અંગ્રેજી સાહિત્ય
પૉર્ટર કૅથરિન અન્ને
પૉર્ટર, કૅથરિન અન્ને (જ. 189૦, ઇન્ડિયાના ક્રિક, ટૅક્સાસ; અ. 18 સપ્ટેમ્બર, સિલ્વર સ્પ્રિંગ મેરી લૅન્ડ, યુ.એસ. 198૦) : ટૂંકી વાર્તાનાં અમેરિકી લેખિકા અને નવલકથાકાર. કૉન્વેન્ટમાં શિક્ષણ લીધા બાદ તેમણે મેક્સિકોમાં પત્રકાર અને શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમની ટૂંકી વાર્તાનો પ્રથમ સંગ્રહ તે ‘ફ્લાવરિંગ જુડાસ’ (193૦). ત્યારપછી, 1939માં ‘પેલ હૉર્સ,…
વધુ વાંચો >પ્રીસ્ટલી જૉન
પ્રીસ્ટલી જૉન (જ. 13 સપ્ટેમ્બર 1894, બ્રૅડફડર્, ઇંગ્લૅન્ડ. અ. 14 ઑગસ્ટ 1984, વૉર્વિકશાયર) : બ્રિટિશ નવલકથાકાર અને નાટ્યકાર. શાળાનું શિક્ષણ વતનમાં. ત્યારપછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક તરીકેની નોકરી બાદ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ. કારકિર્દીના આરંભમાં ‘ધ ચૅપમૅન ઑવ્ રાઇમ્સ’ (1918) અને ‘ધ કેમ્બ્રિજ રિવ્યૂ’ માટે લખાયેલાં પ્રાસંગિક લખાણો ‘બ્રીફ ડાઇવર્ઝન્સ’…
વધુ વાંચો >ફાયર ઑન ધ માઉન્ટન
ફાયર ઑન ધ માઉન્ટન (1977) : ભારતીય-ઇંગ્લિશ નવલકથા. લેખિકા : અનિતા દેસાઈ (જ. 1937). માનવીની એકલતા તેમનો પ્રધાન સર્જન-વિષય છે. તેમની 5 પૈકીની આ નવલકથામાં પણ નવતર માનવીય એકાંતનું નિરૂપણ છે. નંદા કૌલ પોતાના પરિવારથી ત્રસ્ત અને પરેશાન થયેલી છે; આથી જીવનથી કંટાળીને તે પર્વતોમાં આવી વસે છે. અહીં કસૌલીમાં…
વધુ વાંચો >ફિટ્સજેરલ્ડ, ફ્રાન્સિસ સ્કૉટ
ફિટ્સજેરલ્ડ, ફ્રાન્સિસ સ્કૉટ (જ. 1896, સેન્ટ પૉલ, મિનિસોટા; અમેરિકા; અ. 1940) : અમેરિકન નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર, નિબંધકાર. પ્રારંભમાં સેન્ટ પૉલ અકાદમીમાં, ત્યારબાદ ન્યૂજર્સીની ન્યૂમન હાઈસ્કૂલમાં અને પછી ન્યૂજર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ. આ દરમિયાન એડમન્ડ વિલ્સન જેવાનો પરિચય. આ દરમિયાન રંગભૂમિ અને સાહિત્યિક પ્રવૃત્તિમાં અગ્રણી ભૂમિકા, પણ પછી શૈક્ષણિક મુશ્કેલીઓને કારણે…
વધુ વાંચો >ફિલિપ્સ, કૅથરિન
ફિલિપ્સ કૅથરિન (જ. 1631, લંડન; અ. 1664) : આંગ્લ કવયિત્રી. પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ કરનાર તેઓ સૌપ્રથમ આંગ્લ કવયિત્રી છે. કવિતા અને ધર્મ વગેરેની ચર્ચા માટે તેઓ નાની કાવ્યસભા પણ અવારનવાર યોજતાં. તેઓ એટલાં બધાં લોકપ્રિય બન્યાં હતાં કે પોતે ખુદ અનેક કાવ્યોનો વિષય પણ બન્યાં હતાં. તેમણે લખેલાં કાવ્યોમાં વૉનના…
વધુ વાંચો >ફિલ્ડિંગ, હેન્રી
ફિલ્ડિંગ, હેન્રી (જ. 22 એપ્રિલ 1707, શાર્ફામ પાર્ક, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 8 ઑક્ટોબર 1754, લિસ્બન) : નવલકથાકાર. શ્રીમંત કુટુંબમાં જન્મ. શિક્ષણ એટન અને લંડનમાં. નવલકથાકાર તરીકેની કારકિર્દીના આરંભ પૂર્વે, 1728થી 1737ના સમયગાળામાં કૉમેડી, બર્લેસ્ક અને કટાક્ષપ્રધાન નાટકો રચ્યાં. કાયદાનો અભ્યાસ કર્યો; 1739–1741માં એક સામયિક, ‘ધ ચૅમ્પિયન’માં સહયોગ સાધ્યો. 1742માં રિચાર્ડસનની…
વધુ વાંચો >ફેરી ક્વીન, ધ (1590)
ફેરી ક્વીન, ધ (1590) : અંગ્રેજ કવિ એડમન્ડ સ્પેન્સર(1552 ? – 1599)-રચિત સુદીર્ઘ રૂપકકાવ્ય. પ્રથમ 3 સર્ગ 1590માં, દ્વિતીય આવૃત્તિના 1થી 6 સર્ગ 1596માં અને 1થી 8 સર્ગની સમગ્ર આવૃત્તિ 1609માં પ્રસિદ્ધ થઈ. પ્રથમ આવૃત્તિમાં પોતાના મિત્ર સર વૉલ્ટર રાલેને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં સંપૂર્ણ કાવ્ય 12 સર્ગોમાં રચાનાર છે તેવો…
વધુ વાંચો >ફૉકનર, વિલિયમ
ફૉકનર, વિલિયમ (જ. 25 સપ્ટેમ્બર 1897, ન્યૂ આલ્બની મિસિસિપી; અ. 6 જુલાઈ 1962, ઑક્સફર્ડ પાસે, મિસિસિપી) : અગ્રગણ્ય અમેરિકન નવલકથાકાર. જીવનનો મહતકાળ એમણે ઑક્સફર્ડ, મિસિસિપીમાં વિતાવ્યો. 1929માં એસ્ટેલા ઓલ્ડહામ સાથે એમનું લગ્ન થયું. પ્રસંગોપાત્ત, એમણે હૉલિવુડમાં ચલચિત્રોની પટકથાઓ પણ લખી હતી. અમેરિકન સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાં એમની ગણના થાય છે. ઑક્સફર્ડમાં…
વધુ વાંચો >ફૉર્બ્સ, જેમ્સ
ફૉર્બ્સ, જેમ્સ (જ. 1750 આશરે, ઇંગ્લૅન્ડ; અ. 1819 એ. લા. શાયેલ) : અંગ્રેજ વહીવટદાર અને લેખક. ઈ. સ. 1766માં માત્ર 16 વર્ષની વયે ઇંગ્લૅન્ડથી મુંબઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં ‘રાઇટર’ તરીકે આવ્યો હતો. થોડાં વર્ષ મુંબઈમાં તેણે કામ કર્યું. તે પછી તેને મલબારના દરિયાકિનારે એન્જેન્ગો નામના સ્થળે કંપનીની ફૅક્ટરીમાં મોકલવામાં…
વધુ વાંચો >ફૉર્સ્ટર, ઈ. એમ.
ફૉર્સ્ટર, ઈ. એમ. (જ. 1879; અ. 1970) : બ્રિટિશ નવલકથાકાર. માનવતાવાદના બ્રિટનના મુખ્ય પ્રતિનિધિ. કૅમ્બ્રિજમાં અભ્યાસ. વીસમી સદીની શરૂઆતના ગાળામાં કૅમ્બ્રિજનિવાસ દરમિયાન ત્યાંનો તેમના જીવન ઉપર ગાઢ પ્રભાવ. વિપુલ પ્રમાણમાં પ્રવાસ દરમિયાન જિંદગીનાં વિવિધ પાસાંને સમજવાની ખીલેલી વૃત્તિ. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 5 નવલકથાઓ પ્રસિદ્ધ કરી : (1) ‘વ્હેર એંજલ્સ…
વધુ વાંચો >