૧૯.૧૦
લોહચુંબકત્વ (ferromagnetism)થી લ્યુસિટોફાયર
લોહચુંબકત્વ (ferromagnetism)
લોહચુંબકત્વ (ferromagnetism) અવીજભારિત પદાર્થો એકબીજાને પ્રબળ રીતે આકર્ષતા હોય તેવી ભૌતિક ઘટના. ઈ. પૂ. 600 પહેલાંથી તે જાણીતી છે. કુદરતમાં મળી આવતો ચુંબક-પથ્થર (lodestone અથવા loadstone) (મૅગ્નેટાઇટ, Fe3O4, આયર્નનો એક ઑક્સાઇડ) અને લોહ (iron) એ એવા પદાર્થો છે જે આવું આકર્ષણબળ ધરાવે છે અથવા ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. લોહ…
વધુ વાંચો >લોહનિષ્કર્ષણ
લોહનિષ્કર્ષણ : જુઓ ધાતુનિષ્કર્ષણ.
વધુ વાંચો >લોહની, વિનાયક
લોહની, વિનાયક (જ. 12 એપ્રિલ 1978, ભોપાલ) : માનવજાતની સેવાના ઉદ્દેશ સાથે સ્થાપિત સામાજિક સેવાભાવી સંસ્થા પરિવાર (Parivaar.org)ના સ્થાપક. સંસ્થાની કામગીરી મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં કેન્દ્રિત. મુખ્ય ઉદ્દેશ વંચિત સમુદાય, ગરીબ અને આદિવાસી સમુદાયોનાં બાળકોને પોષણયુક્ત આહારની સાથે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો. ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના સ્વામી…
વધુ વાંચો >લોહરદગા
લોહરદગા : ઝારખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 23° 26’ ઉ. અ. અને 84° 41’ પૂ. રે.ની આજુબાજુનો 1,494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો છોટા નાગપુર વિભાગમાં આવેલો છે. તે રાજ્યમાં બીજા ક્રમે આવતો નાનામાં નાનો જિલ્લો છે. તેની ઉત્તરે પાલામાઉ, પૂર્વમાં રાંચી તથા…
વધુ વાંચો >લોહરવંશ
લોહરવંશ : કાશ્મીરમાં 11મી-12મી સદીમાં પ્રવર્તમાન રાજવંશ. દશમી સદીના અંતમાં પર્વગુપ્તવંશની રાણી દિદ્દાના ક્રૂર અને ભ્રષ્ટાચારી શાસન પછી કાશ્મીરમાં લોહરવંશની સત્તા સ્થપાઈ (ઈ. સ. 1003). આ વંશના સંગ્રામરાજ, કલશરાજ અને હર્ષરાજે વિદ્યા અને કલાને ઉત્તેજન આપેલું. આ વંશના સ્થાપક સંગ્રામરાજે મહમૂદ ગઝનવીના અનેક હુમલા પાછા હઠાવ્યા ને પોતાના મંત્રી તુંગને…
વધુ વાંચો >લોહવિદ્યુત (Ferroelectricity)
લોહવિદ્યુત (Ferroelectricity) : સામાન્ય પરાવિદ્યુત (dielectric) પદાર્થોમાં ધ્રુવીભવન(polarization)નો વીજક્ષેત્ર સાથે રેખીય સંબંધ હોવાની અને બાહ્ય વીજક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીભવન શૂન્ય થવાની ઘટના. એક વર્ગના પદાર્થો કે જે સ્વયંભૂ (spontaneous) ધ્રુવીભવન દર્શાવે છે તેના માટે ધ્રુવીભવન (P) અને વીજક્ષેત્ર (E) વચ્ચેનો સંબંધ બિન-રેખીય (nonlinear) છે. આ પ્રકારના પદાર્થો શૈથિલ્ય (hysteresis) વક્ર દર્શાવે…
વધુ વાંચો >લોહસંગ્રહ વિકારો (Iron Storage Disorders)
લોહસંગ્રહ વિકારો (Iron Storage Disorders) : શરીરમાં લોહતત્ત્વના ભરાવાથી થતા વિકારો. તેને લોહસંગ્રહિતા પણ કહેવાય. તેમાં 2 પ્રકારની વિષમ પરિસ્થિતિઓ (વિકારો) જોવા મળે છે : અતિલોહરક્તકતા (haemosiderosis) અને અતિલોહવર્ણકતા (haemochromatosis). પેશીમાં લોહતત્ત્વના ભરાવાને અતિલોહરક્તકતા (haemosiderosis) અથવા અતિલોહતા (siderosis) કહે છે, કેમકે તેમાં લોહતત્ત્વ લોહરક્તક (haemosiderin) નામના વર્ણકદ્રવ્ય (pigment) રૂપે જમા…
વધુ વાંચો >લોહિત
લોહિત : ભારતના છેક ઈશાન છેડે આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 28° 00’ ઉ. અ. અને 96° 40’ પૂ. રે.ની આજુબાજુનો 11,402 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ચીન, પૂર્વ અને અગ્નિ તરફ મ્યાનમાર, દક્ષિણે રાજ્યનો તિરાપ જિલ્લો તથા પશ્ચિમે દિબાંગ…
વધુ વાંચો >લોહિત્યગિરિ
લોહિત્યગિરિ : લાલ પર્વત. લોહિત્ય અર્થાત્ બ્રહ્મપુત્રા ખીણના પ્રદેશમાં આ પર્વત આવેલો છે. રામાયણ (કિષ્કિન્ધાકાંડ, 10-26) અને મહાભારત (ભીષ્મપર્વ પ્ર. 9, અનુશાસનપર્વ 7, 647)માં આ પર્વતનો ઉલ્લેખ છે. લોહિત કે લૌહિત્ય નદી ત્યાંથી પસાર થાય છે. કિરાતો આ લૌહિત્ય પર્વતની બંને બાજુ કેવી રીતે રહેતા હતા તે પણ મહાભારતના સભાપર્વમાં…
વધુ વાંચો >લ્યુઇન કર્ટ
લ્યુઇન કર્ટ (જ. 1890, જર્મની; અ. 1947, અમેરિકા) : ક્ષેત્રસિદ્ધાંતના સ્થાપક અને સમદૃષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક. મનોવિજ્ઞાન ક્ષેત્રે તેમણે જે સંશોધનકાર્ય કર્યું તે કારણે તેઓ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મૅક્સ વર્ધીમર, કુર્ટ કોફકા અને કોહલરની વિચારધારા પ્રમાણે લ્યુઇને પણ જે વિચારધારા રજૂ કરી તે સમદૃષ્ટિવાદની વિચારધારા સાથે સુસંગત હતી. કેટલાક મનોવૈજ્ઞાનિકો…
વધુ વાંચો >લ્યુકાસ
લ્યુકાસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની શાકીય કે ઉપક્ષુપીય (undershrub) પ્રજાતિ. તેનું જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સર્વત્ર વિતરણ થયેલું છે. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં તેની એક જ જાતિ અને ભારતમાં લગભગ 35 જેટલી જાતિઓ થાય છે. તેની કેટલીક જાણીતી જાતિઓમાં Leucas aspera spreng. (હિં. અને બં.…
વધુ વાંચો >લ્યુકાસ, જ્યૉર્જ
લ્યુકાસ, જ્યૉર્જ (જ. 14 મે 1944, મોડેસ્ટો, કૅલિફૉર્નિયા) : ચલચિત્ર-દિગ્દર્શક. ચલચિત્રોના ઇતિહાસમાં સૌથી સફળ અને અત્યંત નોંધપાત્ર વિજ્ઞાનકથા-ચિત્રો ‘સ્ટારવૉર્સ’ શ્રેણી બનાવનાર જ્યૉર્જ લ્યુકાસનો મૂળ ઇરાદો તો ‘કાર રેસર’ બનવાનો હતો. હાઇસ્કૂલમાં હતા ત્યારે તેઓ આવી રેસમાં ભાગ પણ લેતા, પણ એક અકસ્માતમાં તેમનાં ફેફસાંને ઈજા થતાં તેમણે ક્ષેત્ર છોડી દીધું.…
વધુ વાંચો >લ્યુક્ મૉન્ટેગ્નિયર
લ્યુક્ મૉન્ટેગ્નિયર (જ. 18 ઑગસ્ટ 1932, ચેબ્રી, ફ્રાન્સ) : 2008ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા ફ્રેંચ વિષાણુવિજ્ઞાની (virologist). તે વિષાણુવિજ્ઞાન વિભાગ, પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધક અને પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. 1982માં રહસ્યમય નવા સંલક્ષણ (syndrome) AIDS(Acquired Immunodeficiency Syndrome)ના સંભવિત રીટ્રોવાઇરલ ચેપના સંશોધન માટે વિલી રૉઝેબૉં(ઑપિતલ બિયૉં હૉસ્પિટલ, પૅરિસના ચિકિત્સક)એ તેમની…
વધુ વાંચો >લ્યુઝોન
લ્યુઝોન : ફિલિપાઇન્સમાં આવેલો મહત્ત્વનો અને મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન તે : 16° 00’ ઉ. અ. અને 121° 00’ પૂ. રે.ની આજુબાજુનો 1,04,688 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમગ્ર દ્વીપસમૂહના ત્રીજા ભાગ કરતાં પણ તે મોટો છે. તેના આ વિશાળ વિસ્તારને કારણે લ્યુઝોનને છ વહીવટી વિભાગોમાં વહેંચેલો છે.…
વધુ વાંચો >લ્યુસિટાઇટ
લ્યુસિટાઇટ : જુઓ લ્યૂસાઇટ (ખડક).
વધુ વાંચો >લ્યુસિટોફાયર
લ્યુસિટોફાયર : જુઓ લ્યૂસાઇટ (ખડક).
વધુ વાંચો >