૧.૧૩

અફઘાની, અલી મોહંમદથી અભયારણ્ય

અભયાદિ ક્વાથ

અભયાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. હરડે, નાગરમોથ, ધાણા, રતાંજળી, પદ્મકાષ્ઠ, અરડૂસીનાં પાન, ઇન્દ્રજવ, સુગંધી વાળો, ગળો, ગરમાળાનો ગોળ, કળીપાટ, સૂંઠ અને કડુનું અધકચરું ચૂર્ણ બનાવી 2 તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમા ભાગ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળવામાં આવે છે. માત્રા : 20 થી 40 ગ્રામ જેટલો…

વધુ વાંચો >

અભયારણ્ય

અભયારણ્ય  ભારતના બંધારણમાં કરેલી જોગવાઈ અનુસાર પર્યાવરણ અને વનસંપત્તિ તથા પ્રાણીસૃષ્ટિના રક્ષણ અને મુક્ત વિહાર માટે રચવામાં આવેલા રક્ષિત વિસ્તારો. ભારતમાં પ્રાચીનકાળથી વન્યજીવન અને તેના સંરક્ષણને મહત્વ અપાયેલું છે. ઋષિઓના આશ્રમો પણ જંગલો વચ્ચે જ હતા, એટલે ત્યાં વનનાં પશુ-પક્ષીઓનાં કાર્ય અને સંરક્ષણની જાણકારી મળતી. કૌટિલ્ય (ઈ. પૂ. 300)ના ‘અર્થશાસ્ત્ર’માં…

વધુ વાંચો >

અફઘાની, અલી મોહંમદ

Jan 13, 1989

અફઘાની, અલી મોહંમદ (જ. 1 જાન્યુઆરી 1925, કર્માન્સાલ, ઈરાન) : આધુનિક ઈરાની લેખક. તેમની કૃતિ ‘શોહરે-આહુ-ખાનમે’ ઈરાનના બૌદ્ધિકો, વિવેચકો અને જનસમૂહમાં હલચલ મચાવી હતી. 1961માં લખાયેલી આ કૃતિને ફારસીની શ્રેષ્ઠ નવલકથા ગણી બાલ્ઝાક અને ટૉલ્સ્ટૉયની કૃતિઓ સાથે સરખાવવામાં આવી છે. તેમાં ઈરાની, પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની દુર્દશાનું ચિત્રણ અનોખી આધુનિક ગદ્યશૈલીમાં…

વધુ વાંચો >

અફઝલખાન

Jan 13, 1989

અફઝલખાન (જ. 20 નવેમ્બર 1659, પ્રતાપગઢ કિલ્લો, રાજપુરી) : બિજાપુર રાજ્યનો સૂબેદાર અને સેનાપતિ. શિવાજીએ બિજાપુર રાજ્યના કેટલાક પ્રદેશો જીતી લઈને પોતાના રાજ્યમાં સમાવી લેતાં વાઈ પ્રાંતના ભૂતપૂર્વ સૂબેદાર તથા લશ્કરી સેનાની અફઝલખાન(મૂળ નામ અબ્દુલ્લા ભટારી)ને શિવાજીને જીવતો કે મરેલો પકડી લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે અનુસાર અફઝલખાન 12,000ના…

વધુ વાંચો >

અફવા

Jan 13, 1989

અફવા : જેમાં સત્યાંશનું પ્રમાણ ઘણું ઓછું હોય એવી કોઈ પણ વાત કે સમાચારનું કર્ણોપકર્ણ વાયુવેગે પ્રસરણ. અફવામાં વાતનું વતેસર થાય છે. અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને કર્યો છે. તેમણે ‘સાયકૉલોજી ઑવ્ રૂયુમર’ (1947) નામનું પુસ્તક લખ્યું છે. અફવાનો ફેલાવો કેવી રીતે થાય…

વધુ વાંચો >

અફીણ

Jan 13, 1989

અફીણ :  દ્વિદળી વર્ગના પૅપાવરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Papaver somniferum L (સં. अहिफेन, खसतिल; હિં. खसखस; બં. પોસ્તદાના; ગુ. અફીણ, ખસખસ, પોસ્ત ડોડા) છે. સહસભ્ય દારૂડી. અફીણની પુષ્કળ ઊપજ આપતી બે જાતો– નામે શ્વેતા અને શ્યામા–લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ઍન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ (CIMAP) સંસ્થાએ વિકસાવીને વાવેતર…

વધુ વાંચો >

અફીણ વિગ્રહો

Jan 13, 1989

અફીણ વિગ્રહો : અફીણની દાણચોરીને કારણે ચીન સાથે થયેલા બ્રિટન અને ફ્રાન્સના વિગ્રહો. 19મી સદીની ત્રીસીને અંતે બ્રિટન ભારતમાં મુખ્ય સત્તા બની ચૂક્યું હતું. તેનાં વ્યાપારી હિતો ચીન સુધી વિસ્તર્યાં હતાં. ચીન સાથેના વ્યાપારમાં લાંબા સમય સુધી સોનાચાંદી દ્વારા ચીની માલ ખરીદવો પોસાય નહિ તેથી તેની અવેજીમાં અફીણ શોધાયું. અલબત્ત,…

વધુ વાંચો >

અબનૂસ

Jan 13, 1989

અબનૂસ : દ્વિદળી વર્ગના ઍબનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Diospyros ebenum (L.) Koenig. syn. D. assimilis Bedd. D. sapota Roxb. (હિં. अबनूस, અં. સિલોન ઍબની.) છે. મધ્યમ કદનાં, ઘણાં વિશાળ, છાયા આપતાં, સદાહરિત, કાળી છાલવાળાં વૃક્ષો, રસ્તા ઉપર હારમાં વવાય છે. સાદાં, પહોળાં, લાંબાં, એકાંતરિત, જાડાં પર્ણો. ફેબ્રુઆરી-માર્ચ…

વધુ વાંચો >

અબરખ અને અબરખ વર્ગ

Jan 13, 1989

અબરખ અને અબરખ વર્ગ (mica family) : એક જાણીતું ખડકનિર્માણ ખનિજ અને તેના જેવા જ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતાં ખનિજોનું જૂથ. વર્ગીકૃત ખનિજ—સિલિકેટ પૈકીનું ફાયલોસિલિકેટ. શીટ પ્રકારની અણુ સંરચના. સ્ફટિકવર્ગ મોનોક્લિનિક. સ્ફટિકમયતા : પારદર્શક, લોહ-મૅગ્નેશિયમ તત્વોના ડાઘવાળું, ક્વચિત્ પારભાસક (transluscent) કે અપારદર્શક. રંગ : રંગવિહીન, રૂપેરી, આછો ગુલાબી, આછો…

વધુ વાંચો >

અબાન્તર

Jan 13, 1989

અબાન્તર (1978) : આધુનિક ઊડિયા કાવ્યસંગ્રહ. અનંત પટનાયકના આ કાવ્યસંગ્રહને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકના આ સંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. તેમાં કવિ માનવીની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે અન્તર્સૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…

વધુ વાંચો >

અબીચંદાની, પરમ એ.

Jan 13, 1989

અબીચંદાની, પરમ એ. (જ. 14 જુલાઈ 1926, ખૈરપુર, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 9 ડિસેમ્બર 2005) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. તેમને તેમની કૃતિ ‘તક તોર’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે દર્શનશાસ્ત્રમાં બી.એ. તથા કૉમર્શિયલ આર્ટ અને ઍડ્વર્ટાઇઝિંગનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. 1945–46માં તેઓ સિંધી…

વધુ વાંચો >

અબુ ધાબી

Jan 13, 1989

અબુ ધાબી : નૈર્ઋત્ય એશિયામાં ઇરાની અખાત પર આવેલું સંયુક્ત આરબ અમીરાત(U. A. E.)નું સાત અમીરાતો પૈકીનું સૌથી મોટું અમીરાત. તેની આંતરરાષ્ટ્રીય સરહદો વિવાદગ્રસ્ત છે. ભૌગોલિક સ્થાન : તે 240 28′ ઉ. અ. અને 540 22′ પૂ. રે. ની આજુબાજુનો 67,350 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2018 મુજબ તેની…

વધુ વાંચો >