૨.૨૦
ઇજિપ્તની કલાથી ઇતિમાદખાન
ઇજિપ્તની કલા
ઇજિપ્તની કલા (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) : ઇજિપ્તની કલા ઈસુ પૂર્વે પાંચમી સહસ્રાબ્દીથી શરૂ થઈ હોવાનું મનાય છે અને તે ઈસુ પછી ત્રીજી શતાબ્દી સુધી, એમ કુલ 5,300 વરસના લાંબા ગાળાનો વિસ્તૃત ઇતિહાસ ધરાવે છે. અત્યંત મૌલિક હોવા ઉપરાંત ઇજિપ્તની કલાનો ગ્રીક કલા ઉપર પણ ઊંડો પ્રભાવ પડ્યો છે. ચિત્રકલા…
વધુ વાંચો >ઇજિપ્તનું પંચાંગ
ઇજિપ્તનું પંચાંગ : પ્રાચીન ઇજિપ્તનું ઋતુ-આધારિત સૌર પંચાંગ. એમાં 30-30 દિવસના બાર મહિના અને વધારાના પાંચ દિવસ મળીને કુલ 365 દિવસનું વર્ષ હતું. વર્ષની શરૂઆત નાઇલ નદીમાં પૂર આવે તે સમયથી કરવામાં આવતી હતી. વ્યાધ તારાની નજદીક સૂર્ય આવે ત્યારે નાઇલમાં પૂર આવતું હતું, પણ વ્યાધ તારાનું દર્શન દર ચાર…
વધુ વાંચો >ઇજોલાઇટ
ઇજોલાઇટ (Ijolite) : અંત:કૃત અગ્નિકૃત ખડકો પૈકીનો આલ્કલી સાયનાઇટનો લાક્ષણિક ખડક-પ્રકાર. ફેલ્સ્પેથોઇડ સાયનાઇટનો સમાનાર્થી પર્યાય. સાયનાઇટ ખડકોને બે મુખ્ય સમૂહોમાં વિભાજિત કરેલા છે : (1) ફેલ્સ્પાર અને ફેલ્સ્પેથોઇડવાળા સાયનાઇટ અને (2) ફેલ્સ્પાર રહિત સાયનાઇટ. શાન્ડે આ બીજા સમૂહ માટે સાયનોઇડ નામ સૂચવ્યું છે. સાયનોઇડ સમૂહમાં આ ખડક માત્ર ફેલ્સ્પેથોઇડનો જ,…
વધુ વાંચો >ઇઝરાયલ
ઇઝરાયલ આરબ રણની ધાર પર ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ. તે 310 30´ ઉ. અ. અને 350 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. ઇઝરાયલનું કુલ ક્ષેત્રફળ 20,772 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. વસતિ 93 લાખ (2021), જેમાં 83 % યહૂદી, 13% મુસ્લિમ,…
વધુ વાંચો >ઇઝાયાહના
ઇઝાયાહના : ઇઝરાયલના સુપ્રસિદ્ધ ધર્મપ્રણેતા ઇઝાયાહે (ઈ. સ. પૂ. 742 – ઈ. સ. પૂ. 701) રચેલું ધર્મપુસ્તક. પિતા એમોઝ ઇઝાયાહ જેરૂસલેમમાં વસેલા. આ પુસ્તકની 1948માં Dead Sea Scrolls – મૃત સમુદ્રમાંથી મળી આવેલ લખોટા-વીંટામાં બે હસ્તપ્રતો મળી આવી હતી. એ હિબ્રૂ ભાષાનું સૌથી પ્રાચીન તેમજ બાઇબલના જૂના કરારનું સૌપ્રથમ અને…
વધુ વાંચો >ઇટર્બિયમ
ઇટર્બિયમ (Yb, Ytterbium) : આવર્તક કોષ્ટકના III B (સંક્રાંતિ) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. તે વિરલ પાર્થિવ (rare earth) તત્વોના કુટુંબનું દ્વિસંયોજકતા દર્શાવતું સભ્ય છે. 1878માં જે. સી. જી. મેરિગ્નાકે સૌપ્રથમ આ તત્વના ઑક્સાઇડને અલગ પાડ્યો હતો. 1907માં ઊર્બાં અને વેલ્સબેકે સાબિત કર્યું કે આ ઑક્સાઇડ બે તત્ત્વોના ઑક્સાઇડનું મિશ્રણ છે. આ…
વધુ વાંચો >ઇટાનગર
ઇટાનગર : અરુણાચલ રાજ્યનું પાટનગર. હિમાલયના ડફના હિલ વિસ્તારમાં આવેલું જૂનું કેન્દ્રશાસિત મથક. ભૌગોલિક સ્થાન આશરે 27o.00 ઉ. અ. અને 95o.00 પૂ. રે. હિમાલયના પર્વતીય રાજ્ય ભુતાન અને આસામની સરહદે આ શહેર આવેલું છે. તેની પૂર્વમાં લખીમપુર, હિમ્પુલી અને દિબ્રૂગઢ છે, જ્યારે દક્ષિણે તેજપુર જેવાં આસામનાં પર્વતીય શહેરો આવેલાં છે.…
વધુ વાંચો >ઇટારસી
ઇટારસી : પાંચ રાજ્યોની સીમાને સ્પર્શતા મધ્યપ્રદેશ રાજ્યમાં હોશંગાબાદ જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 22o.37´ ઉ. અ. અને 74o.45´ પૂ. રે. તે નર્મદા નદીના દક્ષિણ કાંઠાનાં હોશંગાબાદથી માત્ર 30 કિમી. અંતરે આવેલું વિખ્યાત રેલવેજંક્શન છે. તે મધ્ય રેલવેના મુંબઈ-અલ્લાહાબાદ રેલમાર્ગનું તેમજ કાનપુર-આગ્રા રેલમાર્ગનું પણ જંક્શન છે. દિલ્હીથી ચેન્નાઈ જતા…
વધુ વાંચો >ઇટાલિયન ભાષા અને સાહિત્ય
ઇટાલિયન ભાષા અને સાહિત્ય : ભારત-યુરોપીય ભાષા-પરિવારની રોમાન્સ ઉપજૂથની ઇટાલિક ભાષાઓમાંની એક ભાષા અને તેનું સાહિત્ય. આજે તે ઇટાલીની અને સાન મેરીનોની વહીવટી અને અધિકૃત ભાષા છે. તે ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડમાં જે કેટલીક અધિકૃત ભાષાઓ છે તેમાંની પણ તે એક છે. ઇટાલીમાં લગભગ સાડા પાંચ કરોડ લોકો, સાન મેરીનોમાં અંદાજે વીસ…
વધુ વાંચો >ઇતિમાદખાન
ઇતિમાદખાન (જ. – અ. 1587) : ગુજરાતની સલ્તનતનો એક શક્તિશાળી અમીર તથા સૂબો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ 3જા(1537-1554)ના વિશ્વાસુ હિંદુ ચાકરે ઇસ્લામ ધર્મ સ્વીકારી અબ્દુલકરીમ નામ ધારણ કર્યું હતું. સુલતાનની સેવામાં ઉત્તરોત્તર બઢતી મેળવી મુખ્ય વજીરપદે પહોંચીને ઇતિમાદખાનનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. પછીનાં વીસ વર્ષ સુધી ગુજરાતના રાજકારણમાં તેણે મહત્વનો ભાગ…
વધુ વાંચો >