૧૯.૩૧
વાહિનીચિત્રણ (angiography)થી વાંસદા
વાંસદા
વાંસદા : નવસારી જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 45´ ઉ. અ. અને 73° 22´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1388ના ‘વસંતામૃત’ નામના હસ્તલિખિત ગ્રંથની પ્રશસ્તિ પ્રમાણે પાટણના કર્ણદેવના ત્રીજા પુત્ર ધવલનો પુત્ર વાસુદેવ દક્ષિણ ગુજરાતમાં નાના…
વધુ વાંચો >વાહિનીચિત્રણ (angiography)
વાહિનીચિત્રણ (angiography) : નસોના વિકારો અને વિકૃતિઓમાં મહત્વની નિદાનલક્ષી કસોટી. જે તે નસ(વાહિની)ના વિકાર કે વિકૃતિને દર્શાવવા માટે તેમાં સોય કે યોગ્ય સ્થળે નળી દ્વારા ઍક્સ-રેને પોતાનામાંથી પસાર થવા ના દે તેવું દ્રવ્ય નખાય છે અને ત્યારપછી તેનાં ઍક્સ-રેની મદદથી ચિત્રો લેવાય છે. આવા દ્રવ્યને વિભેદક-દ્રવ્ય (contrast medium) પણ કહે…
વધુ વાંચો >વાહિપુલ
વાહિપુલ : વાહકપેશીધારી (tracheophyte) વનસ્પતિના દેહમાં આવેલો વાહકપેશીઓનો બનેલો એકમ. તે અન્નવાહક (phloem) અને જલવાહક (xylem) પેશીનો બનેલો હોય છે. સામાન્ય રીતે અન્નવાહક અને જલવાહક પેશીની ગોઠવણી ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે : (1) બંને વાહકપેશીઓ એક જ ત્રિજ્યા પર સાથે સાથે ગોઠવાયેલી હોય છે; (2) એક પ્રકારની વાહક પેશી…
વધુ વાંચો >વાહીજળ (Runoff)
વાહીજળ (Runoff) : ભૂમિસપાટી પર વહીને નદીઓમાં ઠલવાતું જળ. નદીઓ દ્વારા વહન પામતા જળનો પણ વાહીજળમાં સમાવેશ થાય છે. જલશાસ્ત્ર(hydrology)ના સંદર્ભમાં વહી જતા જળને વાહીજળ કહે છે. વાહીજળમાં માત્ર સપાટીજળનો જ નહિ, ભૂમિ-અંતર્ગત શોષાતા અને ઢોળાવ પ્રમાણે ખીણો તરફ વહીને નદીને મળતા જળનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના જળની…
વધુ વાંચો >વાળંદ
વાળંદ : જુઓ પરંપરાગત વ્યવસાયો.
વધુ વાંચો >વાળંદ, નરોત્તમ માધવલાલ
વાળંદ, નરોત્તમ માધવલાલ (જ. 18 સપ્ટેમ્બર 1931, બહુચરાજી, જિ. મહેસાણા) : ગુજરાતી વિવેચક-સંશોધક, હાસ્યસાહિત્ય સર્જક-મીમાંસક, બાળસાહિત્ય-આલેખક. પ્રાથમિક શિક્ષણ આરંભમાં વતનમાં, બાકીનું અમદાવાદમાં, માધ્યમિક શિક્ષણ પણ અમદાવાદમાં. 1950માં એસ. એસ. સી.. શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી. નલિનકાન્ત નરસિંહરાવ દિવેટિયા મેરિટ સ્કૉલરશિપ સાથે 1954માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી. એ. 1955-1956 દરમિયાન અનુક્રમે ગુજરાત…
વધુ વાંચો >વાળાઓ
વાળાઓ : સૌરાષ્ટ્રમાં વંથળી (જિ. જૂનાગઢ) અને તળાજા(જિ. ભાવનગર)ના શાસકો. રામવાળાને વાળા વંશનો ઐતિહાસિક પુરુષ કહી શકાય. એનું રાજ્ય વંથળીમાં કેવી રીતે હતું અને એ કે એના પૂર્વજો વંથળીમાં ક્યાંથી આવ્યા તે વિશે કોઈ માહિતી મળતી નથી. વાળા વંશનો બીજો એક રાજવી ઉગા વાળો દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રના તળાજા(જિ. ભાવનગર)માં રાજ્ય કરતો…
વધુ વાંચો >વાળા, કિશોર
વાળા, કિશોર (જ. 1933, બિલખા, સૌરાષ્ટ્ર, ગુજરાત) : આધુનિક ચિત્રકાર. બંને હાથે શારીરિક ક્ષતિ ધરાવતા વાળાની દૃઢ નિશ્ચયશક્તિને દાદ દેવી પડે તેવી છે. એક હાથ સાવ ઠૂંઠો અને એક હાથે માત્ર બે આંગળી અને અંગૂઠો હોવા છતાં આવા હાથે વાળાએ કલાસાધના આરંભી. રાજકોટની સૌરાષ્ટ્ર ચિત્રશાળામાં 1960થી 1962 સુધી અભ્યાસ કર્યા…
વધુ વાંચો >વાળિંબે, રામચંદ્ર શંકર
વાળિંબે, રામચંદ્ર શંકર (જ. 1911; અ. 1989) : મરાઠી વિવેચક; સાહિત્ય, સંગીત, નાટક અને અન્ય ભારતીય કલાના પ્રસિદ્ધ વિચારક અને પંડિત. તેઓ પુણે યુનિવર્સિટીમાં મરાઠીના પ્રાધ્યાપક અને વિભાગના અધ્યક્ષ ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા. વળી મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ ચૂંટાયા હતા. તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં…
વધુ વાંચો >વાળિંબે, વિનાયક સદાશિવ
વાળિંબે, વિનાયક સદાશિવ (જ. 11 ઑગસ્ટ 1928, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લેખક. બી.એ.ની પદવી મેળવ્યા બાદ 1962થી 1978 સુધી તેઓ ‘કેસરી’ વૃત્તપત્રના સહસંપાદક રહેલા. તેમણે કુલ 30 ગ્રંથો આપ્યા છે. ‘આજ ઇથે ઉદ્યા તિથે’ (1967); ‘વોલ્ગા જેવ્હાં લાલ હોતે’ (1970); ‘વૉરસૉ તે હિરોશિમા’ (1990); ‘જય હિંદ આઝાદ હિંદ’ (1994); ‘સત્તાવન…
વધુ વાંચો >વાળો (સુગંધી વાળો)
વાળો (સુગંધી વાળો) : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vetiveria zizanioides (Linn.) Nash. syn. Andropogon muricatus Retz. A. squarrosus Hook f. (સં. વાલક, ઉશિર; હિં. રવસ, વાલા, ખસ; અં. ખસખસ ગ્રાસ) છે. તે દક્ષિણ ભારત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, છોટા…
વધુ વાંચો >