અમિતાભ મડિયા
કોલ્ડ્સ્ટ્રીમ વિલિયમ સર
કોલ્ડ્સ્ટ્રીમ, વિલિયમ સર (જ. 28 ફેબ્રુઆરી 1908, નૉર્ધમ્બર્લૅન્ડ, બ્રિટન; અ. 18 ફેબ્રુઆરી 1987, બ્રિટન) : પ્રભાવવાદી શૈલીમાં નગરદૃશ્યોનું આલેખન કરનાર બ્રિટિશ ચિત્રકાર. લંડન ખાતેની સ્લેઇડ સ્કૂલમાં કલાની તાલીમ લીધા પછી લંડન ગ્રૂપ નામના ચિત્રકાર જૂથમાં તેઓ જોડાયા. 1934થી 1937 સુધી ફિલ્મનિર્માણક્ષેત્રે નટનટીઓ પાછળનું પર્યાવરણ ગોઠવવાનું કામ કર્યું. પ્રસિદ્ધ કલાવિવેચક કેનીથ…
વધુ વાંચો >કોલ્મૅન ઓર્નિટ
કોલ્મૅન, ઓર્નિટ (Coleman, Ornette) (જ. 9 માર્ચ 1930, ફૉર્ટ વર્થ, ટૅક્સાસ, અમેરિકા; અ. 11 જૂન 2015, મેનહટ્ટન, ન્યૂયૉર્ક) : અગ્રણી જાઝ-સેક્સોફોનવાદક, સંગીતનિયોજક તથા ‘ફ્રી જાઝ’ નામે ઓળખાતી જાઝ-શૈલીનો પ્રણેતા. ચૌદ વરસની ઉંમરે કોલ્મૅને સેક્સોફોન શીખવું શરૂ કર્યું અને બેત્રણ વરસમાં જ એમાં નૈપુણ્ય હાંસલ કર્યું. 1949માં ‘બ્લૂઝ’ શૈલીના એક જાઝ-બૅન્ડ…
વધુ વાંચો >કૉલ્વાઇલ ડેવિડ ઍલેક્ઝાન્ડર
કૉલ્વાઇલ, ડેવિડ ઍલેક્ઝાન્ડર (જ. 24 ઑગસ્ટ 1920, ટોરૉન્ટો, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 2013,નોવા સ્કોટિયા) : કેનેડાના પ્રભાવવાદી ચિત્રકાર. નોવા સ્કોટિયાના ઍમ્હર્સ્ટ ખાતે તેમનું બાળપણ વીતેલું. ચિત્રકાર સ્ટેન્લે રોયાલ (Stanley Royle) પાસે તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1942માં કૅનેડાની સરકારે રાજ્યના અધિકૃત ચિત્રકાર તરીકે કોલ્વાઇલની નિમણૂક કરી. 1950થી 1963 સુધી તેમણે કૅનેડાની માઉન્ટ…
વધુ વાંચો >કોવારુબિયાસ મિગ્વેલ
કોવારુબિયાસ, મિગ્વેલ (Covarrubias, Miguel) (જ. 22 નવેમ્બર 1904, મૅક્સિકો નગર, મૅક્સિકો; અ. 4 ફેબ્રુઆરી 1957, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક મૅક્સિકન ચિત્રકાર અને સાંસ્કૃતિક સંશોધક. શાલેય અભ્યાસ મૅક્સિકોમાં પૂરો કરી ન્યૂયૉર્ક નગર જઈ ત્યાં કલાનો અભ્યાસ કર્યો. એ પછી ન્યૂયૉર્ક નગરથી પ્રકાશિત થતા સ્ત્રીઓનાં વસ્ત્રો, સૌંદર્યપ્રસાધનો અને ફૅશન અંગેના જાણીતા…
વધુ વાંચો >ક્રાફ્ટ ઍડમ
ક્રાફ્ટ, ઍડમ (Craft, Adam) (જ. આશરે 1455થી 1460, નર્નબર્ગ, જર્મની; અ. 1508 કે 1509, શ્વેબેખ, જર્મની) : પ્રસિદ્ધ જર્મન ગૉથિક શિલ્પી. ભાવવાહી માનવ-આકૃતિઓ કંડારવા માટે તેઓ જાણીતા છે. એમના જીવન અંગે જૂજ માહિતી મળે છે. ‘ક્રાઇસ્ટ્સ પેશન’ (1490) તથા ‘રિઝરેક્શન’ (1492) એમની શ્રેષ્ઠ શિલ્પરચનાઓ ગણાય છે. વળી નર્નબર્ગ ખાતે સેંટ…
વધુ વાંચો >ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)
ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…
વધુ વાંચો >ક્રિસ્ટો જાવાશૅફ
ક્રિસ્ટો જાવાશૅફ (Christo Javachef) (જ. 13 જૂન 1935, બલ્ગેરિયા; અ. 31 મે 2020, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક) : આધુનિક બલ્ગેરિયન કલાકાર. બાઇસિકલ, મહિલાથી માંડીને મકાન સુધ્ધાંને પૅકેજિંગ (Packaging) કરવાની પ્રવૃત્તિ વડે કલાસર્જન કરવા માટે તેઓ જાણીતા છે. આ વિશ્વમાં માત્ર ખાલીપો છે અને માત્ર સન્નાટો જ આરાધ્ય છે તેવી તેમની ફિલસૂફી…
વધુ વાંચો >ક્રિસ્ટૉલ, જોશુઆ
ક્રિસ્ટૉલ, જોશુઆ (Cristall, Joshua) (જ. 1768, કમ્બરોન યુ. કે.; અ. 1847, લંડન, યુ. કે.) : નિસર્ગ ચિત્રો ચીતરવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. 1792માં તેમના પિતાએ તેમને કાચ અને પોર્સેલિનનાં વાસણોના ધંધામાં પરાણે ધકેલ્યા. તેમાંથી મુક્તિ મેળવી તેઓ 1795માં લંડનની રૉયલ એકૅડેમીમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. 1802માં તેમણે વેલ્સ…
વધુ વાંચો >