ઝૂકર સંસ્કૃતિ

January, 2014

ઝૂકર સંસ્કૃતિ : સિંધુ-ખીણમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિ. ચાન્હુ-દડોમાં આ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝૂકર સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે પાંડુ એટલે કે આછા પીળા રંગનાં મૃત્પાત્ર, જેના પરનાં રેખાંકન જાંબુડી-કાળા રંગમાં હોય છે; એમાં ઘણી વાર લાલ રંગ ઉમેરવામાં આવે છે. બીજી સંલગ્ન વસ્તુઓમાં કાંસાના હાથાવાળી કુહાડી, સુશોભિત માથાંવાળી ચાંપો, કાંસા કે તાંબાની અને ફાયેન્સની ‘ખાનાં પાડેલી’ મુદ્રાઓ તથા મૃત્પાત્રો  ઉલ્લેખનીય છે. આમાંનાં ઘણાનાં પશ્ચિમ એશિયામાં સમાંતર સ્વરૂપો મળી આવે છે.

યતીન્દ્ર દીક્ષિત