અમિતાભ મડિયા

કૅર – એમિલી

કૅર, એમિલી (જ. 13 ડિસેમ્બર 1871, વિક્ટોરિયા, કૅનેડા; અ. 2 માર્ચ 1945, વિક્ટોરિયા, કૅનેડા) : આધુનિક કૅનેડિયન મહિલા ચિત્રકાર. સાન ફ્રાન્સિસ્કો ખાતેની કૅલિફોર્નિયા સ્કૂલ ઑવ્ ડિઝાઇનમાં તેમણે 1891થી 1894 સુધી ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1899 સુધી તેમણે વેસ્ટમિન્સ્ટર સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1904માં બ્રિટિશ કોલમ્બિયા જઈ રેડ…

વધુ વાંચો >

કૅરિન્ગ્ટન – લિયૉનૉરા

કૅરિન્ગ્ટન, લિયૉનૉરા (જ. 6 એપ્રિલ 1917, ક્લૅટન ગ્રીન, લૅન્કેશાયર, બ્રિટન; અ. 25 મે 2011, મેક્સિકો સીટી, મેક્સિકો) : પરાવાસ્તવાદી શૈલીમાં સર્જન કરનાર આધુનિક બ્રિટિશ મહિલા-ચિત્રકાર. કલાક્ષેત્રે સ્વશિક્ષિત કૅરિન્ગ્ટનને રેનેસાંસ-ચિત્રકાર હિરોનિમસ બૉશ તથા યુરોપની મધ્યયુગીન સંસ્કૃતિની કીમિયાગીરી અને મેલી વિદ્યામાં ઊંડો રસ હતો; જેનો પ્રભાવ રહસ્યમય અને બિહામણું વાતાવરણ ધરાવતાં તેમનાં…

વધુ વાંચો >

કૅરો ઍન્થિની

કૅરો ઍન્થિની (જ. 8 માર્ચ 1924, બ્રિટન; અ. 23 ઑક્ટોબર 2013, લંડન) : આધુનિક અલ્પતમવાદી (minimalist) શિલ્પી. લંડનની ‘રૉયલ કૉલેજ સ્કૂલ્સ’માં તેમણે કલાનો અભ્યાસ કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી તેમણે ધાતુનાં સપાટ પતરાં અને ગર્ડરો વડે વિશાળ કદનાં અમૂર્ત શિલ્પ ઘડવા માંડ્યાં, જેમાં ભૌમિતિક આકારો પ્રધાન હોય છે. ‘કન્સ્ટ્રક્ટિવિસ્ટ’ – કલાશૈલીને…

વધુ વાંચો >

કૅરો ફ્રાન્ચેસ્કો

કૅરો ફ્રાન્ચેસ્કો (જ. 26 સપ્ટેમ્બર 1607, મિલાન, ઇટાલી; અ. 27 જુલાઈ 1665, મિલાન, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. એમનાં ચિત્રોમાંથી તીવ્ર લાગણીઓનાં ઘેરાં સ્પંદન ઊઠતાં હોવાને કારણે તે ખાસ્સી લોકપ્રિયતા પામ્યા હતા. ચિત્રકાર મોરાત્ઝો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. તુરિન ખાતેના ડ્યૂક ઑવ્ સેવોય વિક્ટર આમાદિયસ પહેલાના દરબારી ચિત્રકાર…

વધુ વાંચો >

કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ

કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ : ભારતનાં મધ્યયુગીન ભાતીગળ કાપડ અને વસ્ત્રોનું અમદાવાદ ખાતે આવેલું મ્યુઝિયમ. ગિરાબહેન સારાભાઈના અથાક પ્રયત્નો વડે સર્જાયેલા દુર્લભ સંગ્રહમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે. ભારતનાં ટોચનાં મ્યુઝિયમોમાં તેનું સ્થાન છે. 1949માં જવાહરલાલ નહેરુએ તેનું ઉદઘાટન કરેલું. મૂળમાં કેલિકો મિલ્સના પરિસરમાં સ્થપાયેલું આ મ્યુઝિયમ હાલમાં શાહીબાગ વિસ્તારમાં જૂના…

વધુ વાંચો >

કેલી – એલ્સ્વર્થ

કેલી, એલ્સ્વર્થ (Kelly, Ellsworth) (જ. 31 મે 1923, ન્યૂબર્ગ, ન્યૂયૉર્ક; અ. 27 ડિસેમ્બર 2015 સ્પેન્સરટાઉન, ન્યૂયૉર્ક) : અમૂર્ત અલ્પતમવાદી (Abstract minimalist) ચિત્રકાર. કૅન્વાસ પર માત્ર એકાદ-બે ભૌમિતિક આકારોને એ એવી રીતે આલેખે છે કે સમગ્ર કૅન્વાસ ભરાઈ જાય. રંગોની છટાઓ અને છાયાઓ તેમનાં ચિત્રોમાં જોવા મળતી નથી. ઍલ્યુમિનિયમની સપાટ શીટને…

વધુ વાંચો >

કેલેકા – રણબીર

કેલેકા, રણબીર (જ. 1953, પતિયાલા, પંજાબ, ભારત) : આધુનિક ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી ચંડીગઢ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલાનો અભ્યાસ કરી 1975માં ડિપ્લોમા મેળવ્યો. ત્યાર બાદ થોડા સમય માટે પતિયાલાની ગવર્નમેન્ટ કૉલેજ ફૉર વિમેનમાં બે વરસ સુધી કલા-અધ્યાપન કર્યું. તેમનું પ્રથમ પ્રદર્શન દિલ્હી ખાતે 1974માં થયું, જેથી તુરત જ…

વધુ વાંચો >

કૅવલિયર – આર્પિનો

કૅવલિયર, આર્પિનો (Cavalier, Arpino) (જ. 14 ફેબ્રુઆરી 1568, આર્પિનો, નેપલ્સ, ઇટાલી; અ. 3 જુલાઈ 1640, રોમ, ઇટાલી) : મૅનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. આ શૈલીનો ઇટાલી બહાર પ્રસાર કરવામાં તેનો ફાળો નિર્ણાયક રહ્યો છે. તેનું મૂળ નામ જિવસેપે ચેસારી (Givseppe Cesari) હતું. વળી તે ઇલ જિવસેપિનો (Il Giseppino) નામે પણ ઓળખાતો…

વધુ વાંચો >

કૅસ્તેલાનોસ – જુલિયો

કૅસ્તેલાનોસ, જુલિયો (જ. 3 ઑક્ટોબર 1905, મૅક્સિકો; અ. 16 જુલાઈ 1947, મૅક્સિકો) : આધુનિક મૅક્સિકન ચિત્રકાર. મૅક્સિકન બાળકોને તેમની રમતોમાં મશગૂલ આલેખવા માટે તેઓ જાણીતા છે. મૅક્સિકન ચિત્રકાર મૅન્યુઅલ રોડ્રિગ્વેઝ લોઝાનો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. કૅસ્તેલાનોસે આલેખેલાં બાળકોનાં માથાં-ચહેરા ઈંડાકાર હોય છે, જે મૅક્સિકોના મૂળ નિવાસીઓની શરીરરચના સાથે…

વધુ વાંચો >

કૈકેઈ

કૈકેઈ (જ. 1183, જાપાન; અ. 1236, જાપાન) : જાપાનમાં બૌદ્ધ શિલ્પોની પરંપરાની સ્થાપનામાં સૌથી વધુ યોગદાન આપનાર શિલ્પી. પિતા કોકેઈ અને ભાઈ ઉન્કેઈ સાથે જાપાનની પ્રાચીન રાજધાની નારામાં તેણે કોફુકુજી અને ટોડાઇજી મંદિરોમાં બૌદ્ધ શિલ્પો કંડાર્યાં. તેમાં વાસ્તવવાદી અભિગમ સાથે મૃદુતા અને લાવણ્યનો પણ સ્પર્શ જોવા મળે છે. ટોડાઇજી મંદિરમાં…

વધુ વાંચો >