અંગ્રેજી સાહિત્ય
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 11 જૂન 1572, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 6 ઑગસ્ટ 1637, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નાટ્યકાર. વેસ્ટમિન્સ્ટર શાળામાં કૅમ્પડનના હાથ નીચે અભ્યાસ કર્યો. પાછળથી કૅમ્પડનનો ઋણસ્વીકાર કરી ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’ કૅમ્પડનને સમર્પણ કર્યું. ઈંટો બનાવવાના કૌટુંબિક ધંધામાં રસ ન હોવાથી સેનામાં સૈનિક તરીકે અને ફરતી…
વધુ વાંચો >જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ
જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ (જ. 18 સપ્ટેમ્બર 1709, લિચફિલ્ડ સ્ટેફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 13 ડિસેમ્બર 1784, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના અઢારમી સદીના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના મુખ્ય પ્રણેતા. એમની બુદ્ધિપ્રતિભા વિચક્ષણ હતી. તેઓ મહાન વિદ્વાન હોવા ઉપરાંત વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. સાહિત્યકારોમાં એક અંગ્રેજ તરીકે એમણે લાક્ષણિક સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનામાં…
વધુ વાંચો >જ્ઞાનેન્દ્રપતિ
જ્ઞાનેન્દ્રપતિ (જ. 1950, પથરગામા, જિ. ગોડ્ડા, ઝારખંડ) : હિંદી કવિ. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ 10 વર્ષ સુધી બિહાર સરકારના રાજ્યપત્રિત અધિકારી તરીકે કાર્યરત રહ્યા. ‘સંશયાત્મા’ કાવ્યસંગ્રહ બદલ તેમને 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.…
વધુ વાંચો >ઝા, ઉમાનાથ
ઝા, ઉમાનાથ (જ. 1923, મધુબની, બિહાર; અ. 2009) : મૈથિલી સાહિત્યકાર. સંસ્કૃત વિદ્વાનોના પરિવારમાં જન્મેલા આ મૈથિલી સર્જકની કૃતિ ‘અતીત’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દરભંગા તથા પટણામાં અભ્યાસ કર્યો હતો અને પટણા યુનિવર્સિટીમાંથી 1944માં અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે બિહારની વિવિધ યુનિવર્સિટીઓમાં રીડર…
વધુ વાંચો >ઝારા, ત્રિસ્તાં
ઝારા, ત્રિસ્તાં (જ. 4 એપ્રિલ 1896, મ્વાનેસ્ત, રુમાનિયા; અ. 25 ડિસેમ્બર 1963, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, ‘દાદા’ આંદોલનના પ્રણેતા અને પ્રચારક. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે યુરોપના ભિન્ન ભિન્ન દેશોના યુવાન નિર્વાસિતો ટૂંક સમય માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝુરિકમાં વસ્યા હતા ત્યારે ઝારા પણ નિર્વાસિત તરીકે ઝુરિકમાં હતા. 1916માં હ્યૂગો બાલ, હાન્સ આર્પ આદિએ…
વધુ વાંચો >ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો
ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો (જ. 13 એપ્રિલ 1940, નાઇસ, ફ્રાન્સ) : 2008નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ સાહિત્યકાર. પિતા બ્રિટિશ અને માતા ફ્રેન્ચ. પૂર્વજો બ્રિટાનીમાંથી ઇલ દ ફ્રાન્સ(આજનું મોરિશિયસ)માં અઢારમી સદીમાં વસાહતી તરીકે આવેલા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પરિવારને એકમેકથી છૂટાં પડવાનું થયું. પિતાને પોતાની પત્ની અને બાળકોને નાઇસ…
વધુ વાંચો >ઝૅંગ્વિલ, ઇઝરાયલ
ઝૅંગ્વિલ, ઇઝરાયલ (જ. 1864, લંડન; અ. 1926) : યહૂદી લેખક. લંડન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યા પછી પત્રકાર બન્યા અને હાસ્યરસિક સામયિક ‘એરિયલ’ના તંત્રી બન્યા. તે ઝાયનવાદ એટલે કે પૅલેસ્ટાઇનને યહૂદીઓનો દેશ બનાવવો જોઈએ એ ચળવળના સમર્થક હતા. યહૂદી જીવનના વિષયને લગતી નવલકથાઓએ તેમને ખૂબ ખ્યાતિ અપાવી. ‘ચિલ્ડ્રન ઑવ્ ધ ગેટો’…
વધુ વાંચો >ટેઇલર, એડવર્ડ
ટેઇલર, એડવર્ડ (જ. 1644, ઇંગ્લૅન્ડ; અ 1729) : અમેરિકન કવિ. 1668માં એમણે અમેરિકામાં બૉસ્ટનમાં સ્થળાંતર કર્યું. શિક્ષણ હાર્વર્ડમાં. મૅસેચૂસેટ્સના સીમાપ્રાન્તના નગર વેસ્ટફર્ડમાં પાદરી અને તબીબ થયા અને જીવનભર ત્યાં જ સેવાઓ અર્પણ કરી. એમની ઇચ્છા અનુસાર એેમના અવસાન પછી એમના પૌત્ર એઝરા સ્ટાઇલ્સે એમનાં કાવ્યો અપ્રકાશિત રાખ્યાં હતાં. એમનાં કાવ્યોની…
વધુ વાંચો >ટેગ્મેમિક ગ્રામર
ટેગ્મેમિક ગ્રામર : પાશ્ચાત્ય ભાષા-વિજ્ઞાનની પરંપરામાં ભાષાને તપાસવાના અનેક સિદ્ધાન્તોમાંનો એક સિદ્ધાન્ત તે ટેગ્મેમિક ગ્રામર. આ સિદ્ધાન્તના જનક કેનેથ એલ. પાઈક છે. પાંચમા દાયકામાં આ સિદ્ધાન્ત પ્રચલિત બન્યો. પાઈક પછી આર. ઈ. લૉંગેકર, નાઇડા, એલ્સન અને પિકેટ વગેરે વિદ્વાનોએ એ દિશામાં કામ કર્યું. ટેગ્મેમિક ગ્રામરના સિદ્ધાન્ત મુજબ ભાષા ત્રિપાર્શ્વિક (trimodal)…
વધુ વાંચો >