અમિતાભ મડિયા
મોના લીસા
મોના લીસા : રેનેસાં યુગના મહાન વિચારક અને કલાકાર લિયોનાર્દો દ વિન્ચી દ્વારા 1503–06 દરમિયાન આલેખાયેલું જગમશહૂર ચિત્ર. હાલમાં તે પૅરિસના લૂવ્ર મ્યુઝિયમમાં પ્રદર્શિત થયેલું છે. 77 × 53 સેન્ટિમીટર ફલકનું આ ચિત્ર લાકડાની સપાટી પર તૈલરંગો વડે ચીતરાયેલું છે. ચિત્રની સપાટીને ઘણું નુકસાન થયું હોવાથી તે ખરાબ હાલતમાં છે. આ…
વધુ વાંચો >મૉન્તેવર્દી, ક્લૉદિયો
મૉન્તેવર્દી, ક્લૉદિયો (જ. 15 મે 1567; અ. ક્રિમોઆ, ઇટાલી; અ. 29 નવેમ્બર 1643) : યુરોપના સર્વકાલીન મહાન સંગીતસર્જકોમાં સ્થાન પામનાર સોળમી સદીના ઇટાલિયન સંગીતસર્જક. ધાર્મિક સંગીત, નાટ્યસંગીત અને મૅડ્રિગલ દ્વારા તેમની સર્જનાત્મકતાનો આવિષ્કાર થયો. તે એક કેથલિક પાદરી, ગાયક અને રીઢા જુગારી પણ હતા. ક્રિમોઆના કથીડ્રલમાં કૉયરબૉય તરીકે તેમણે કારકિર્દીનો…
વધુ વાંચો >મૉન્દ્રીઆં, પીએ
મૉન્દ્રીઆં, પીએ (જ. 7 માર્ચ 1872; અ. 1 ફેબ્રુઆરી 1944) : ડચ ચિત્રકાર. તેમણે વાસ્તવવાદી ર્દશ્યચિત્રો વડે શરૂઆત કરી અને પછી ઘનવાદ(cubism)ની શૈલી અપનાવી. નિસર્ગચિત્ર કે ર્દશ્યચિત્રથી શરૂ કરીને ઘનવાદી ચિત્રો સુધીની આ યાત્રામાં, ચિત્રમાંથી વાસ્તવિક વિગતો ક્રમશ: ઘટતી ગઈ અને ધીમે ધીમે તેને સ્થાને નજર સમક્ષ દેખાતા ઘટક (object)…
વધુ વાંચો >મોબાઇલ શિલ્પ
મોબાઇલ શિલ્પ : ગતિમાન શિલ્પ. આ આધુનિક શિલ્પ નૈસર્ગિક પવન અથવા વીજસંચાલિત મોટરથી હલનચલન પામે છે. અંગ્રેજીમાં તે મોબાઇલ ઉપરાંત કાઇનેટિક શિલ્પ તરીકે પણ ઓળખાય છે. અમેરિકન શિલ્પી ઍલેક્ઝાન્ડર કાલ્ડર પ્રથમ મોબાઇલ શિલ્પી છે. તેમનાં આ પ્રકારનાં શિલ્પોનું પ્રથમ પ્રદર્શન પૅરિસમાં યોજાયું ત્યારે માર્સેલ દ્યુશોંએ આ શિલ્પકૃતિઓને પ્રથમ વાર જ…
વધુ વાંચો >મૉરિઝો, બેર્ત (મેરી પૉલિન)
મૉરિઝો, બેર્ત (મેરી પૉલિન) (જ. 14 જાન્યુઆરી 1841, બર્ગેસ, ફ્રાન્સ; અ. 2 માર્ચ 1895, ફ્રાન્સ) : પ્રભાવવાદી ફ્રેન્ચ મહિલા-ચિત્રકાર. વિખ્યાત રોકોકો ચિત્રકાર ઝાં ઑનૉરે ફ્રૅગૉનાનાં તે દૌહિત્રી. તેઓ પ્રભાવવાદી ચિત્રશૈલીનાં અગ્રેસર સમર્થક હતાં. તેમણે મુખ્યત્વે મહિલા તથા બાળકોનાં ચિત્રોનું આલેખન કર્યું છે. 1862થી 1868 સુધી તેમણે કૉરો પાસે તાલીમ લીધી.…
વધુ વાંચો >મૉરિસ, વિલિયમ
મૉરિસ, વિલિયમ (જ. 24 માર્ચ 1834, લંડન નજીક વૉલ્ધૅમ્સ્ટો; અ. 3 ઑક્ટોબર 1896, લંડન નજીક હૅમરસ્મિથ) : વિક્ટોરિયન રુચિમાં ક્રાંતિ આણનાર તથા આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ મૂવમેન્ટના પ્રણેતા, બ્રિટિશ ડિઝાઇનર, કસબી (craftsman) અને કવિ. તેઓ સમાજવાદી વિચારસરણીના તરફદાર હતા. ઇંગ્લૅન્ડના એપિન્ગ (Epping) જંગલની દક્ષિણી ધારે વસેલા એક સંપન્ન કુટુંબમાં તેઓ જન્મેલા.…
વધુ વાંચો >મૉરેન્ડી, જ્યૉર્જિયો
મૉરેન્ડી, જ્યૉર્જિયો (જ. 20 જુલાઈ 1890, બૉલૉન્જ, ઇટાલી; અ. 18 જૂન 1964, બૉલૉન્જ, ઇટાલી) : પદાર્થચિત્રોના જાણીતા ઇટાલિયન ચિત્રકાર. તેમણે બૉલૉન્જની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યો અને પાછળથી 1930થી 1956 સુધી ત્યાં જ કલાશિક્ષક તરીકે કામગીરી સંભાળી. મૉરેન્ડીનાં પદાર્થચિત્રો પદાર્થોની સાદી, ભૌમિતિક ગોઠવણીને કારણે વીસમી સદીના ઔપચારિકતાવાદ(formalism)ના વિકાસમાં મહત્વનું…
વધુ વાંચો >મૉરો, ગુસ્તાવ
મૉરો, ગુસ્તાવ (જ. 6 એપ્રિલ, 1826, પૅરિસ; અ. 18 એપ્રિલ, 1898 પૅરિસ) : ફ્રેન્ચ પ્રતીકવાદી ચિત્રકાર. તેમણે ´ઇમૅલ દે બ્યૉં આર્ટ્ઝ´માં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યાં જ તે 1892માં ચિત્રકલાના પ્રોફેસર નિમાયા. આ કલાસંસ્થાને રાજા લૂઈ ચૌદમાએ રાજકીય માન્યતા આપી હતી. બહુધા તે પ્રાચીન પુરાણપ્રસંગો તથા બાઇબલમાંથી મોટેભાગે દુષ્ટ ભાવો પ્રેરનારાં…
વધુ વાંચો >મૉરૉનૉબુ, હિશિકાવા
મૉરૉનૉબુ, હિશિકાવા (જ. 1618, આવા, જાપાન; અ. 25 જુલાઈ, 1694, જાપાન) : જાપાની ચિત્રકાર અને કાષ્ઠછાપકલાના ચિત્રકાર. જાપાનની પ્રસિદ્ધ ´યુકિયો-ઈ´ કાષ્ઠછાપકલાના વિકાસમાં મૉરૉનૉબુએ મૂળગામી પ્રદાન કર્યું છે. મૉરૉનૉબુએ કારકિર્દીનો પ્રારંભ તે સમયે એડૉ નામે ઓળખાતા આજના ટોકિયો નગરમાં ટેક્સ્ટાઇલ ડિઝાઇનર, ભરતગૂંથણની ડિઝાઇનના કલાકાર તેમજ પુસ્તકોનાં ચિત્રનિદર્શનોના આલેખક તરીકે કરી. ´માકુરા…
વધુ વાંચો >મૉર્ગનર, વિલ્હેમ
મૉર્ગનર, વિલ્હેમ (જ. 27 જાન્યુઆરી, 1891, સોએસ્ટ; અ. 16 ઑગસ્ટ, 1917, લેન્જમાર્ક, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1908થી 1909 સુધી ચિત્રકાર જ્યૉર્જ ટેપર્ટ પાસે તાલીમ લીધી. ટેપર્ટની ચિત્રશૈલીની રેખાઓની લયબદ્ધતા મૉર્ગનરે એટલે સુધી આત્મસાત્ કરી કે તેમનાં ચિત્રોમાં તે છેક સુધી જળવાઈ રહી. આરંભકાળનાં ચિત્રોમાં ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતો એ મુખ્ય…
વધુ વાંચો >