અંગ્રેજી સાહિત્ય

વર્મા, પવન કે.

વર્મા, પવન કે. (જ. 5 નવેમ્બર 1953, નાગપુર, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ) અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર, ન્યૂયૉર્કમાં ભારતીય કાયમી મિશનમાં; મૉસ્કોમાં જવાહરલાલ નહેરુ કલ્ચરલ સેન્ટર, ભારતીય એલચી કચેરીના નિયામક તરીકે ભારતના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી તરીકે સેવા આપી છે. હાલ તેઓ ભારત…

વધુ વાંચો >

વર્મા, શિવેન્દ્ર કિશોર

વર્મા, શિવેન્દ્ર કિશોર (જ. 29 જુલાઈ 1931, પટણા, બિહાર) : અંગ્રેજી અને હિંદીના પંડિત  ભાષાશાસ્ત્રી. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને એડિનબરો યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. 1951થી 1966 સુધી તેમણે પટણા યુનિવર્સિટી, બિહાર ખાતે અંગ્રેજી વિભાગના અધ્યાપક અને રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ 1967-90 દરમિયાન હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ…

વધુ વાંચો >

વર્હાડપાંડે, એમ. એલ.

વર્હાડપાંડે, એમ. એલ. (જ. 23 જૂન 1936, અરવી, જિ. વર્ધા, મહારાષ્ટ્ર) : અંગ્રેજી, મરાઠી અને હિંદીના વિદ્વાન લેખક તથા સંશોધક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેઓ સંઘ જાહેર સેવા આયોગના નાયબ નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે અંગ્રેજી દૈનિક ‘હિતવાદ’માં અને અન્ય મરાઠી સામયિકોમાં કામગીરી કરી છે. તેમણે નાગપુર ખાતે…

વધુ વાંચો >

વાઇલ્ડ, ઑસ્કર

વાઇલ્ડ, ઑસ્કર (જ. 16 ઑક્ટોબર 1854, ડબ્લિન; અ. 30 નવેમ્બર 1900, પૅરિસ) : બ્રિટિશ નાટ્યકાર, હાસ્યલેખક અને વિવેચક. પિતા ડૉક્ટર અને માતા કવિ હતાં. ડબ્લિનમાં શિષ્ટ ગ્રંથોના અભ્યાસમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા અને ક્લાસિકલ મોડરેશન્સમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. એમને એમના કાવ્ય ‘રેવેના’ માટે ન્યુડિગેટ પ્રાઇઝ…

વધુ વાંચો >

વાઇલ્ડર, થૉર્નટન

વાઇલ્ડર, થૉર્નટન (જ. 17 એપ્રિલ 1897, મૅડિસન, વિસકૉન્સિન, યુ. એસ.; અ. 7 ડિસેમ્બર 1975, હૅમ્ડન, કનેક્ટિકટ) : અમેરિકન નાટ્યકાર અને નવલકથાકાર. તેમનો ઉછેર ચીન અને અમેરિકામાં થયેલો. યેલ યુનિવર્સિટીમાંથી તેમણે ઉપાધિ મેળવેલી. ‘લૉરેન્સવિલ સ્કૂલ’માં તેઓ શિક્ષક હતા. યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમની પ્રથમ નવલકથા ‘ધ કબાલા’ (1926)…

વધુ વાંચો >

વાજપેયી, કૈલાસ (ડૉ.)

વાજપેયી, કૈલાસ (ડૉ.) (જ. 11 નવેમ્બર 1935, હમીરપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજીના કવિ. તેઓ એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી દિલ્હી યુનિવર્સિટી(દક્ષિણ કૅમ્પસ)માં રીડર તરીકે નિમાયા. 1972માં ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, જ્યૉર્જ ટાઉનના નિયામક; 1973-76 દરમિયાન એલ. કૉલેજિયો દ મેક્સિકોમાં ઇન્ડિયન કલ્ચર ઍન્ડ લિટરેચરના મુલાકાતી પ્રાધ્યાપક તથા અમેરિકામાં…

વધુ વાંચો >

વાત્સ્યાયન, કપિલા

વાત્સ્યાયન, કપિલા (જ. 25 ડિસેમ્બર 1928, દિલ્હી) : કલા, સાહિત્ય, શિક્ષણ, લેખન, રાજદ્વારી વહીવટ, સંસ્થા-સંચાલન – એમ વિવિધ ક્ષેત્રે જ્વલંત કારકિર્દી ધરાવતી મહિલાઓ પૈકીનાં એક. પિતા શ્રીરામ લાલ મલિક સ્વદેશપ્રેમી તેમજ કાયદાશાસ્ત્રી. માતા શ્રીમતી સત્યવતી કલાસાહિત્ય, ચિત્રકળા તેમજ હસ્તકળા અને હુન્નરમાં રસ ધરાવતાં હતાં. કપિલાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી, કોલકાતા, શાંતિનિકેતન…

વધુ વાંચો >

વાસવાણી, ખુશીરામ નેભરાજ

વાસવાણી, ખુશીરામ નેભરાજ (જ. 19 મે 1911, હૈદરાબાદ, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સિંધી અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1934માં ઇતિહાસ સાથે એમ.એ. અને 1936માં એલએલ.બી.ની પદવી મેળવી. તેઓ નૅશનલ કૉલેજ, હૈદરાબાદમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ વિવેકાનંદ રોક મેમૉરિયલના ઉપપ્રમુખ; ગાંધી સોસાયટી, દિલ્હીના નિયામક; 1956-57માં…

વધુ વાંચો >

વાસુદેવ રેડ્ડી ટી.

વાસુદેવ રેડ્ડી ટી. (જ. 21 ડિસેમ્બર 1943, મિટ્ટપાલેમ, જિ. ચિત્તુર, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.; 1985માં પીએચ.ડી. અને 1988માં પીજીડીટીઈની પદવી પ્રાપ્ત કરી. તેઓ સરકારી કૉલેજ, પુટ્ટુરમાં અંગ્રેજીના રીડર રહ્યા. તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેમણે અંગ્રેજી તથા હિંદીમાં કુલ 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વેન…

વધુ વાંચો >

વિલેનિલમ, જોન વર્ગિસ

વિલેનિલમ, જોન વર્ગિસ (જ. 11 ઑગસ્ટ 1935, ચેન્ગાન્નુર, જિ. અલપ્પુળા, કેરળ) : મલયાળમ અને ભારતીય અંગ્રેજીના લેખક. 1958માં  તેમણે બી.એચ. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ., 1975માં ટેમ્પલ યુનિવર્સિટી ફિલાડેલ્ફિયા, યુ.એસ.માંથી કૉમ્યુનિકેશનમાં એમ.એસસી., 1981માં ભાગલપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્. અને 1986માં યુનિવર્સિટી ઑવ્ એમસ્ટરડૅમમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં તેઓ કેરળ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા…

વધુ વાંચો >