૮.૨૪
તબીબી અભિલેખથી તમિળનબન, ઇરોડ (એન. જગદીશન)
તબીબી અભિલેખ
તબીબી અભિલેખ (medical record) : દર્દીની બીમારી અંગે તબીબે તૈયાર કરેલ દસ્તાવેજ. તેમાં દર્દીનું નામ, સરનામું, બીમારી, તેનું નિદાન, દવાની સૂચના વગેરે વિગતો અથવા દર્દીના લોહીની તપાસ, એક્સ-રે-પરીક્ષણ અહેવાલ, કાર્ડિયોગ્રામ વગેરે વિગતો લખેલી હોય છે. આ વિગતો કાગળ ઉપર, ગણકયંત્રના માહિતી-સંગ્રાહકમાં અથવા અન્ય કોઈ માધ્યમ પર તૈયાર કરવામાં આવે છે.…
વધુ વાંચો >તબીબી આચારસંહિતા
તબીબી આચારસંહિતા (medical ethics) : તબીબોએ પાળવાના વ્યાવસાયિક નીતિ-નિયમોની સૂચિ. તબીબી વ્યવસાય ઉમદા, માનભર્યો અને પવિત્ર વ્યવસાય ગણાય છે. સમાજના બધા વર્ગો સાથે તે સીધો સંકળાયેલ છે. આ વ્યવસાયનો મુખ્ય ઉદ્દેશ માનવતા કે સમાજની સેવાનો છે. તેમાં નફો કે આર્થિક વળતર એ ગૌણ બાબત છે અને તેથી સમાજમાં તબીબનું એક…
વધુ વાંચો >તબીબી પુરાવા
તબીબી પુરાવા : બનેલી હકીકતને ન્યાયાલયમાં સાબિત કે ના-સાબિત કરવામાં ઉપયોગી તબીબી બાબત. ન્યાયાલય સમક્ષ આપવામાં આવતા તબીબી પુરાવા બે પ્રકારના હોય છે : (1) મૌખિક પુરાવા અને (2) દસ્તાવેજી પુરાવા. તબીબ તરફથી ન્યાયાલયમાં રજૂ કરવામાં આવતા દસ્તાવેજી પુરાવામાં મુખ્ય આ પ્રમાણે છે : (1) તબીબી પ્રમાણપત્ર (medical certificate), (2)…
વધુ વાંચો >તબીબી ભૂગોળ
તબીબી ભૂગોળ : આરોગ્યલક્ષી ભૂગોળ. તેમાં તબીબી શાસ્ત્રના વૈજ્ઞાનિકો, પર્યાવરણવાદીઓ, ભૂગોળશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને શાસનતંત્રે માનવઆરોગ્ય અંગેની સમસ્યાની વ્યાપક સમજ માટે હાથ ધરેલા સંશોધનકાર્યનો સમન્વય છે. સંશોધનની ર્દષ્ટિએ ભારતમાં આ વિષયનો ઝડપી વિકાસ થવા લાગ્યો છે પરંતુ તેના અધ્યાપનની તકોનો હજુ અભાવ છે. પોતાના પર્યાવરણ પ્રત્યે માનવ કેવીક સક્રિયતાથી પ્રતિભાવ દાખવે…
વધુ વાંચો >તબીબી સંસ્થાઓ
તબીબી સંસ્થાઓ : જુઓ, આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય
વધુ વાંચો >તબ્રિજ
તબ્રિજ (Tabri’z) : ઈરાનની વાયવ્યે આવેલ ઉત્તર આઝરબૈજાન પ્રાંતનું પાટનગર અને દેશનાં મોટાં નગરોમાં ચોથો ક્રમ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 38° 05´ ઉ. અ. અને 46° 18´ પૂ. રે.. વિસ્તાર : શહેર : 324 ચોકિમી; મહાનગર : 2386 ચોકિમી. તે રશિયાની સરહદથી દક્ષિણે 97 કિમી. તથા તુર્કસ્તાનથી પૂર્વમાં આશરે…
વધુ વાંચો >તમરી કે બાઘડ
તમરી કે બાઘડ (Mole Cricket) : કીટકની એક હાનિકારક જાત. તેનો સમાવેશ સરલપક્ષ (orthoptera) શ્રેણીના ગ્રાયલોટાલ્પિડી કુળમાં થાય છે. અંગ્રેજી નામ Mole Cricket, શાસ્ત્રીય નામ ગ્રાયલોટાલ્પા આફ્રિકાના. ગ્રાયલોટાલ્પા આફ્રિકાના બાઘડ કે મોલક્રિકેટ અંગેનું સંશોધન પ્રો. એન. એમ. દલાલે ભાવનગરની સામળદાસ કૉલેજમાં પ્રથમ કર્યું. Tridactylidae કુળની વામન તમરી(Pigmy mole Cricket)ની જાતિના…
વધુ વાંચો >તમાકુ
તમાકુ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે : (1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને (2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ…
વધુ વાંચો >તમાકુ ઉદ્યોગ, ભારતમાં
તમાકુ ઉદ્યોગ, ભારતમાં : પોર્ટુગીઝોએ સોળમી સદીમાં (1508) તમાકુ ભારતમાં દાખલ કરી. બીદદ્રલ્ફે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લખેલા 28મી ઑક્ટોબર 1613ના પત્રમાં સૂરતની આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં તમાકુ ઉગાડવામાં આવતી હતી તેવો ઉલ્લેખ છે. ટર્વેર્નીઅરે ઈ. સ. 1659માં લીધેલી મુલાકાતની નોંધમાં આ બાબતને સમર્થન મળે છે. ગુજરાત અને માળવા વિસ્તારમાં પણ…
વધુ વાંચો >તમાકુ કિર્મીર વિષાણુ
તમાકુ કિર્મીર વિષાણુ : તમાકુમાં મોઝેક કે પચરંગિયો રોગ કરતા વિષાણુ. તે Tobacco mosaic virus — TMV તરીકે જાણીતા છે. આ વિષાણુ 300 નેનોમીટર લાંબા અને 180 નેનોમીટર પહોળા, સખ્ત નળા કે સોટાના આકારના હોય છે. તેમાં જનીનદ્રવ્ય તરીકે આર.એન.એ.નો એક કુંતલ (SS-RNA) મધ્યમાં આવેલો હોય છે. આર.એન.એ. કુંતલની આસપાસ…
વધુ વાંચો >તમાકુસેવન
તમાકુસેવન : તમાકુ કે તેની પેદાશ કે બનાવટને ખાવી, ચાવીને તેના રસનું પાન કરવું, સૂંઘવી, દાંતે અને પેઢાં પર ઘસવી કે તેનું ધૂમ્રપાન કરવું તથા તેની આદત અથવા કુટેવ પડવી તે. 40 % કૅન્સરના દર્દીઓમાં તમાકુનું સેવન હોય છે અને તેથી તેનો નિષેધ કૅન્સર થતું રોકી શકે તેવી માન્યતા ઉત્પન્ન…
વધુ વાંચો >તમાલપત્ર
તમાલપત્ર : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ cinnamomum tamala (F. Hamilt) nees & eberm (સં. तमालपत्र, મ. સાંભરપાન, હિં. तेजपात, તા. તલીસપત્તીર, તે. તલીસપત્તી) છે. આ વૃક્ષની છાલ ભારતીય તજ (indian cassia bark) તરીકે ઓળખાય છે. હિમાલયના સમશીતોષણથી ઉષ્ણકટિબંધનું પર્યાવરણ ધરાવતા પ્રદેશમાં 1000થી 2600 મી.ની…
વધુ વાંચો >તમાશા
તમાશા : મહારાષ્ટ્રનું પારંપરિક લોકનાટ્ય. ‘તમાશા’ શબ્દ મરાઠીમાં ઉર્દૂ ભાષામાંથી આવ્યો છે. સંત એકનાથે તેમના એક ભારૂડ(અભિનય ગીત)માં ‘બડે બડે ‘તમાશા દેખે’ એ પંક્તિમાં ‘તમાશા’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘તમાશા’નો શાબ્દિક અર્થ ‘દેખાવ કરવો’ થાય છે. આ નિમ્ન કોટિનો સુરુચિવિહીન કલાપ્રકાર છે એવી એક ભ્રામક માન્યતા પ્રચલિત હતી; પણ આજે…
વધુ વાંચો >તમિળનબન, ઇરોડ
તમિળનબન, ઇરોડ (એન. જગદીશન) (જ. 28 સપ્ટેમ્બર 1933, ચેન્નીમલાઈ, જિ. ઇરોડ, તમિળનાડુ) : તમિળ કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘વણક્કમ વળ્ળુવા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1975થી 1992 દરમિયાન તેઓ ચેન્નાઈ દૂરદર્શન કેન્દ્રમાં સંદેશાવાચક…
વધુ વાંચો >