૭.૦૬

ચાડથી ચાંદખાં અને સૂરજખાં

ચાડ

ચાડ : ઉત્તર આફ્રિકાના મધ્ય ભાગમાં ઉષ્ણ કટિબંધમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 15° 00’ ઉ. અ. અને 10° 00’ પૂ. રે.. તે એક વખતનું ફ્રેન્ચ સંસ્થાન હતું. તેની દક્ષિણે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક રાજ્ય, પૂર્વમાં સુદાન, ઉત્તરે લીબિયા, પશ્ચિમે નાઇજર અને નાઇજિરિયા અને નૈર્ઋત્ય ખૂણે કૅમેરૂન છે. તેનું ક્ષેત્રફળ 12,84,000…

વધુ વાંચો >

ચાણક્ય

ચાણક્ય : જુઓ કૌટિલ્ય

વધુ વાંચો >

ચાણસ્મા

ચાણસ્મા : પાટણ જિલ્લામાં આવેલ તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તાલુકાનો વિસ્તાર 886.7 ચોકિમી. છે અને વસ્તી 2001માં 1,28,576 હતી. આ તાલુકામાં ચાણસ્મા શહેર (વસ્તી : 15,819) અને 112 ગામો છે. ચાણસ્મા તાલુકાનો કેટલોક ભાગ વઢિયાર (વૃદ્ધિપંથક) તરીકે અને વીરમગામ અને કટોસણ–બહેચરાજી નજીકનો ભાગ ચુંવાળ તરીકે ઓળખાય છે.…

વધુ વાંચો >

ચાતક (pied crested cuckoo)

ચાતક (pied crested cuckoo) : કુકુલિડે કુળનું પક્ષી. સહસભ્ય કોયલ. શાસ્ત્રીય નામ Clemator jacobinus. ભારતમાં તે સર્વત્ર જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં તેને મોતીડો કહે છે. શરીર મેનાના જેટલું; પરંતુ પૂંછડી પ્રમાણમાં લાંબી; માથે સુંદર કલગી; ચાંચ કાળી; પગ વાદળી ઝાંયવાળા કાળા; ઉપરના બધા ભાગ ઝાંખા કાળા; ડોક અને નીચેનો ભાગ…

વધુ વાંચો >

ચાતુરી

ચાતુરી : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બહુ જ ઓછો પ્રચલિત, છતાં ઉત્તમ કોટિનો કાવ્યપ્રકાર. મધ્યકાલીન બંસીબોલના કવિ દયારામના સમય સુધીમાં નરસિંહ મહેતા, રણછોડ, મોતીરામ, અનુભવાનંદ, જીવણરામ, નભૂ, હરિદાસ અને દયારામની રચેલી ‘ચાતુરી’ રચનાઓ જાણવામાં આવી છે. એક ચાતુરી અપ્રસિદ્ધ પણ મળી આવી છે, જેનું કર્તૃત્વ સંદિગ્ધ છે. આ પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ‘ચાતુરી’ઓમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

ચાતુર્માસ્ય

ચાતુર્માસ્ય : જુઓ યજ્ઞ

વધુ વાંચો >

ચાન્સેલેરી પૅલેસ, રોમ

ચાન્સેલેરી પૅલેસ, રોમ : ઈ. સ. 1486 અને 1496 વચ્ચે રોમમાં બંધાયેલ આ મહેલ કાર્ડિનલ રીઆરીઓ માટે બાંધેલો; પરંતુ પાછળથી પોપની ચાન્સેલેરી દ્વારા તે લઈ લેવાયેલો જેથી તે ચાન્સેલેરી પૅલેસ તરીકે ઓળખાય છે. આ ઇમારત ઇટાલીની સ્થાપત્યકળાનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. માન-પ્રમાણની ર્દષ્ટિએ આ ઇમારત ઇટાલિયન રેનેસાંનું અદ્વિતીય પ્રતિનિધિત્વ કરે…

વધુ વાંચો >

ચાન્હુ-દડો

ચાન્હુ-દડો : સિંધ(પાકિસ્તાન)ના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીને પૂર્વકાંઠે અને મોહેં-જો-દડોની દક્ષિણે 125 કિમી. દૂર આવેલું પુરાતત્ત્વીય સ્થળ. અહીં 1935માં ડૉ. મૅકેની આગેવાની નીચે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ઉત્ખનનમાંથી એક પુરાતન નગરના 5 થર મળી આવ્યા. આમાં સહુથી નીચેના 3 થર હડપ્પીય સભ્યતાનું ઉત્તરકાલીન સ્વરૂપ ધરાવે છે. તેનો સમય ઈ.…

વધુ વાંચો >

ચાપેક, કરેલ

ચાપેક, કરેલ (જ. 9 જાન્યુઆરી 1890, બોહેમિયા, ચેકોસ્લોવાકિયા; અ. 25 ડિસેમ્બર 1938) : ચેકોસ્લોવાકિયાના નવલકથાકાર અને નાટ્યકાર. ડૉક્ટર પિતાના આ પુત્રે પૅરિસ, બર્લિન તથા પ્રાગની યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. ચિત્રકાર તથા સ્ટેજ-ડિઝાઇનર બનેલા પોતાના ભાઈ જોસેફ ચાપેક(1887–1945)ના સહયોગમાં તેમણે 1910થી નાટકો લખવાનો આરંભ કર્યો. આ સહલેખનના પરિણામે લખાયેલાં નાટકો પૈકી…

વધુ વાંચો >

ચાબુક અંગારિયો (આંજિયો)

ચાબુક અંગારિયો (આંજિયો) : Ustilago scitamina નામની ફૂગથી થતો શેરડીનો રોગ. આ રોગ જંગલી શેરડીમાં વિશેષ આવે છે. તેનું નિયંત્રણ નીચે મુજબ થઈ શકે છે : (1) રોગિષ્ઠ છોડ જણાય કે તરત જ ચાબુક ફાટી જાય તે પહેલાં તેનો ઉપાડીને નાશ કરવો; (2) રોગમુક્ત બિયારણની પસંદગી કરવી; (3) કટકાને પારાયુક્ત…

વધુ વાંચો >

ચાંદકા મુંહ ટેઢા હૈ

Jan 6, 1996

ચાંદકા મુંહ ટેઢા હૈ : શ્રીકાન્ત વર્મા સંપાદિત હિંદી કાવ્યસંગ્રહ. તેમાં કવિ મુક્તિબોધની 28 રચનાઓ છે. આ કૃતિઓનો રચનાકાળ 1954થી 1964 સુધીનો સ્વીકારાયેલ છે; પરંતુ મોતીરામ વર્મા કવિની હસ્તપ્રતને આધારે તે સમય 1950થી 1963 સુધીનો માને છે. આ સમય દરમિયાન સામાજિક જીવનમૂલ્યોનાં પરિવર્તન ઉપરાંત કવિની અસંદિગ્ધ જીવનર્દષ્ટિનો સંકેત મળે છે.…

વધુ વાંચો >

ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી)

Jan 6, 1996

ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી) : નામાંકિત ગાયકો. બેઉ ભાઈઓ પંજાબના ખૈરાબાદ ગામના વતની હતા. પ્રચલિત સંગીતમાં મૂળભૂત ફેરફાર કરવાની એમની મુરાદ હતી અને તે બાબતમાં એમણે પ્રયત્નો કર્યા હતા. પણ તેમાં એમને સફળતા મળી નહોતી. શાસ્ત્રીય સંગીતના ખયાલની પદ્ધતિમાં ફેરફાર કરીને એમણે જે સંગીતનું આવિષ્કરણ કર્યું તે પદ્ધતિ ખૈરાબાદીને…

વધુ વાંચો >