્યા છે. એનું પણ કારણ છે. સિંધુ સંસ્કૃતિના અસ્ત પછી સેંકડો…

વધુ વાંચો >

મ્યાનમાર(બર્મા)ની કલા

મ્યાનમાર(બર્મા)ની કલા : મ્યાનમાર દેશની કલા. આ કલા ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પ્રભાવિત છે. મ્યાનમારના પુષ્કળ વરસાદવાળા વિસ્તારોમાં સદીઓ સુધી લોકો પથ્થર, ઈંટ કે કાંસાને બદલે ભીની માટી વડે મૂર્તિકામ કરતા હતા. અહીંની બ્રહ્મી પ્રજા પ્રારંભે નાટપૂજક હતી. નાટમાં વૃક્ષદેવતા, નદીઓ, નાગ, પૂર્વજો તથા અપમૃત્યુ પામેલા જીવના પ્રેતનો પણ સમાવેશ થતો હતો.…

વધુ વાંચો >

મ્યૂલર, ઑટો

મ્યૂલર, ઑટો (જ. 16 ઑક્ટોબર 1874, લીબો, જર્મની; અ. 24 સપ્ટેમ્બર 1930, બ્રેસ્લાવ, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1890થી 1894 સુધી ગૉર્લિટ્ઝમાં લિથોગ્રાફર તરીકે તાલીમ લીધી, પણ અહીંના જડ અને નિયમપરસ્ત અભ્યાસમાળખાથી તેઓ કંટાળી ગયા. 1894થી 1896 સુધી ડ્રેસ્ડન એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1896માં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના પ્રવાસો…

વધુ વાંચો >

યથાર્થવાદ (realism)

યથાર્થવાદ (realism) : ઓગણીસમી સદીના મધ્યમાં ફ્રાંસમાં પ્રકટેલ કલાપ્રવાહ. આ કલાપ્રવાહનો પ્રણેતા ચિત્રકાર ગુસ્તાફ કૉર્બે (Gustave Corbet, 1819–1877) સમકાલીન બે મુખ્ય કલાપ્રવાહો – રંગદર્શિતાવાદ (romanticism) અને નવપ્રશિષ્ટતાવાદ-(neoclassicism)થી કંટાળ્યો હતો. રંગદર્શિતાવાદના માનવમનને બહેકાવતી લાગણીઓના સ્વપ્નિલ વિહાર તેમજ નવપ્રશિષ્ટતાવાદમાં અંકિત થતાં ગ્રેકોરોમન વીરનાયકો, નાયિકાઓ અને દેવદેવીઓનાં ચિત્રો અને શિલ્પો નિહાળી-નિહાળીને તે થાક્યો…

વધુ વાંચો >

યાદવ, કનૈયાલાલ રામચંદ્ર

યાદવ, કનૈયાલાલ રામચંદ્ર (જ. 10 એપ્રિલ 1932, રતલામ, મ. પ્ર.; અ. 21 જૂન 1992) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મૂળ યુ. પી.ના ભૈયા વર્ગના યાદવે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો હતો. પ્રભાવવાદી તેમજ શોભનશૈલીએ નિસર્ગચિત્રો કરવા માટે થઈને તેઓ લોકપ્રિય થયા હતા. તેઓ વિશાળ નેત્રો અને…

વધુ વાંચો >

યુએલ્ઝમાન, જેરી (Uelsmann, Jerry)

યુએલ્ઝમાન, જેરી (Uelsmann, Jerry) (જ. 1934, ડેટ્રૉઇટ, અમેરિકા) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ અમેરિકન પરાવાસ્તવવાદી ફોટોગ્રાફર. રૉચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને 1957માં એમ.એસ.ની પદવી તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને 1960માં એમ.એફ.(માસ્ટર ઑવ્ ફાઇન આર્ટ)ની પદવી હાંસલ કરી. તે જ વર્ષે ગેઇન્સવાઇલ ખાતે યુનિવર્સિટી ઑવ્ ફ્લૉરિડામાં…

વધુ વાંચો >