૨૦.૧૫
વિયેના સંમેલન (1814-15)થી વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર)
વિયેના સંમેલન
વિયેના સંમેલન (1814-15) : નેપોલિયનના પતન બાદ, યુરોપના દેશોની પુનર્વ્યવસ્થા કરવા માટે, ઑસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં મળેલું, યુરોપના દેશોના પ્રતિનિધિઓનું સંમેલન. ઑસ્ટ્રિયાના વડા પ્રધાન મૅટરનિક આ સંમેલનના પ્રમુખ હતા. નેપોલિયનને સત્તા પરથી દૂર કરનાર ઑસ્ટ્રિયા, પ્રશિયા, રશિયા અને ગ્રેટબ્રિટનના પ્રતિનિધિઓ અનુક્રમે વડા પ્રધાન મૅટરનિક, રાજા ફ્રેડરિક વિલિયમ 3જો, ઝાર ઍલેક્ઝાન્ડર 1લો…
વધુ વાંચો >વિયેન્ટિયેન (Vientiane)
વિયેન્ટિયેન (Vientiane) : લાઓસનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તેનું બીજું નામ વિયેનચૅન (Viangchan) છે. ભૌગોલિક સ્થાન : 17° 58´ ઉ. અ. અને 102° 36´ પૂ. રે.. તે લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચેની સરહદ નજીક મેકૉંગ નદી પર આવેલું છે. આ શહેર મહત્વનું વ્યાપારી મથક છે, તે હવાઈ મથક પણ છે.…
વધુ વાંચો >વિયોગી કુંવર
વિયોગી કુંવર (જ. 1940, સાંબા, જમ્મુ-કાશ્મીર) : ડોગરી ભાષાના કવિ. શરૂઆતમાં વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કર્યો, પણ ઇન્ડિયન ઍરફૉર્સમાં પસંદગી થવાથી અભ્યાસ છોડી દેવો પડ્યો. પાછળથી તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. કવિ-કારકિર્દીનો કૉલેજ-કાળથી પ્રારંભ. કૉલેજ-મૅગેઝિન તથા ‘યોજના’ અને ‘ત્રિકૂટ’ જેવાં સામયિકોમાં કાવ્યોનું પ્રકાશન. કવિસંમેલનોમાં તેમનાં કાવ્યોને ભારે દાદ મળતી. તેમનાં કાવ્યોમાં વિચાર…
વધુ વાંચો >વિયોગી હરિ
વિયોગી હરિ (જ. 1896, છત્તરપુર, મધ્યપ્રદેશ; અ. 1988) : હિંદીના લેખક. મૂળ નામ હરિપ્રસાદ દ્વિવેદી. નાની વયે પિતાનું અવસાન. છત્તરપુરમાં અભ્યાસ કરી 1915માં મૅટ્રિક. તે પછી કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી આકર્ષાઈ વિવિધ યાત્રાધામોનો પ્રવાસ. તેમનો હરિજનસેવક સંઘ, ભૂદાન આંદોલન, ભારત સેવક સમાજ અને બીજાં સામાજિક સંગઠનો સાથે પ્રવૃત્તિ-સહયોગ હતો. અસ્પૃશ્યતા-નિવારણમાં દૃઢ…
વધુ વાંચો >વિરલ (દ્વીપકલ્પ)
વિરલ (દ્વીપકલ્પ) : ઇંગ્લૅન્ડના પશ્ચિમ ભાગમાં આવેલા પચરંગી મર્સીસાઇડ પરગણાનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 53° 22´ ઉ. અ. અને 3° 05´ પ. રે.ની આજુબાજુનો આશરે 158 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પની ઈશાન બાજુએ મર્સી નદીનો નદીનાળ જળમાર્ગ, ઉત્તરે આયરિશ સમુદ્ર, પશ્ચિમે ડી નદીનો જળવિસ્તાર, દક્ષિણે…
વધુ વાંચો >વિરલ ખનિજો
વિરલ ખનિજો : પૃથ્વીના પોપડામાં તદ્દન જૂજ પ્રમાણમાં રહેલાં કેટલાંક ખનિજો. આ માટેનું વધુ ઉચિત નામ ‘વિરલ પાર્થિવ ખનિજો’ છે. લૅન્થેનાઇડ્ઝના સામૂહિક નામથી જાણીતાં પંદર તત્વો લૅન્થેનમ, સીરિયમ, પ્રેસિયોડિમિયમ, નિયોડિમિયમ, પ્રૉમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગૅડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હૉલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, ઇટર્બિયમ અને લૂટિશિયમ (અણુક્રમાંક 57થી 71) તેમજ સ્કૅન્ડિયમ અને ઇટ્રિયમ મળીને…
વધુ વાંચો >વિરલ મૃદ-તત્વો (rare earth elements)
વિરલ મૃદ–તત્વો (rare earth elements) : આવર્તક કોષ્ટકમાં આવેલા, પરમાણુક્રમાંક 21 (સ્કૅન્ડિયમ), 39 (ઇટ્રિયમ) અને 57 (લેન્થેનમ)થી 71 (લ્યુટેશિયમ) ધરાવતાં રાસાયણિક તત્વોનો સમૂહ. આ પૈકી 58થી 71 સુધીનાં તત્વોને લેન્થેનાઇડ તત્વો (અથવા લેન્થેનાઇડ) તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર તો વિરલ મૃદાઓ (rare earths) એ ખોટું નામ છે કારણ કે તેઓ…
વધુ વાંચો >વિરંજન ચૂર્ણ
વિરંજન ચૂર્ણ : જુઓ બ્લીચિંગ પાઉડર.
વધુ વાંચો >વિરાજ્યતા (statelessness)
વિરાજ્યતા (statelessness) : કોઈ વ્યક્તિનું સ્થાનિક કાયદા (municipal law) મુજબ રાષ્ટ્રીયત્વ રદ થયું હોય અને તે દરમિયાન તે અન્ય રાષ્ટ્રીયત્વ પ્રાપ્ત ન થઈ ગયું હોય એવી વચગાળાની સ્થિતિ. રાષ્ટ્રીયત્વ એ વ્યક્તિ અને રાજ્ય વચ્ચેની સાંધણકડી છે. હરેક વ્યક્તિને રાષ્ટ્રીયત્વ ધારણ કરવાનો અધિકાર છે. રાજ્ય કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રીયત્વ એટલે રાજ્યવિહીન…
વધુ વાંચો >વિરાટ
વિરાટ : મત્સ્યદેશનો રાજા, જેની રાજધાનીનું નામ વિરાટનગરી હતું. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે સહદેવે એના પર વિજય મેળવ્યો હતો. પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો એક વર્ષ સુધી વિરાટનગરમાં રહ્યા હતા. ત્યાં તેઓ નામ બદલીને રહેલા. જેમકે, યુધિષ્ઠિર (કંક) જુગાર રમવામાં પ્રવીણ એવો વિરાટ રાજાનો સેવક, અર્જુન (બૃહન્નલા) વિરાટ રાજાની કન્યાને નૃત્ય-સંગીત…
વધુ વાંચો >વિલેમાઇટ
વિલેમાઇટ : જસતનું ધાતુખનિજ. નેસોસિલિકેટ. ટ્રુસ્ટાઇટ એનો ખનિજપ્રકાર છે. રાસા. બં. : Zn2SiO4. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ષટ્કોણીય પ્રિઝમૅટિક; ટૂંકા, મજબૂતથી લાંબા, નાજુક; બેઝલ પિનેકૉઇડથી અને જુદા જુદા રહોમ્બોહેડ્રાથી બનેલા છેડાઓવાળા. દળદાર, રેસાદાર કે ઘનિષ્ઠ; છૂટા છૂટા દાણાઓ સ્વરૂપે પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (0001)…
વધુ વાંચો >વિલૅસ ગીર્લેમો
વિલૅસ ગીર્લેમો (જ. 17 ઑગસ્ટ 1952, બૂએનૉસ આઇરિસ, આર્જેન્ટિના) : દક્ષિણ અમેરિકાના એક મહાન ટેનિસ-ખેલાડી. 1981માં તેમની રમતના મુખ્ય પ્રભાવને કારણે જ આર્જેન્ટિના ડેવિસ કપની અંતિમ સ્પર્ધા સુધી પહોંચી શકેલું. તેમનો સૌપ્રથમ મહત્વનો વિજય તે 1974ની ‘માસ્ટર્સ’ની રમતોમાં. 1977માં તેઓ ફ્રેન્ચ વિજયપદકના વિજેતા બન્યા. તેઓ યુએસ અને દક્ષિણ આફ્રિકન વિજયપદકના…
વધુ વાંચો >વિલોન, ફ્રાન્સ્વા
વિલોન, ફ્રાન્સ્વા (જ. 1431, પૅરિસ; અ. 1463 પછી) : ફ્રેન્ચ ઊર્મિકવિ. મૂળ નામ ફ્રાન્સ્વા દ મોન્તકોર્બિયર અથવા ફ્રાન્સ્વા દે લોગીસ. પિતાને વહેલી વયે ગુમાવ્યા. સેંત-બીનોઇત-લે-બીતોર્નના દેવળના પાદરી ગીલોમના શરણમાં ઉછેર. યુનિવર્સિટી ઑવ્ પૅરિસના દફતરની નોંધ મુજબ માર્ચ, 1449માં વિલોને સ્નાતકની ઉપાધિ અને માસ્ટર ઑવ્ આર્ટ્સની પદવી મે-ઑગસ્ટ, 1452માં મેળવેલી. 5…
વધુ વાંચો >વિલોપ
વિલોપ : ખનિજ-છેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. વિષમદિગ્ધર્મી ખનિજ-છેદનો સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતો વિશિષ્ટ ગુણધર્મ. સૂક્ષ્મદર્શક હેઠળ જ્યારે બે નિકોલ પ્રિઝમ વચ્ચે આવા ખનિજ-છેદનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે પીઠિકા(stage)ને 360° ફેરવતાં પ્રત્યેક 90°ના તફાવતે ખનિજ-છેદ ચાર વખત સંપૂર્ણ કાળો થઈ જાય છે. વિષમદિગ્ધર્મી ખનિજ-છેદના આ ગુણધર્મને વિલોપ કહેવાય છે.…
વધુ વાંચો >વિલોપન
વિલોપન : કણ અને પ્રતિકણ અથડાતાં ઊર્જાના ઉત્સર્જન સાથે અદૃશ્ય થવાની ઘટના જેમાં થતી હોય એવી પ્રક્રિયા. ઇલેક્ટ્રૉન અને તેના પ્રતિકણ પૉઝિટ્રૉન સાથે અથડાતાં ગૅમા કિરણની ઉત્પત્તિની ઘટના, પૃથ્વી ઉપર જોવા મળતી સામાન્ય ઘટના છે. રેડિયો-ઍક્ટિવ ક્ષય દરમિયાન ઉત્સર્જિત થતો પૉઝિટ્રૉન ઘણી વખત ઇલેક્ટ્રૉન સાથે જોડાતાં તે કલ્પ-પરમાણુ (quasi-atom) પૉઝિટ્રૉનિયમનું…
વધુ વાંચો >વિલોપન-પ્રક્રિયા (elimination reaction)
વિલોપન–પ્રક્રિયા (elimination reaction) : કાર્બનિક અણુમાંથી નાના સમૂહને દૂર કરીને ચક્રીય પ્રણાલી અથવા દ્વિ- યા ત્રિ-બંધ ધરાવતી ગુણક-પ્રણાલી નિષ્પન્ન કરતી પ્રક્રિયા. તે એક કાર્બન-કાર્બન બંધ ધરાવતાં (સંતૃપ્ત) કાર્બનિક સંયોજનોને દ્વિ- અથવા ત્રિ-કાર્બન-કાર્બન બંધ ધરાવતાં (અસંતૃપ્ત) સંયોજનોમાં રૂપાંતરિત કરવા માટેની મુખ્ય પદ્ધતિ છે. આના ઉદાહરણમાં આલ્કોહૉલમાંથી ઑલેફિન, એસ્ટર અથવા આલ્કલી હેલાઇડમાંથી…
વધુ વાંચો >વિલ્કિન્સ ચાર્લ્સ
વિલ્કિન્સ ચાર્લ્સ (ઈ. સ. 1798, ન્યૂયૉર્ક, યુ. એસ.; અ. 1877) : અમેરિકન નૌકા-અધિકારી અને પ્રસિદ્ધ દરિયાઈ પુરાવિદ. ચાર્લ્સે અભ્યાસ પૂર્ણ કરી અમેરિકાના નૌકાખાતામાં સામાન્ય અધિકારી તરીકે (1818) કારકિર્દીની શરૂઆત કરી. ક્રમશ: બઢતી મેળવતા જતાં ઈ. સ. 1830માં નવી શરૂ કરાયેલ દરિયાઈ વેધશાળાના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ અમેરિકન સરકાર દ્વારા અપાયેલ…
વધુ વાંચો >વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર)
વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર) [જ. 14 જુલાઈ 1921, ટૉડમૉર્ડેન, (ઇંગ્લૅન્ડ); અ. 26 સપ્ટેમ્બર 1996, લંડન] : મેટલોસીન સંયોજનો અને સંક્રમણ (transition) સંકીર્ણોની સંરચના ઉપર મહત્વનું સંશોધન કરનાર બ્રિટિશ અકાર્બનિક રસાયણજ્ઞ. 1973ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજી, યુનિવર્સિટી ઑવ્ લંડન ખાતે અભ્યાસ કર્યા બાદ વિલ્કિન્સને…
વધુ વાંચો >