૯.૨૩

દ્રવ-સ્ફટિકોથી દ્રાવિડ શૈલીનાં મંદિરો

દ્રવ-સ્ફટિકો

દ્રવ-સ્ફટિકો (liquid crystals) દ્રવ્યની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચેના (આંશિક રીતે બંનેના) ગુણધર્મો ધરાવતી અવસ્થા. સામાન્ય રીતે દ્રવ્યનો સમુચ્ચય (aggregate) ત્રણ અવસ્થાઓ — ઘન, પ્રવાહી, અથવા વાયુરૂપ — ધરાવી શકે. આ દરેક અવસ્થાને પોતાના લાક્ષણિક ગુણધર્મો હોય છે અને કોઈ એક ચોક્કસ તાપમાને તેનું એકમાંથી બીજી અવસ્થામાં સંક્રમણ (transition) થાય …

વધુ વાંચો >

દ્રવિડ દેશ

દ્રવિડ દેશ : પ્રાચીન કાળમાં દ્રવિડ દેશ તરીકે ઓળખાતું દક્ષિણ ભારત. મહાભારતકાળમાં તેની ઉત્તર સીમા ગોદાવરી નદીથી ગણાતી. ત્યાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાળમ અને તુળવ એ પાંચ ભાષાઓ બોલાતી હતી. સમય જતાં ચેન્નાઈથી શ્રીરંગપટ્ટમ્ અને કન્યાકુમારી સુધીનો, અર્થાત્, પેન્નર યાને ત્રિપતિ નદીની દક્ષિણનો પ્રદેશ દ્રવિડ દેશ તરીકે ઓળખાયો. કાંચીપુરમ્ એની…

વધુ વાંચો >

દ્રવિડ ભાષાઓ

દ્રવિડ ભાષાઓ : દ્રવિડ કુળની ભાષાઓ. ભાષાનું નામ બનેલો ‘દ્રવિડ’ શબ્દ પોતે દ્રાવિડી કુળનો નથી. શબ્દના આરંભમાં આવતા જોડાક્ષર દર્શાવે છે કે આ ભાષાકુળની ભાષાઓ માટે તે સ્વીકૃત શબ્દ છે. એક માન્યતા અનુસાર આ ભાષાના ભાષકો પણ ભારત બહારથી જ આવ્યા હતા. બલૂચિસ્તાનમાં બોલાતી ‘બ્રાહુઈ’ નામની ભાષા આનું ઉદાહરણ છે.…

વધુ વાંચો >

દ્રવિડ મુનેત્ર કળગમ

દ્રવિડ મુનેત્ર કળગમ (D.M.K.) : ભારતમાં પ્રાદેશિકવાદના ધોરણે ઊભી થયેલી પ્રથમ ચળવળ. 5 જૂન, 1960ના રોજ દ્રવિડ મુનેત્ર કળગમ ચળવળે અલગ તમિળનાડુ રાજ્યની રચનાની માંગણી સાથે ચેન્નાઈમાં મોટા પાયા પર ચળવળ અને આંદોલન શરૂ કર્યાં. તેમણે તમિળનાડુને બાદ કરીને ભારતના નકશાઓની જાહેરમાં હોળી કરી. આગળ જતાં આ દ્રવિડ મુનેત્ર કળગમ…

વધુ વાંચો >

દ્રવિડ, રાહુલ

દ્રવિડ, રાહુલ (જ. 11 જાન્યુઆરી 1973, ઇંદોર, મધ્યપ્રદેશ) : ધી વૉલ, મિ. ડિપેન્ડેબલ જેવાં વિશેષણોથી ઓળખાતા ભારતના ટેસ્ટ અને વન ડે બંનેમાં દસ હજારથી વધુ રન કરનાર. પિતાનું નામ શરદ દ્રવિડ. માતાનું નામ પુષ્પા દ્રવિડ અને પત્નીનું નામ વિજેતા પેંઢારકર. દ્રવિડ શરૂઆતથી જ ભણવા કરતાં ક્રિકેટમાં વધુ રુચિ ધરાવતા હતા.…

વધુ વાંચો >

દ્રવિડસમૂહ

દ્રવિડસમૂહ (Dravidian group) : વિંધ્ય રચના કરતાં નવીન વયની અને કૅમ્બ્રિયનથી નિમ્ન-મધ્ય કાર્બોનિફેરસ સમયગાળાને આવરી લેતી ખડકરચનાઓનો સમૂહ. ભારતમાં મળી આવતી વિવિધ ભૂસ્ત્તરીય યુગની ખડકરચનાઓને ભારતીય સ્તરરચનાત્મક પ્રણાલી મુજબ નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલી છે : દ્રવિડ કાળ દરમિયાન ભારતની પ્રાકૃતિક-ભૌગોલિક પરિસ્થિતિમાં મહત્વનાં પરિવર્તનો થયેલાં તેમજ ભૂસંચલનને કારણે …

વધુ વાંચો >

દ્રવ્ય

દ્રવ્ય (matter) : જેમાંથી કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુ બને તેવો પદાર્થ. દ્રવ્યના બનેલા  જ પદાર્થોમાં પરસ્પર જુદા પાડી શકાય તેવું કોઈ ને કોઈ લક્ષણ હોય છે. વૈવિધ્ય હોવા સાથે તેમની વચ્ચે કંઈક સામ્ય પણ હોય છે; જેમ કે, દરેક પદાર્થ જગ્યા રોકે છે. આથી એવી વ્યાખ્યા કરવામાં આવે છે…

વધુ વાંચો >

દ્રવ્ય

દ્રવ્ય : વૈશેષિક દર્શન અને તર્કશાસ્ત્ર અનુસાર ગુણ અને ક્રિયા જેના આધારે રહેલાં હોય તેવો પ્રથમ પદાર્થ. દ્રવ્યત્વ જાતિ જેમાં સમવાય સંબંધથી રહેલી હોય તેનું નામ દ્રવ્ય. સૈદ્ધાન્તિક રીતે દ્રવ્ય ઉત્પત્તિની પ્રથમ ક્ષણે નિર્ગુણ અને નિષ્ક્રિય હોય છે. તે પછી બીજી ક્ષણથી સગુણ અને સક્રિય બને છે. વૈશેષિક દર્શને માન્ય…

વધુ વાંચો >

દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય

દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય : આયુર્વેદમાં મુખ્યત્વે નવ કારણ દ્રવ્યો વર્ણવ્યાં છે : આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દિશા, કાળ, આત્મા અને મન. તે પૈકી પાંચ મહાભૂતો જડ અને ચેતન બધાં દ્રવ્યોમાં હોવાથી આયુર્વેદમાં સર્વ દ્રવ્યો પંચભૌતિક ગણવામાં આવેલ છે. મહાભૂતોની અધિકતા દ્રવ્યોમાં રહેલ ગુણકર્મોને આધારે દર્શાવવામાં…

વધુ વાંચો >

દ્રવ્યગુણવિજ્ઞાન

દ્રવ્યગુણવિજ્ઞાન આયુર્વેદ-અંતર્ગત ઔષધવિજ્ઞાન. આયુર્વેદનું વર્ણન ‘ત્રિસૂત્ર’ રૂપે કરવામાં આવ્યું છે. આ ત્રણ સૂત્રમાં હેતુ, લિંગ અને ભેષજ છે. તંદુરસ્ત અને રોગી બંનેના હેતુ એટલે કારણો, લિંગ એટલે લક્ષણો અને ભેષજ એટલે ઔષધ. આ ભેષજ એટલે દ્રવ્ય અથવા ઔષધદ્રવ્ય. આ દ્રવ્યના વિજ્ઞાનને ‘દ્રવ્યગુણવિજ્ઞાન’ કહે છે. આ ઔષધદ્રવ્ય વાનસ્પતિક કે ખનિજ હોય…

વધુ વાંચો >

દ્રાવિડ શૈલીનાં મંદિરો

Mar 23, 1997

દ્રાવિડ શૈલીનાં મંદિરો : દક્ષિણ ભારતમાં રચનામૂલક મંદિરસ્થાપત્યની શૈલી. ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીથી સાવ ભિન્ન આ શૈલીની શરૂઆત ઈ. સ. 600માં થઈ હતી. આ શૈલીની વિશેષતાઓમાં, લંબચોરસ આધાર ઉપર ચૈત્યની બારીના આકારવાળાં પિરામિડાકાર શિખરો, મંદિરને એક ઇમારત તરીકે બનાવવા કરતાં વિવિધ મંડપોના સમૂહ તરીકે બનાવવાનો અભિગમ, મંદિરની વચમાં ક્રિયાકાંડ…

વધુ વાંચો >