અનિલ રાવલ
પાઠક, બિંદેશ્વર
પાઠક, બિંદેશ્વર (જ. 2 એેપ્રિલ 1943, રામપુર બઘેલ, જિ. વૈશાલી, બિહાર, અ. 15 ઑગસ્ટ, 2023, નવી દિલ્હી) : ‘ટૉઇલેટ મૅન ઑવ્ ઇન્ડિયા’ તરીકે જાણીતા સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક. બિંદેશ્વર પાઠક ભારતીય રેલવેના સ્વચ્છ રેલ મિશન માટેના અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. પિતા રમાકાંત અને માતા યોગમાયા દેવી. તેમણે 1964માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી…
વધુ વાંચો >પેરિનબહેન કૅપ્ટન
પેરિનબહેન કૅપ્ટન (જ. 12 ઑક્ટોબર 1888, માંડવી; અ. 17 ફેબ્રુઆરી 1958, પુણે) : ભારતીય મહિલા સ્વાતંત્ર્યસેનાની. દાદાભાઈ નવરોજીના મોટા પુત્ર અરદેશરની સૌથી નાની પુત્રી. પિતા ડૉક્ટર. માતા વીરબાઈ દાદીના. પેરિનબહેને 1893માં પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં થયું. ઉચ્ચ અભ્યાસ અર્થે ફ્રાંસ ગયાં. પૅરિસની સોર્બોન નુવૅલે…
વધુ વાંચો >પ્રોજેક્ટ ટાઇગર
પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં…
વધુ વાંચો >બારોટ, કાનજી ભૂટા
બારોટ, કાનજી ભૂટા (જ. 25 સપ્ટેમ્બર 1919, આસો સુદ એકમ વિ. સં. 1975 ટીંબલા, જિ. અમરેલી , અ. 28 સપ્ટેમ્બર 1990, આસો સુદ નોમ વિ. સં. 2045 ચલાલા) : ગુજરાતી લોકસાહિત્યના બારોટી શૈલીના છેલ્લા વાર્તાકથક અને લોકવાર્તાકાર. પિતા ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ અને માતા અમરબાઈ. કર્મભૂમિ ચલાલા. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.…
વધુ વાંચો >ભાકર, મનુ
ભાકર, મનુ (જ. 18 ફેબ્રુઆરી 2002, ગોરિયા, હરિયાણા) : ઑલિમ્પિક રમતોમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ. જન્મ જાટ પરિવારમાં. પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર અને માતા સુમેધા શાળામાં શિક્ષક. મનુએ ઝજ્જરની યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી દિલ્હીની શ્રીરામ કૉલેજ ફોર વિમેનમાંથી રાજનીતિવિજ્ઞાન(Political Science)માં ઑનર્સની…
વધુ વાંચો >ભાગવત મોહનરાવ મધુકરરાવ
ભાગવત, મોહનરાવ મધુકરરાવ (જ. 11 સપ્ટેમ્બર 1950, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છઠ્ઠા સરસંઘચાલક. મોહનરાવ મધુકરરાવ ભાગવતનો જન્મ મહારાષ્ટ્રના એક કરહાંગે બ્રાહ્મણ મરાઠી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ત્રણ પેઢીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો. તેમના દાદાનારાયણ ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. પિતા મધુકરરાવે ગુજરાતમાં રાષ્ટ્રીય…
વધુ વાંચો >ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા
ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા (જ. 1 જૂન, 1929 મોરનહલ્લી, જિ. કોપ્પલ, કર્ણાટક) : કઠપૂતળી કલા તોગાલુ ગોમ્બેયાતાના વિશ્વપ્રસિદ્ધ કલાકાર. કર્ણાટકની વિચરતી જનજાતિની કઠપૂતળી કલાકાર શિલ્લેક્યતારાએ ચામડાની કઠપૂતળીના પરંપરાગત સ્વરૂપનું જતન અને સંવર્ધન કર્યું છે. તેઓ છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી તોગાલુ ગોમ્બેયાતા ભજવે છે. આ એક પરંપરાગત કલાસ્વરૂપ છે. આ કઠપૂતળી…
વધુ વાંચો >મન કી બાત
મન કી બાત : ભારત દેશનો પહેલો ‘નેત્રહીન સમૃદ્ધ રેડિયો કાર્યક્રમ’. ‘મન કી બાત’ કાર્યક્રમ 3 ઑક્ટોબર, 2014, વિજયા દશમીના દિવસે પહેલી વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ પછી 2 નવેમ્બર, 2014ના રોજ બીજો, 25 નવેમ્બર, 2018ના રોજ પચાસમો અને 30 એપ્રિલ, 2023ના રોજ સોમો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો.…
વધુ વાંચો >મહારાજા કરણી સિંહ
મહારાજા કરણી સિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર અ. 6 સપ્ટેમ્બર 1988, નવી દિલ્લી) : લોકસભાના સભ્ય, સુપ્રસિદ્ધ નિશાનેબાજ અને બિકાનેર રાજ્યના અંતિમ મહારાજા. તેમનું નામ તેમની કુળદેવી કરણીમાતા પરથી પાડવામાં આવ્યું હતું. તેમનું શાલેય શિક્ષણ બિકાનેરમાં થયું. સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ…
વધુ વાંચો >મહેતા, વેદ
મહેતા, વેદ (જ. 21 માર્ચ 1934, લાહોર અ. 9 જાન્યુઆરી 2021, મેનહટ્ટન, ન્યૂયૉર્ક) : ભારતીય મૂળના અમેરિકામાં વસતા પત્રકાર, નિબંધ લેખક, જીવનચરિત્રકાર તથા આત્મકથાલેખક. પંજાબી હિંદુ પરિવારમાં જન્મ. પિતા અમોલક રામ મહેતા અને માતા શાંતિ મહેતા. પિતા ભારત સરકારના વરિષ્ઠ જાહેર આરોગ્ય અધિકારી હતા. 3 વર્ષની ઉંમરે સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસને કારણે વેદે…
વધુ વાંચો >