બેક, ચાર્લ્સ ટિલસ્ટૉન

January, 2000

બેક, ચાર્લ્સ ટિલસ્ટૉન (જ. 1800, લંડન; અ. 1874) : ઇંગ્લૅન્ડના સાહસખેડુ સંશોધક અને બાઇબલના વિવેચક. પ્રાચીન ઇતિહાસ, તત્વજ્ઞાન તથા માનવવંશશાસ્ત્રના નિષ્ણાત અભ્યાસી. તેમણે ‘રિસર્ચિઝ ઇન પ્રિમીવલ હિસ્ટ્રી’ (1834) નામનું આધારભૂત લેખાતું પુસ્તક લખ્યું. 1840–43 દરમિયાન તેમણે ઍબિસિનિયાનો સંશોધનલક્ષી સાહસપ્રવાસ ખેડ્યો અને બ્લૂ નાઇલના વહેણમાર્ગનો અભ્યાસ કર્યો તથા 70,000 જેટલા ચોમી. પ્રદેશનો નકશો તૈયાર કર્યો. સાથોસાથ તેમણે તે પ્રદેશમાંની ભાષાના 14 જેટલા શબ્દસંગ્રહો પણ સંકલિત કર્યા. 1874માં તેમણે માઉન્ટ સિનાઈની શોધમાં, ‘રેડ સી’ના મુખપ્રદેશના વિસ્તારમાં સાહસલક્ષી સંશોધનકાર્ય કર્યું.

મહેશ ચોકસી